પીએમઇન્ડિયા
ટુરિઝમ ખૂબ ઝડપથી…આજે દુનિયામાં જો કોઇ સૌથી વધારે કોઇ વ્યવસાયમાં ગ્રોથ હોય તો તે ટુરિઝમ છે. અને ટુરિઝમની તાકત છે કે તે ગરીબથી ગરીબ વ્યક્તિને રોજગાર પૂરું પાડી શકે તેમ છે. ઓછામાં ઓછી મૂડી સાથે કામ કરી શકાય તેમ છે. ટુરિઝમને કારણે ફળ વેચનાર કમાય છે, ફૂલ વેચનાર પણ કમાય છે, બિસ્કિટ વેચનાર કમાય છે, ચોકલેટ વેચનાર કમાય છે, ચા વેચનાર કમાય છે. ગરીબથી ગરીબ માટે રોજગારની સંભાવના ટુરિઝમમાં રહેલી છે.
પરંતુ ટુરિઝમ ત્યારે વધે છે જ્યારે આપણે વૈશ્વિક સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરીએ. આજે આ વિમાનીમથક, તિરુપતિમાં ખૂબ લોકો આવે છે, બાલાજીના દર્શન માટે અનેક લોકો આવે છે પરંતુ જેટલી ફ્રિકવન્સી વધશે, જેટલો ટ્રાફિક વધશે, ટુરિઝમ વધશે. ભારત સરકારનું ધ્યાન એ તરફ પણ ગયું છે કે ઇન્ફ્રાસ્ટ્રકચરને આગળ વધારવામાં આવે, જેના કારણે ટુરિઝમ માટે પણ સુવિધા રહી શકે. ઈ-વિઝાની વ્યવસ્થા અમે જે કરી છે તે ટુરિઝમને પ્રોત્સાહન આપશે, ખૂબ ગતિ વધી રહી છે.
જેટલા આવા ટુરિઝમ ડેસ્ટિનેશન છે ત્યાં વાઈ-ફાઈ આપી રહ્યાં છીએ જેથી જે લોકો બહારથી આવ્યા છે તેમના માટે સુવિધા રહે. એરલાઇન્સની સુવિધા તેમને મળી શકે. અને પબ્લિક-પ્રાયવેટ પાર્ટનરશિપ મોડેલ પર હોટેલ એકોમોડેશનની વ્યવસ્થા વધુ પ્રમાણમાં વધી શકે. એવા અનેક મુદ્દાઓ પર હાલના તબક્કે કામ કરવામાં આવી રહ્યું છે. આજે બાલાજીની પવિત્ર ધરતી..એવા આંધ્રપ્રદેશ અમરાવતીમાં તેમની રાજધાનીનું શિલાન્યાસ થયું છે. અને અહીં ભગવાન બાલાજીના દર્શન કરવા માટે હું આવ્યો છું સાથે સાથે મને પણ એ તક મળી શકી. અને ગરુડ… જેનો તો બાલાજી સાથે સીધો સંપર્ક આવે છે તો તેમની કૃતિ સાથે એની રચના તે પોતાની રીતે એક યાદગાર રહેશે. મારી આપ સહુને વિજયાદશમીના પર્વની ખૂબ ખૂબ શુભકામના છે. અને તિરુપતિ ખૂબ વિકાસ કરે, ખૂબ આગળ વધે, આભાર.
AP/GP
New integrated terminal at Tirupati Airport will give impetus to religious tourism & enable more pilgrims to visit. pic.twitter.com/N3celfKOLy
— Narendra Modi (@narendramodi) October 22, 2015