Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાજ્યમાં પૂરની સ્થિતિ બાબતે કેરળના મુખ્યમંત્રી સાથે વાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં પૂરની સ્થિતિ અંગે કેરળના મુખ્યમંત્રી શ્રી પિનારાઈ વિજયન સાથે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આજે સવારે ફરી કેરળના મુખ્યમંત્રી શ્રી પિનારાઈ વિજયન સાથે વાત કરી. અમે રાજ્યમા પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરી. ગૃહ મંત્રાલયને રાજ્યમાં બચાવ અને રાહત કામગીરીને આગળ વધારવા માટે જણાવ્યું છે. કેરળના લોકોની સુરક્ષા અને સલામતી માટે પ્રાર્થના કરૂં છું.”

NP/J.Khunt/RP