પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે લખનઉ મેટ્રો રેલ પરિયોજનાના પહેલા ચરણ (1-એ)ને મંજૂરી આપી દીધી છે. 22.878 કિલોમીટર લાંબી આ પરિયોજનામાં 22 સ્ટેશન હશે.
આ પરિયોજનાનો ખર્ચ 6,928 કરોડ રૂપિયા થશે. આમાં ભારત સરકાર ઈક્વિટી અને ઋણના રૂપમાં 1,300 કરોડ રૂપિયાની મદદ કરશે. આ પરિયોજના લખનઉ મેટ્રો રેલ કોર્પોરેશન (એલએમઆરસી) દ્વારા કાર્યાન્વિત કરાશે. જેનું પુનર્ગઠન કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારની વચ્ચે 50:50ની સંયુક્ત માલિકીવાળી કંપની તરીકે રહેશે.
કુલ 22.878 કિલોમીટર લાંબા માર્ગમાંથી 19.438 કિલોમીટર માર્ગ એલિવેટિડ (જમીનથી ઉપર) હશે, જ્યારે 3.440 કિલોમીટર માર્ગ ભૂમિગત હશે. આ આખા માર્ગ પર 19 એલિવેટિડ અને ત્રણ ભૂમિગત મેટ્રો સ્ટેશન હશે. મેટ્રો ટ્રેન ચૌધરી ચરણસિંહ એરપોર્ટથી મુંશી પુલિયાની વચ્ચે ચાલશે.
આ પરિયોજના સમય-સમય પર સંશોધિત મેટ્રો રેલવે (નિર્માણ એટલે કે કન્સ્ટ્રક્શન ઑફ વર્ક) અધિનિયમ 1978, મેટ્રો રેલ (સંચાલન અને દેખરેખ) અધિનિયમ 2002 અને રેલવે અધિનિયમ 1979ના કાયદાના માળખાના દાયરામાં આવશે.
પૃષ્ઠભૂમિ
લખનઉના પરિવહન માળખા પર નિરંતર દબાણ વધતું રહ્યું છે. પાછલા બે દસકામાં લખનઉ ખૂબ જ મહત્વના વિકાસનો પુરાવો રહ્યું છે. ભારતની વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર લખનઉની શહેરી વસતિનો વસવાટ 29 લાખ છે. લખનઉ મેટ્રોપૉલિટન વિસ્તારની વસતિ 50 લાખથી વધુ છે.
શહેરમાં 14.24 લાખ વાહન છે જેમાં 80 ટકા દ્વિચક્કી અને 14 ટકા કાર છે.
J.Khunt/GP