પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક ધારા, 1951માં સંશોધનને મંજૂરી આપી છે.
નિર્ણયનો ટૂંક સારઃ
આ નિર્ણયનો ઉદ્દેશ જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક ધારા 1951માં યોગ્ય સુધારા કરવાનો છે, જેથી ટ્રસ્ટીઓના પ્રતિનિધિત્વને સુરક્ષિત કરી શકાય. સંસદમાં વિરોધ પક્ષના નેતાને તેના માટે માન્ય ગણવામાં આવે છે અથવા તો જ્યાંરે વિરોધ પક્ષનો નેતા ન હોય એવા સંજોગોમાં સંસદમાં સૌથી મોટા વિપક્ષી નેતાને આ પદ માટે યોગ્ય ગણવામાં આવે છે.
લાભઃ
હાલના કાયદામાં સૌથી મોટા રાજકિય પક્ષના પ્રતિનિધિ માટે કોઈ જોગવાઈ ન હતી. આ ટ્રસ્ટમાંથી ચોક્કસ પક્ષના સભ્યને બાકાત રાખવાથી ટ્રસ્ટ રાજનૈતિક બની જતું હતું. સૂચિત સુધારાના કારણે ટ્રસ્ટમાં વિરોધપક્ષનું પ્રતિનિધિત્વ સુરક્ષિત રહે છે. સૂચિત સુધારાના કારણે સરકારને ટ્રસ્ટીને દૂર કરવાની અને ટ્રસ્ટની કાર્યવાહિમાં સામેલ થવા માટે અન્ય કોઈ કારણથી તેમના સ્થાને બીજા ટ્રસ્ટી મૂકવાની સત્તા મળે છે.
RP