પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના બે મૂળભૂત નિયમો – રોજગારીમાં પ્રવેશ મેળવવા માટે લઘુતમ વય સાથે સંબંધિત લઘુતમ વયનો નિયમ (નંબર 138) તથા બાળ મજૂરીના ખરાબ સ્વરૂપો રદ કરવા પ્રતિબંધ અને તાત્કાલિક કામગીરી સાથે સંબંધિત બાળ મજૂરીના ખરાબ સ્વરૂપોનો નિયમ (નંબર 182)ના સ્વીકાર માટે મંજૂરી આપવામાં આવી હતી. ભારત આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઇએલઓ)નો સ્થાપક સભ્ય છે, જેની સ્થાપના 1919માં થઈ હતી. અત્યારે આઇએલઓમાં 187 દેશ સભ્યો છે. આઇએલઓનો મુખ્ય ઉદ્દેશ સમારંભો, ભલામણો અને શિષ્ટાચારના સ્વરૂપોમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણો સ્થાપિત કરવાનો છે. અત્યાર સુધી ભારતે 45 નિયમોને મંજૂરી આપી છે, જેમાંથી 42 લાગુ છે. તેમાંથી 4 મૂળભૂત કે મુખ્ય નિયમો છે.
પૃષ્ઠભૂમિ:
સરકારે બહુપાંખીયો અભિગમ અપનાવ્યો છે, જેમાં કડક કાયદા અને પ્રોજેક્ટ આધારિત અભિગમ સામેલ છે, જે બાળમજૂરી સાથે સંબંધિત છે. જોકે કોઈ પણ વ્યવસાય કે પ્રક્રિયામાં 14 વર્ષથી ઓછી વય ધરાવતા બાળકોની રોજગારી કે કામ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકતા બાળ અને કિશોર મજૂરી (પ્રતિબંધ અને નિયમન) કાયદા, 1986ની જગોવાઈઓના યોગ્ય અમલીકરણે સુનિશ્ચિત કરવા આપણા દેશના બાળકો માટે સલામતી અને સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરવા તેની પહેલોને વધારે મહત્વ આપવાની જરૂર છે. તાજેતરની પહેલોની ગતિનો આશય બાળમજૂરી નાબૂદ કરવાનો છે, જે વર્ષ 2030 સુધીમાં સ્થાયી સહસ્ત્રાબ્દી વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવા મહત્વપૂર્ણ છે. નિયમ 138 અને નિયમ 182ની મંજૂરી દેશમાંથી બાળમજૂરી નાબૂદીના લક્ષ્યાંકને હાંસલ કરવાની દિશામાં અગ્રેસર કરશે, કારણ કે તે સમારંભોની જોગવાઈઓનું પાલન કરવા કાયદેસર રીતે બાધ્ય કરશે. અત્યારે નિયમ 138ને 169 દેશોએ અને નિયમ 182ને 180 દેશોએ મંજૂરી આપી છે. એટલે આ બંને મુખ્ય સંમેલનોમાં મંજૂર નિયમોને સંમતિ આપીને ભારત બાળકોની રોજગારી અને કાર્ય પર પ્રતિબંધ અને કડક નિયમોનું પાલન કરવા કાયદો સ્વીકારનાર દેશોમાં ભારત સામેલ થશે.
TR