પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે રેલવે ક્ષેત્રે ભારત અને જર્મની વચ્ચે સંયુક્ત વ્યૂહાત્મક પરિયોજનાઓ સંબંધે સહયોગ માટેના સંયુક્ત ઉદ્દેશ્ય ઘોષણાપત્ર (JDI)ને માન્યતા આપી હતી. સંયુક્ત ઉદ્દેશ્ય ઘોષણાપત્ર પર ગયા મહિને હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
લાભો:
જર્મનીનાં આર્થિક બાબતો અને ઊર્જા મંત્રાલય સાથે સંયુક્ત ઉદ્દેશ્ય ઘોષણાપત્ર (JDI)થી ભારતીય રેલવે તંત્રને રેલવેના ક્ષેત્રમાં તાજેતરના વિકાસ તેમજ જ્ઞાન સંબંધિત બાબતોનું આદાન-પ્રદાન કરવા માટે મંચ મળી રહેશે. સંયુક્ત ઉદ્દેશ્ય ઘોષણાપત્ર (JDI)થી તજજ્ઞોની બેઠકો, સેમીનાર, તકનીકી મુલાકાતો અને સંયુક્ત રીતે સહમતિ થયેલી સહકાર પરિયોજનાઓની માહિતીનું આદાન-પ્રદાન કરવાની સુવિધા મળી શકશે.
પૃષ્ઠભૂમિ:
રેલવે મંત્રાલય દ્વારા પારસ્પરિક સહકાર માટે ઓળખવામાં આવેલા વિવિધ ક્ષેત્રોના સંદર્ભમાં વિદેશી સરકારો અને રાષ્ટ્રીય રેલવે વચ્ચે તકનીકી સહકાર મામલે સમજૂતી કરાર/સહકાર કરાર/વહીવટી સમજૂરી/સંયુક્ત ઉદ્દેશ્ય ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રોમાં હાઇ સ્પીડ રેલવે, વર્તમાન રૂટમાં ગતિ વૃદ્ધિ, વિશ્વકક્ષાના સ્ટેશનોનો તૈયાર કરવા, ભારે ભારવહનની કામગીરીઓ અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ વગેરેનો પણ સમાવેશ થાય છે.
સમજૂતી કરાર/સહકાર કરાર/વહીવટી સમજૂરી/સંયુક્ત ઉદ્દેશ્ય ઘોષણાપત્રના કારણે વિશેષ ટેકનોલોજી ક્ષેત્રો પર કેન્દ્રિત ટેકનિકલ તજજ્ઞો, રિપોર્ટ્સ અને ટેકનિકલ દસ્તાવેજો, તાલિમ અને સેમીનાર/વર્કશોપના વિનિમય તેમજ જ્ઞાનના આદાન-પ્રદાન માટે અન્ય વાર્તાલાપની સુવિધા ઉપલબ્ધ થશે.
DK/NP/DS/RP