Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નવી દિલ્હી સ્થિત રામકૃષ્ણ મિશનની કલ્યાણકારી પ્રવૃતિઓના વિસ્તરણ માટે જમીનની ફાળવણી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રામકૃષ્ણ મિશન, ક્રિષ્ના માર્કેટ, પહાડગંજ, નવી દિલ્હીને તેની કલ્યાણકારી પ્રવૃતિઓના વિસ્તરણ માટે પ્રવર્તમાન દરો પર સાઉથ વેસ્ટમાં આવેલી પ્લોટ નંબર 17/80A અને 18/80Aની 82 સ્ક્વેર મીટર જમીન ફાળવવા માટે મંજુરી આપી દીધી છે.

પાશ્વ ભૂમિકા
રામકૃષ્ણ મિશને પોતાની કલ્યાણકારી પ્રવૃતિઓના વિસ્તરણ માટે તેમની ક્રિષ્ના માર્કેટ, નવી દિલ્હી સ્થિત જમીનને અડીને આવેલી 82 સ્ક્વેર મીટર જમીનનો નાનો પ્લોટ ફાળવવા વિનંતી કરી હતી. ફાળવાયેલી જમીન ખાલી પડેલી છે તેમજ અતિક્રમણ અને ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે સંવેદનશીલ છે.

AP/J.Khunt