Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

અન્ડર 17 વર્લ્ડ કપ 2017નુ ભારતમાં આયોજન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળા કેન્દ્રીય મંત્રીમંડળે આગામી વર્ષ 2017માં ભારતમાં યોજાનારા ફેડરેશન ઇન્ટરનેશનલ દે ફૂટબોલ એસોસીએશન (ફીફા) અન્ડર 17 વર્લ્ડ કપ માટે નીચે મુજબના નિર્ણયો માટે પોતાની મંજુરી આપી દીધી છે.

(અ) સ્થળોની યાદી નીચે મુજબ છે:

૧) જે એલ એન સ્ટેડીયમ, નવી દિલ્હી

૨) સી વાય પાટીલ સ્ટેડિયમ, નવી મુંબઈ

૩) જે એલ એન સ્ટેડિયમ, કોચી

૪) સોલ્ટ લેક સ્ટેડિયમ, કોલકાતા

૫) જે એલ એન સ્ટેડિયમ, ફતોરડા ગોવા

૬) આઈ જી સ્ટેડિયમ, ગુવાહાટી

(બ) સેક્રેટરી, રમતગમત મંત્રાલય, ડીજી, ભારતીય ખેલ પ્રાધિકરણ (એસએઆઈ) અને આર્થિક સલાહકાર, રમતગમત મંત્રાલયની બનેલી સમિતિને ઓલ ઇંડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઈએફએફ) / ફીફા સાથે મળીને કોઈપણ મુશ્કેલીને દુર કરવા માટે સ્થળોને બદલવા માટેના જરૂરી નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવી છે.

(ક) ડિસ્પ્લે બોર્ડ સહિતના સાધનો વગેરેના ખર્ચા ભોગવવા પડી શકે છે. આમ છતાં, અગાઉ નક્કી થયા મુજબ કુલ ખર્ચ ૯૫ કરોડ રૂપિયાની અંદર જ રહેશે.

(ડ) ફંડ માટે આકસ્મિક વધારાના ખર્ચની પરિસ્થિતિમાં રમતગમત મંત્રાલય ખર્ચ વિભાગ સાથે વાતચિત કરશે.

(ઈ) આ કાર્યક્રમના આયોજન માટે આયોજન સમિતિની રચના કરવાની સત્તા રમતગમત વિભાગને આપવામાં આવી છે.

J.Khunt