પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે બાહ્ય અંતરિક્ષનાં સંશોધન અને ઉપયોગમાં સહયોગ સ્થાપિત કરવા પર ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સમજૂતીની રૂપરેખાને કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે. આ રૂપરેખા સમજૂતી પર 30 મે, 2018નાં રોજ જાકાર્તામાં હસ્તાક્ષર થયાં હતાં અને પછી એનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું.
મુદ્દાસર વિગત:
વ્યાપક અસર:
આ રૂપરેખા સમજૂતી ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સહયોગને વધારે મજબૂત બનાવશે. આ સમજૂતી ઇન્ડોનેશિયામાં ઇસરોનાં ટીટીસી કેન્દ્ર અને આઈઆરએમએસ કેન્દ્રની સ્થાપના કરવામાં સહાયક બનશે.
પૃષ્ઠભૂમિ:
છેલ્લાં બે દાયકાથી વધારે સમયથી ભારત અને ઇન્ડોનેશિયા અંતરિક્ષ ક્ષેત્રમાં સહયોગ કરી રહ્યાં છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)નાં સ્પેસક્રાફ્ટ અને સેટેલાઇટ અભિયાન માટે ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ (ટીટીસી) સમર્થન આપવા માટે ઇન્ડોનેશિયાનાં બિયાકમાં ગ્રાઉન્ડ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે. હાલમાં આ સહયોગ 1997 અને 2002માં હસ્તાક્ષરિત એજન્સી સ્તર (ઇસરો-ઇન્ડોનેશિયન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ એન્ડ સ્પેસ) (એલએપીએન) સમજૂતીને આગળ વધારવામાં આવી છે. વર્ષ 1997નાં સમજૂતીકરાર અનુસાર, સંચાલન, જાળવણી અને ઉપયોગનાં અધિકારને જાળવીને ઉપકરણનાં ટાઇટિલને 5 વર્ષ પછી એલએપીએએનને સુપરત કરવાનું હતું.
ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખીને સરકારનાં સ્તરે સહયોગને વધારી ઇસરો અને એલએપીએએનને શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે બાહ્ય અંતરિક્ષનાં સંશોધન અને ઉપયોગમાં સહયોગ પર ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે રૂપરેખા સમજૂતીનાં મુસદ્દા પર વાતચીતની અને જાકાર્તામાં 23થી 26 એપ્રિલ, 2018માં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે એક બેઠક દરમિયાન પારસ્પરિક રીતે સંમતિ વ્યક્ત કરવામાં આવી છે. વિદેશ મંત્રાલય અને મિનિસ્ટર-ઇન-ચાર્જ તરીકે પ્રધાનમંત્રી પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવ્યાં પછી 30 મે, 2018નાં રોજ ભારતનાં પ્રધાનમંત્રીનાં ઇન્ડોનેશિયાનાં પ્રવાસ દરમિયાન આ રૂપરેખા સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં અને પછી એનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું.
J.Khunt/RP