Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આયર્લેન્ડના પ્રધાનમંત્રી સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નિવેદન

આયર્લેન્ડના પ્રધાનમંત્રી સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નિવેદન

આયર્લેન્ડના પ્રધાનમંત્રી સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નિવેદન

આયર્લેન્ડના પ્રધાનમંત્રી સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નિવેદન

આયર્લેન્ડના પ્રધાનમંત્રી સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નિવેદન


માનનીય પ્રધાનમંત્રી શ્રી એન્ડા કેની, મીડિયાના સભ્યો,

આયર્લેન્ડની આ મુલાકાત સાચે જ આનંદજનક છે. આ મુલાકાત નાની હોવા છતાં ઐતિહાસિક છે. ભારતના પ્રધાનમંત્રીને આયર્લેન્ડની મુલાકાત લેતા 59 વર્ષ લાગ્યા છે. આપના ઉષ્માપૂર્ણ સ્વાગત અને સહ્યદયી સરભરા માટે આભાર આપણે સંસ્થાનવાદના આપણા એકમાન ઈતિહાસની નોંધો સરખાવી શકીએ છીએ. આપણાં બંધારણોમાં પણ કંઈક પવિત્ર સામ્ય રહેલું છે. ભારતના બંધારણમાં સરકારની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આઈરીશ બંધારણથી પ્રેરિત છે. આઈરીશ નિષ્ણાતોએ અમને જીઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા અને લિંગ્વીસ્ટિક સર્વે ઓફ ઈન્ડિયા જેવી સંસ્થઆઓ આપી છે. આજે ભારતમાં રમતગમતનાં સાધનોના મેન્યુફેક્ચર્સ દ્વારા આયર્લેન્ડના રગ્બી માટેના પ્રેમને આગળ ધપાવાઈ રહ્યો છે. રવિન્દનાથ ટાગોર અને ડબલ્યુ બી ઈટ્સની મૈત્રીથી શરૂ કરી ભારતમાં સીસ્ટર નિવેદીતાના આધ્યાત્મિક ફાળા સુધી બંને દેશોના લોકો વચ્ચેનું આકર્ષણ ઘણું મજબૂત રહ્યું છે.

આજે આઈરીશ સમાજમાં 26000 ભારતીય લોકો એક ગતિશીલ હિસ્સો બની રહ્ય છે અને બોંબ ધડાકામાં નાશ પામેલા એર ઈન્ડિયાના કનિષ્ક વિમાનમાં ભોગ બનેલા લોકો અહીં ચિર નિંદ્રામાં પોઢી ગયા છે. આ દૂર્ઘટના 30 વર્ષ પૂરા થવા પ્રસંગે અમે દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના સ્મારક માટે તમારો ફરી આભાર માનીએ છીએ. આ દૂર્ઘટનાની સદાય જીવંત યાદની વેદનામાં આપણને જોડતી ઘણી બધી બાબતો આપણા મૂલ્યો, આકાંક્ષાઓ અને આપણી સમક્ષના આજના પડકારોની આપણી યાદ તાજી થાય છે. ભારત અને આયર્લેન્ડે વધુ ગાઢ ભાગીદારી અને સહકાર માટે પ્રયાસ કરવા જ રહ્યા.

ભારત અને આયર્લેન્ડ એશિયા અને યુરોપમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર ધરાવે છે. અમને એ વાતનો આનંદ છે કે વૈશ્વિક અને પ્રાદેશિક અનિશ્ચિતતાઓ છતાં આપણા દ્વિપક્ષી વ્યાપાર અને મૂડીરોકાણ વધતાં જ રહ્યા છે. આપણી આર્થિક ભાગીદારીમાં ટેકનોલોજી ક્ષેત્ર ઉપર – આઈટી, બાયોટેકનોલોજી, ફાર્માસ્યૂટિકલ્સ, કૃષિ અને સ્વચ્છ ઉર્જા ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત થઈ શકે એમ છે. ભારતના વ્યાપારી હિતો અને પડકારો પરત્વે યુરોપીયન યુનિયનની વધુ સંવેદનશીલતા ભારત અને યુરોપીઅન યુનિયન વચ્ચે વિશાળ પાયાના વ્યાપાર અને મૂડીરોકાણ માટેનો કરાર કરવા અંગે ફરી મંત્રણા શરૂ કરવામાં સહાયક બનશે. ભારત અને આર્લેન્ડ હાલના ડિજીટલ યુગમાં લભ્ય તકોનો લાભ લેવા માટે લાભકારક ભાગીદારી માટે યોગ્ય પરિસ્થિતિ ધરાવે છે. આઈટી અંગેનું આપણું સંયુક્ત કાર્યકારી જૂથ આ ક્ષેત્રે સહયોગ માટેનો નકશો તૈયાર કરવા ટૂંક સમયમાં મળશે એવી મારી આશા છે. હું એવી પણ આશા રાખું છું કે, આયર્લેન્ડની વિઝા અંગેની નીતિ ભારતની આઈટીની પેઢીઓની જરૂરીયાતો પરત્વે સંવેદનશીલ બનશે. બંને દેશો વચ્ચે સામાજિક સલામતીનો એક કરાર કરવામાં પણ અમે અમારો રસ છતો કર્યો છે, જે બંને દેશોના વ્યાવસાયિકોને મજબૂત સહાયક બનશે.

મને એ વાતનો આનંદ છે કે, બંને દેશોની વિમાની સેવાઓ હવે ટૂંક સમયમાં સીધી વિમાની સેવાઓ શરૂ કરશે. એનાથી આપણા વ્યાપાર સંબંધો વધશે એટલું જ નહીં પણ આપણા પ્રવાસન ઉદ્યોગને પણ મોટું ઉત્તેજન મળશે. પ્રવાસન ક્ષેત્રે હાલમાં વાર્ષિક 14 ટકાના દરે વૃદ્ધિ થઈ રહી છે.

વિજ્ઞાન અને ટેકનોલોજી તથા શિક્ષણ ક્ષેત્રે બંને દેશો વચ્ચે સારો એવો સહકાર રહ્યો છે અને વધારાની ઘણી તકો છે. આ સહકારનું એક ઉદાહરણ કર્ણાટકમાનું આયર્લેન્ડ વિજ્ઞાન કેન્દ્ર છે.

ત્રાસવાદ, ઉદ્દામવાદ અને એશિયા તથા યુરોપમાંની પરિસ્થિતિ સહિત વિશાળ આંતરરાષ્ટ્રીય પડકારો અંગે આયર્લેન્ડના નેતાઓ સાથે મંત્રણા કરતાં મેં આનંદ અનુભવ્યો હતો. અમારી ચર્ચામાં ભારત અને આયર્લેન્ડ જેવા દેશો વચ્ચે વધુ ગાઢ સહકારના મહત્વ ઉપર ભાર મૂકાયો હતો. આ સંદર્ભમાં જે લોકશાહીને વરેલા છે અને આંતરરાષ્ટ્રીય શાંતિ – સ્થિરતાના હિમાયતી છે એમની અમે 21મી સદીમાં આ પડકારો ઝીલવામાં યુનો અને એની સલામતી સ્થિતિની ભૂમિકાની ચર્ચા કરી હતી. ભારત અને આયર્લેન્ડ યુનોના શાંતિની સ્થાપનાના કાર્યક્રમમાં ભાગીદાર છે.

મજબૂત ટકી શકે એવા વિકાસનાં ધ્યેયોમાં નેતાગીરી માટે હું આયર્લેન્ડનો આભાર માનું છું ચોક્કસ સમય મર્યાદામાં યુનોની સલામતી સમિતિમાં સુધારા, ખાસ કરીને યુનોની 70મી વર્ષગાંઠના વર્ષમાં આંતર-સહકાર, વાટાઘાટોની સફળતા માટે મેં આયર્લેન્ડના ટેકાની માંગણી કરી છે. યુનોની સુધારેલી સલામતી સમિતિમાં ભારતના કાયમી સભ્યપદ માટે પણ અમે આયર્લેન્ડનો ટેકો ઈચ્છીએ છીએ.

ભારત અને આયર્લેન્ડ શાંતિ-પ્રિય દેશો છે. બંને દેશો અણુ અપ્રસારમાં આગળ પડતા છે. અમે આ મુદ્દે આયર્લેન્ડના મજબુત વલણને માન આપીએ છીએ. ભારત પણ એના સ્વતંત્ર્યથી શરૂ કરીને, સાર્વત્રિક અણુ નિઃશસ્ત્રીકરણનું પ્રખર ટેકેદાર રહ્યું છે. અમે આ ધ્યેયને મજબૂતીથી વરેલા છીએ. આ અંગે અમારો રેકોર્ડ કોઈથી ઉતરતો નથી.

ન્યૂક્લીઅર સપ્લાય ગ્રુપ – 2008માં ભારત પૂરતી બાકાતીમાં આયર્લેન્ડનો ટેકો મહત્ત્વનો હતો. ભારતમાં ઉર્જાની માંગમાં ઝડપી વધારો થતાં એનાથી એકધારા વિકાસના પંથને અનુસરવાનો મોટો વિકલ્પ ખૂલ્યો છે, એમ એનએસની અને અન્ય નિકાસ નિયંત્રણ સંસ્થાઓમાં ભારતના સભ્યપદ માટે આયર્લેન્ડનો સહકાર યોગ્ય છે. ભારતનું સભ્યપદ આપણા દ્વિપક્ષી સહકારને સુદ્રઢ કરશે અને અણુશસ્ત્રોનો ફેલાવો અટકાવવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.

માનનીય પ્રધાનમંત્રી, મને એ વાતની ખાતરી થઈ છે કે ભારત અને આયર્લેન્ડ આપણી મૈત્રીની વિપુલ શક્તિ સાકાર કરવા વધુ પ્રયાસો કરવા જોઈએ. આપના દેશે એશિયાના સૌ પ્રથમ રાજદ્વારી સંબંધો ભારત સાથે સ્થાપ્યા હતા અમે એશિયામાં આપના એન્કર બની શકીએ છીએ. આજ પ્રમાણે ભારત માટે આયર્લેન્ડ યુરોપ માટેનું પ્રવેશ દ્વાર અને એટલાન્ટિક સાથેનો સેતુ બની શકે છે. આપની સરભરા સ્વાગત માટે ફરીથી આભાર.

આપણે ભારતની મુલાકાતે આવ્યા અને દસ્કાઓ થઈ ગયા. હું આપને ભારતમાં જોવાની આશા રાખું છું.

AP/J.Khunt/GP