Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી સિક્કિમ અને અસમ જશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે (18-1-2016) બે દિવસની સિક્કિમ અને અસમ યાત્રા માટે રવાના થશે. બપોરે (18 જાન્યુઆરી, 2016) ગંગટોક પહોંચશે ત્યારબાદ તેઓ એક આર્કિડ પ્રદર્શની અને મૌસમી ફૂલોની પ્રદર્શની જોવા જશે.

પ્રધાનમંત્રી ગંગટોકમાં સતત વિકાસ, જૈવિક ખેતી અને ઈકો ટૂરિઝમ પર રાજ્યોના કૃષિ મંત્રીઓના સંમેલનમાં ભાગ લેશે. તેમનો સંમેલનમાં બે કલાકથી વધુ સમય માટે ઉપસ્થિત રહેવાનો કાર્યક્રમ છે. આ દરમિયાન તેઓ સભાને પણ સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી ગંગટોકમાં કાલે સવારે (19 જાન્યુઆરી, 2016) જૈવિક ઉત્પાદનોના એક પ્રદર્શનને જોવા જશે અને જૈવિક ખેતી કરનારા ખેડૂતો સાથે વાતચીત કરશે.

ત્યારબાદ શ્રી નરેન્દ્ર મોદી અસમ માટે રવાના થશે.

પ્રધાનમંત્રી આઈઆઈઆઈટી ગુવાહાટી માટે નવા ભવનની આધારશિલા રાખશે અને ઊત્તરપૂર્વના આઈઆઈટી, એનઆઈટી અને કેન્દ્રિય વિશ્વવિદ્યાલયોના વિદ્યાર્થીઓને સંબોધિત કરશે.

UM/AP/J.KHUNT/GP