Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને બ્રિક્સ દેશો- બ્રાઝિલ, રશિયા, ચીન અને સાઉથ આફ્રિકા વચ્ચે કર બાબતો માટે MOCને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેન્દ્રિય કેબિનેટે ભારત અને બ્રાઝિલ,, રશિયન ફેડરેશન, ચીન તથા સાઉથ આફ્રિકા જેવા બ્રિક્સના દેશના રેવન્યુ સત્તાવાળા સાથે કર બાબતો અંગેના સમજૂતી સહકાર કરાર પર હસ્તાક્ષરની મંજૂરી આપી હતી.

હેતુ :

આ MoCનો હેતુ કર બાબતે આંતરરાષ્ટ્રીય મંચ પર કેટલીક સમાન બાબતોમાં ક્ષમતાના વિકાસ અને નોલેજ શેરિંગમાં સહકારનો વિકાસ કરવાનો છે. તે બ્રિક્સ દેશોના રેવન્યુ વહિવટીતંત્રના વડાઓ સાથે સમાન હિતો અને અભિપ્રાયો પર નિયમિત વાર્તાલાપ પર ભાર મૂકે છે અને આંતરરાષ્ટ્રીય ટેક્સના ક્ષેત્રમાં કર બાબતોના નિષ્ણાતો સાથે બેઠક યોજવાની બાબતને પણ મહત્વ આપે છે. આ ઉપરાંત આ સમજૂતી હેઠળ માહિતીના આદાનપ્રદાનની ગુપ્તતા જળવાઈ રહેશે અને તેને રક્ષણ પણ મળશે.

અસરો :

આ MoC કર બાબતોમાં સહકારને અસરકારક રીતે વેગ આપશે. G20 દ્વારા કર બાબતોને વેગ આપવામાં આવ્યો છે ત્યારે આ સમજૂતીથી બ્રિક્સના દેશો લાભકારી પુરવાર થશે અને ફક્ત આ દેશોને જ નહીં પરંતુ વિકસિત દેશોને પણ તેનો લાભ થશે.

પૃષ્ટભૂમિ :

કર બાબતોમાં સહકારની શક્યતાઓને ચકાસવા અને તે અંગે ચર્ચા કરવા માટે બ્રિક્સના રેવન્યુ વડાઓ નિયમિત રીતે મળતા હોય છે અને 2016ની 16મી ઓક્ટોબરે ગોવા સમજૂતીમાં નક્કી થયું હતું તે મુજબ એકતા, સમાનતા, પરસ્પર સહકાર, સામેલપણું અને લાભકારક સહકાર માટેની પોતાની વચનબદ્ધતા અંગે અભિપ્રાયો અને સમીક્ષાની આપ-લે કરતા હોય છે. બ્રિક્સ દેશોએ પરસ્પર હિતોના એવા ચાર મુદ્દા રજૂ કર્યા છે જે આ સમજૂતી અને સહકારને વધુ મજબૂત બનાવી શકે છે. સહકારના આ ક્ષેત્રો નિશ્ચિત કરવા માટે બ્રિક્સના દેશોના રેવન્યુ વડાઓએ મે, 2016માં બેઇજિંગ ખાતે મળેલી FTA બેઠકમાં એક MoC પર હસ્તાક્ષર કરવાનો નિર્ણય લીધો હતો.