Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રખ્યાત અભિનેતા દિલીપકુમારના નિધન અંગે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ અભિનેતા દિલીપકુમારજીના નિધન પર ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેમનું નિધન આપણા સાંસ્કૃતિક જગતની ખોટ છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “દિલીપકુમારજીને ફિલ્મ દંતકથા તરીકે યાદ કરવામાં આવશે. તેઓને અજોડ તેજસ્વીતાનો આશીર્વાદ મળ્યો, જેના કારણે પેઢીઓ સુધીના પ્રેક્ષકો મંત્રમુગ્ધ થયા. તેમના નિધનથી આપણા સાંસ્કૃતિક જગતને ખોટ પડી છે. તેમના પરિજનો, મિત્રો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના.

 

 

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]