Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે કેન્દ્રીય યાદીમાં અન્ય પછાત વર્ગોની અંદર પેટાશ્રેણીઓ બનાવવા બાબતે વિચારણા કરવા બંધારણની કલમ 340 અંતર્ગત રચાયેલા પંચનો કાર્યકાળ વધારવા મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રીય યાદીમાં અન્ય પછાત વર્ગોમાં પેટાશ્રેણીઓ બનાવવા બાબતે વિચાર કરવા બંધારણની કલમ 340 અંતર્ગત રચાયેલા પંચનો કાર્યકાળ 31 જુલાઈ, 2019થી 31 જાન્યુઆરી, 2020 સુધી વધારવાની મંજૂરી આપી છે.

લાભઃ

કાર્યકાળમાં સૂચિત વિસ્તારથી પંચ વિવિધ પક્ષધારકો સાથે ચર્ચાવિચારણા કર્યા પછી અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની શ્રેણીઓ બનાવવા બાબતે વિસ્તૃત અહેવાલ સુપરત કરવા સક્ષમ બનશે.

 

DK/NP/J.Khunt/GP/RP