Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાને કારણે થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાના કારણે થયેલ જાનહાનિ અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને પીડિતો માટે અનુગ્રહ રાશિની જાહેરાત કરી છે.

પીએમઓએ ટિ્‌વટ કર્યું, “ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આકાશી વીજળી પડવાના કારણે થયેલ જાનહાનિ થઇ એ દુઃખદાયી છે. આ મુશ્કેલીમાં જે લોકોનું મૃત્યુ થયું છે હું એમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે: પ્રધાનમંત્રી @narendramodi

પ્રધાનમંત્રીને ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં આકાશી વીજળી પડવાના કારણે થયેલ જાનહાનિ અને નુકસાન અંગે માહિતી આપવામાં આવી હતી. પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયા મૃતકના સગાને અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 આપવામાં આવશે.”

 

SD/GP/BT