પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સક્રિય શાસન સંચાલન તથા યોજનાઓને સમયથી લાગૂ કરવા માટે આઈસીટી આધારિત મલ્ટી મોડલ મંચ પ્રગતિના માધ્યથી 11માં સંવાદની અધ્યક્ષતા કરી.
પ્રધાનમંત્રીએ લોક ફરિયાદોને જોતા અને તેમનું સમાધાન કરવાની દિશામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી. શ્રી નરેન્દ્ર મોદીએ અધિકારીઓ સાથે આ સંબંધમાં કાર્યમાં વધુ ઝડપ લાવવાનો આગ્રહ કરતા કહ્યું કે ફરિયાદ નિવારણ લોકતંત્રના મોટા પાસાઓમાનું એક છે. તેમણે એક મહિનાની અંદર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરીયાત જણાવી જેથી અપવાદોને છોડીને ફરિયાદોનું સમાધાન 60 દિવસની અંદર થઈ શકે. તેમણે મોટા અધિકારીઓને કહ્યું કે તેઓ આ બાબતમાં હસ્તક્ષેપ કરે.
પ્રધાનમંત્રીએ સડક, રેલ તથા તેલ ક્ષેત્રમાં પ્રમુખ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની સમીક્ષા કરી. આ પરિયોજનાઓ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં છે.
વ્યાપાર સરળતાની દિશામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરતા શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજ્યોએ રોકાણ માટે સારી પ્રગતિ કરી છે. તેમણે ગતિને તેજ કરવા તથા સાર્થક વાતાવરણ બનાવવા માટે નિરંતર પ્રયાસ કરવા પર જોર આપ્યું.
પ્રધાનમંત્રીએ ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત મિશન મોડ પરિયોજનાઓની બાબતમાં પૂછ્યું. જમીનના રેકોર્ડના ડિજીટીકરણની સમીક્ષા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વધુ ઝડપથી બધા જમીની રેકોર્ડને આધાર સાથે જોડવા જોઈએ.
તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના સફળ અમલીકરણની દેખરેખ કરવી અત્યંત મહત્વપૂર્ણ છે.
ઈલેક્ટ્રોનિક રૂપથી નાગરિક કેન્દ્રિત સેવાઓની પ્રગતિની બાબતમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આખા દેશમાં જિલ્લા સ્તર પર આ વાતની વ્યાપક સમીક્ષા થવી જોઈએ કે કેટલી સેવાઓ ઓનલાઈન થઈ ગઈ છે. સામાજિક ક્ષેત્રની બાબતમાં પ્રધાનમંત્રીએ વિધવા પેન્શન કાર્યક્રમની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું. તેમણે કુષ્ટ રોગ નાબૂદીની દિશામાં થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી.
AP/J.Khunt/GP
Today's PRAGATI session had extensive deliberations on how to give impetus to ease of doing business & further increase the momentum built.
— Narendra Modi (@narendramodi) March 23, 2016
Also discussed projects under @_DigitalIndia including digitisation of land records & integrating land records with Aadhaar at the earliest.
— Narendra Modi (@narendramodi) March 23, 2016
Issues pertaining to the social sector that were discussed included Widow Pension Programme & the progress towards eradication of leprosy.
— Narendra Modi (@narendramodi) March 23, 2016
Like always, infra projects were reviewed. Implementation of Fasal Bima Yojana also figured in today's session. https://t.co/PS0j8867QI
— Narendra Modi (@narendramodi) March 23, 2016