પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટે પ્રતિપૂરક વનરોપણ નિધિ વિધેયક, 2015માં સત્તાવાર સંશોધન લાવવાની અનુમતિ આપી દીધી છે.
આ વિધેયક પ્રતિપૂરક વનરોપણ નિધિ પ્રબંધન તથા નિયોજન પ્રાધિકરણની પાસેની અવ્યતિત રકમ, જે વર્તમાનમાં 40,000 કરોડ રૂપિયા છે. તથા પૂંજીત અવ્યતિત રકમ પર પ્રતિપૂરક કરારોપણ તથા વ્યાજનું તાજું સંગ્રહણ, જે વાર્ષિક લગભગ 6,000 કરોડ રૂપિયા થશે, નું સક્ષમ તથા પારદર્શી રીતે જલદીથી ઉપયોગ સુનિશ્ચિત કરશે.
આ રકમનો ઉપયોગ વનભૂમિમાં પરિવર્તન દ્વારા થયેલા ફેરફારને ઓછું કરવા માટેની યુક્તિઓ સમયબદ્ધ નિષ્પાદનને શ્રેષ્ઠ બનાવશે, જેના કારણે આ રકમ જારી કરવામાં આવી છે. વનભૂમિમાં પરિવર્તનના કારણે પેદા થયેલા દબાણને ઓછું કરવા ઉપરાંત, આ રકમોનો ઉપયોગ ગામોને લાભકર સંપતિઓની રચના કરશે તથા ખાસ કરીને પાછળ રહી રહેલા આદિવાસી વિસ્તારોમાં રોજગારની અનેક તકો પેદા કરશે.
આલેખનમાં સંશોધનો ઉપરાંત નિમ્ન સત્તાવાર ફેરફાર થશે :
i. વિધેયકના ઉપવાક્ય 2 (e) માં કરવામાં આવેલા સંશોધનથી પર્યાવરણ સંબંધિત સેવાઓની સૂચિને સમાવેશી બનાવવી તથા અમુક એવી પર્યાવરણ સંબંધિત સેવાઓને હટાવવી જેના મૌદ્રિક મૂલ્યનું કોઇ વિશ્વસનીય મોડલ અસ્તિત્વમાં નથી.
ii. વિધેયકના ઉપવાક્ય 2 (I) તથા 30 (1) માં સંશોધન રાજ્ય સરકારો પાસેથી નવા વિધેયકના અનુસાર નિયમ બનાવવાની પૂર્વગામી મંત્રણાની વ્યવસ્થા કરશે.
iii. વિધેયકના ઉપવાક્ય 4 (1) માં સંશોધન, એવા કેન્દ્ર શાસિત પ્રદેશ કે જેમનું પોતાનું વિધેયક નથી, કે જે રાજ્યની નિધિની સ્થાપના કરવાની વ્યવસ્થા કરશે.
iv. વિધેયકના ઉપવાક્ય 6 (d) માં સંશોધન સંરક્ષિત ક્ષેત્રોમાં સ્વૈચ્છિક પુનર્સ્થાપન માટે સંરક્ષિત ક્ષેત્રોની વનભૂમિને પરિવર્તિત કરવાની એવજમાં ઉપયોગકર્તા એજન્સીઓ દ્વારા પ્રાપ્ત થયેલા નાણાના ઉપયોગનો અધિકાર આપશે.
v. વિધેયકના ઉપવાક્ય 8 (4) (ii) માં સંશોધન અંતરિક્ષ તથા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયોના સચિવોને રાષ્ટ્રીય પ્રાધિકરણના પ્રબંધ રકમમાં સભ્ય તરીકે લેવાની વ્યવસ્થા કરશે.
vi. વિધેયકના ઉપવાક્ય 8 (4) (x) માં સંશોધન રાષ્ટ્રીય પ્રાધિકરણના પ્રબંધ રકમમાં વિશેષજ્ઞ સભ્યોની સંખ્યા બેમાંથી પાંચ કરવાની વ્યવસ્થા કરશે.
vii. વિધેયકના ઉપવાક્ય 9 (2) (ix) માં સંશોધન રાષ્ટ્રીય પ્રાધિકરણની કાર્યકારી સમિતિમાં વિશેષજ્ઞ સભ્યોની સંખ્યા બેમાંથી વધારીને ત્રણ કરવાની વ્યવસ્થા કરશે.
viii. વિધેયકના ઉપવાક્ય 11 (2) તથા 11 (3) માં સંશોધન કોઇ રાજ્ય પ્રાધિકરણની કાર્યકારી તથા સંચાલન સમિતિઓમાં આદિવાસી મામલાના વિશેષજ્ઞ અથવા આદિવાસી સમાજના પ્રતિનિધિને સમ્મિલિત કરવાની વ્યવસ્થા કરશે.
ix. વિધેયકના ઉપવાક્ય 15 (1) (i) માં સંશોધન રાષ્ટ્રીય પ્રાધિકરણની કાર્યકારી સમિતિને રાજ્ય પ્રાધિકરણ માટે વાર્ષિક યોજના સ્વીકૃત કરવાના હેતુથી ત્રણ મહિનાની સમય સીમા આપવાની વ્યવસ્થા કરશે તથા રાષ્ટ્રીય પ્રાધિકરણની કાર્યકારી સમિતિને રાજ્ય પ્રાધિકરણની વાર્ષિક યોજનામાં સંશોધન કરવાની શક્તિઓ પ્રદાન કરવાની વ્યવસ્થા કરશે.
x. વિધેયકના ઉપવાક્ય 29માં સંશોધન વાર્ષિક રિપોર્ટ તથા અંકેક્ષણ રિપોર્ટની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રચાયેલી રાજ્ય પ્રાધિકરણની ભલામણો પર કરવામાં આવેલી કાર્યવાહીના પત્રકને પ્રસ્તુત કરવાની વ્યવસ્થા કરશે.
સંશોધનોમાં કોઇ પણ પ્રકારના વધારાના ખર્ચની વાત નથી. વિધેયક જમ્મુ અને કાશ્મીરને છોડીને સંપૂર્ણ ભારતમાં લાગૂ થશે.
પૃષ્ઠભૂમિ
વન સંરક્ષણ અધિનિયમ, 1980 અંતર્ગત બિન વનીય ઉદ્દેશ્ય હેતૂ વનભૂમિના પરિવર્તનની પૂર્વગામી સ્વીકૃતિ આપતા કેન્દ્ર સરકાર આ શરત રાખે છે કે આ રકમનો ઉપયોગ ઉપયોગકર્તા એજન્સીઓ દ્વારા પ્રતિપૂરક વનરોપણ કરવાના હેતૂ તથા વનોના સંરક્ષણ તથા વિકાસ સંબંધિત ગતિવિધિઓ માટે કરવામાં આવશે જેશી વનભૂમિમાં ફેરફારની અસર ઓછી કરી શકાય.
સર્વોચ્ચ ન્યાયાલયના આદેશોનું પાલન કરતા, આ ધનરાશિ એક તદર્થ પ્રાધિકરણ દ્વારા ચલાવવામાં આવી રહેલા રાજ્યના ખાતાઓમાં જમા કરવામાં આવે છે. પ્રાધિકરણમાં પર્યાવરણ, વન તથા જળ વાયુ પરિવર્તન મંત્રાલયના બે અધિકારી, ભારતના નિયંત્રક તથા મહાલેખા પરીક્ષકનો એક પ્રતિનિધિ તથા કેન્દ્ર સરકારની અધિકાર પ્રાપ્ત સમિતિના અધ્યક્ષનો એક પ્રતિનિધિ સામેલ થાય છે.
એક સ્થાઇ સાંસ્થાનિક વ્યવસ્થાની ગેરહાજરીમાં આ તદર્થ પ્રાધિકરણની પાસે 40,000 કરોડ રૂપિયા ભેગા થઇ ગયા છે.
વિધેયક રાષ્ટ્રીય સ્તર પર, પ્રત્યેક રાજ્યમાં તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રાધિકરણોની રચનાની વ્યવસ્થા કરે છે. આ પ્રાધિકરણ આ પ્રકારે ભેગી થયેલી રકમનો ઉપયોગ કૃત્રિમ વૃક્ષારોપણમાં, પ્રાકૃતિક રીતે થનારા વૃક્ષારોપણની મદદમાં, વનોના સંરક્ષણ માટે, વનોની સંરચનાના વિકાસ હેતૂ, હરિત ભારત કાર્યક્રમ માટે, વન્યજીવનના સંરક્ષણ માટે તથા સંબંધિત ગતિવિધિઓ માટે કરશે.
13 મે, 2015ના રોજ લોકસભાએ વિધેયકને વિજ્ઞાન તેમજ પ્રૌદ્યોગિકી, વન તથા પર્યાવરણના વિભાગ સંબંધિત સંસદિય સમિતિને મોકલી હતી. 26 ફેબ્રુઆરી 2016ના રોજ સમિતિએ પોતાનો રિપોર્ટ સંસંદને સોંપ્યો હતો. કેન્દ્ર સરકારે વિભાગ સંબંધિત સંસદિય સમિતિના આ રીપોર્ટનું અધ્યયન કરીને વિધેયકમાં સત્તાવાર સંશોધન કર્યા છે.
J.Khunt