Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને બ્રાઝિલ વચ્ચે રોકાણમાં સહકાર અને સુવિધા સ્થાપિત કરવા માટે થયેલી સમજૂતીને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ભારત અને બ્રાઝિલ વચ્ચે ઇન્વેસ્ટમેન્ટ કોઓપરેશન એન્ડ ફેસિલિટેશન ટ્રીટી (આઇસીએફટી) પર હસ્તાક્ષર કરવા અને તેને મંજૂરી આપવાની સંમતિ આપી છે.

આ સમજૂતી બંને દેશો વચ્ચે રોકાણનો પ્રવાહ વધારશે. ભારત અને બ્રાઝિલ વચ્ચે રોકાણ સહયોગ અને સુવિધા સંધિ (આઇસીએફટી) ભારતમાં બ્રાઝિલનાં રોકાણકારો અને બ્રાઝિલમાં ભારતનાં રોકાણકારોને યોગ્ય સુવિધા પ્રદાન કરશે. તે રોકાણ સાથે સંબંધિત તમામ બાબતોમાં સ્પર્ધા કરવા અને ભેદભાવરહિત વાતાવરણ સુનિશ્ચિત કરીને રોકાણકારોની સુવિધા વધારશે, જેથી તેમનો વિશ્વાસ પણ વધે તેવી સંભાવના છે. તે બ્રાઝિલનાં તમામ રોકાણકારોને પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ)નાં મનપસંદ સ્થળ તરીકે ભારતને પ્રોજેક્ટ કરવામાં મદદ કરશે.

*****

NP/RP