પીએમઇન્ડિયા
જાપાનથી આવેલા વિશિષ્ટગણ અને અહીં આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો.
મારા નજીકના મિત્ર શ્રીમાન આબે-સાનનું હું ભારતમાં અને ખાસ કરીને ગુજરાતની ધરતી પર ફરી એક વાર અત્યંત હૃદયપૂર્વક સ્વાગત કરું છું.
(અને મારે તમને બધાંને પણ અભિનંદન આપવા છે. વિશ્વના એક નેતાનું, જાપાનના પ્રધાનમંત્રીનું અને ભારતના પરમ મિત્રનું, જે રીતે તમે સ્વાગત સન્માન કર્યું, ગઈકાલે જે દૃશ્ય દેખાડ્યું, જે વાતાવરણ સર્જ્યું,હું હૃદયપૂર્વક સૌ ગુજરાતવાસીઓનો આભાર માનું છું.)
સાથીઓ, કોઈ પણ અડધા, અધૂરા સંકલ્પો અને બંધાયેલા સ્વપ્નો સાથે ક્યારેય આગળ વધી શકતું નથી.સ્વપ્નાનો વિસ્તાર જ કોઈ પણ દેશને, કોઈ પણ સમાજને, કોઈ પણ વ્યક્તિની ઉડાનને નક્કી કરવાની તાકાત ધરાવે છે. આ ન્યૂ ઇન્ડિયા છે અને તેના સપનાનો વિસ્તાર, તેની ઉડાન અસીમ છે, તેની ઇચ્છાશક્તિ અમર્યાદિત છે.
આજે ભારત તેના વર્ષો અગાઉના એક સપનાને સાકાર કરવા તરફ એક મહત્વનું ડગ માંડી રહ્યું છે. હું દેશના સવા સો કરોડ દેશવાસીઓને મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરીડોરના આ ભૂમિ પૂજનના પ્રસંગે કોટી કોટી શુભકામના અને અભિનંદન પાઠવું છું. બુલેટ ટ્રેન પરિયોજના એક એવો પ્રોજેક્ટ છે જે ગતિ,તેજ પ્રગતિ અને તેની સાથે ઝડપી ટેકનોલોજીના માધ્યમથી ઝડપી પરિણામ પણ લાવનારો છે. જેમાં સવલત છે અને સુરક્ષા પણ છે. જે રોજગારી પણ લાવશે અને ઝડપ પણ લાવશે. જે માનવ ફ્રેન્ડલી પણ છે અને ઇકો ફ્રેન્ડલી પણ છે. આજનો દિવસ જાપાન અને ભારતના સંબંધો માટે એક ઐતિહાસિક અને એટલો જ ભાવનાત્મક અવસરનો પણ છે. એક સારો મિત્ર હંમેશા સમય અને સીમાના બંધનોથી પર હોય છે અને જાપાને દેખાડી દીધું છે કે તે ભારતનો કેવો મજબૂત દોસ્ત છે, જે સીમા અને સમયથી પર છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે, ભારતનો પ્રથમ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ, બંને દેશ વચ્ચેના મજબૂત થઈ રહેલા સંબંધોનું એક ઉમદા ઉદાહરણ છે. એક પ્રતીક છે. જો આજે આટલા ઓછા સમયમાં આ પ્રોજેક્ટનું ભૂમિ પૂજન થઈ રહ્યું છે તો તેનો સૌથી મોટો શ્રેય મારા પરમ મિત્ર આબે-સાનને જાય છે. શ્રી શિન્ઝો આબેએ અંગત રસ લઈને સુનિશ્ચિત કર્યું છે કે આ પ્રોજેક્ટમાં ક્યાંય મુશ્કેલી પડવી જોઈએ નહીં. સાથીઓ માનવ સભ્યતાનો વિકાસ, મુસાફરીના સાધનોના વિકાસ સાથે નજીકથી સંકળાયેલો છે. જો આપણે એશિયન નાગરીકરણ પર ધ્યાન આપીએ તો જોવા મળશે કે એ વખતે ગામડા, શહેર અને લોકો નદીને કિનારે વસતા હતા અને એ જ ક્ષેત્ર હતા જે વિકાસનું કેન્દ્ર બન્યા હતા. એ પછી માર્ગો વિકાસનું માધ્યમ બન્યા અને જ્યાં જ્યાંથી હાઇ-વે પસાર થતા હતા ત્યાં શહેર વસવા માંડ્યા. અને હવે આગામી પેઢીનો વિકાસ ત્યાંથી જ થશે જ્યાં હાઈ સ્પીડ કોરીડોર હશે.
સાથીઓ કોઈ પણ દેશના વિકાસમાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે, પછી તે રેલવે હોય, માર્ગ પરિવહન હોય, જળમાર્ગ હોય અથવા તો હવાઈ માર્ગ હોય. આ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ દેશના જોડાણનો આધાર બને છે અને જોડાણનો લાભ દેશના લોકોને અલગ અલગ રીતે મળે છે. અનેક પ્રકારથી મળે છે. જેઓ અમેરિકાના ઇતિહાસને જાણતા હશે, અમેરિકાના ઇતિહાસને આજે સમગ્ર વિશ્વ જાણે છે કે રેલવે આવ્યા બાદ કેવી રીતે અમેરિકામાં આર્થિક પ્રગતિનો નવો યુગ શરૂ થયો હતો. હમણાં જ આપણા મિત્ર આબે-સાન કહી રહ્યા હતા કે બીજા વિશ્વયુદ્ધ બાદ જાપાનની હાલત કેવી હતી. કેવી ભયાનક જીંદગી હતી, કેવી ગરીબી હતી પરંતુ 1964માં જાપાનમાં બુલેટ ટ્રેન ચાલી અને પછી આ ટેકનિક ધીમે ધીમે દુનિયાના 15 દેશોમાં વિકસીત થઈ અને તેણે જાપાનના અર્થજગતને બદલી નાખ્યું. આજે યુરોપથી ચીન સુધી તેની અસર નજરે પડે છે. હાઈ સ્પીડ રેલવેએ આ દેશોમાં માત્ર આર્થિક જ નહીં પરંતુ સામાજિક પરિવર્તન લાવવામાં પણ ઘણી મોટી અગત્યની ભૂમિકા અદા કરી છે. ત્યારથી લઈને આજ સુધી, સમય બદલાયો છે, જરૂરિયાતો બદલાઈ છે. અને તેથી જ પ્રયાસ કરવાની રીતોમાં પણ પરિવર્તનની અત્યંત જરૂર છે. સમયની સાથે સાથે નાના નાના પ્રયાસ કરાયા છે. નવી ચીજો ઉમેરાઈ છે. પરંતુ હવે સમય ધીમે ધીમે આગળ વધવાનો નથી. સમય વધુ રાહ જોતો નથી. ટેકનોલોજી જે છેલ્લા 100 વર્ષમાં નહીં બદલાઈ હોય. તે છેલ્લા 25 વર્ષમાં બદલાઈ છે. હવે એટલી ઝડપી ગતિએ પરિવર્તન આવી રહ્યા છે તો આજે આપણું જોડાણ કનેક્ટિવિટીથી આગળ વધીને હાઈ સ્પીડ જોડાણ પર અમારી પ્રાથમિકતા છે.હાઈ સ્પીડ જોડાણથી ઝડપ વધશે અને અંતર ઘટશે. આર્થિક પ્રગતિના નવા અવસરો ખૂલશે. સાથીઓ,કોઈ પણ દેશમાં આર્થિક પ્રગતિનો સીધો સંબંધ હોય છે ઉત્પાદકતાથી, વિકાસ ત્યારે જ થશે જ્યારે ઉત્પાદકતા હશે. અમારો ભાર છે હાઈ સ્પીડ જોડાણની સાથે વધુ ઉત્પાદકતા.
સાથીઓ, આજે આ પ્રસંગે હું જાપાનના વધુ એક મિત્ર ભાવની પ્રશંસા કરવા માગું છું. આપણે ભારતીયો અને ખાસ કરીને આપણે ગુજરાતીઓ, અમદાવાદીઓ જ્યારે પણ કોઈ ચીજ ખરીદવા જઇએ છીએ તો જ્યારે વેચાણની વાત આવે છે તો બરાબર તોલી તોલીને હિસાબ કરીએ છીએ, એક એક પૈસાનો હિસાબ કરીએ છીએ. નફા-નુકસાનના રૂપ રંગ બરાબર ચકાસીએ છીએ. જ્યારે આપણે એક નાનકડું બાઇક પણ ખરીદીએ છીએ અને બેંકમાંથી લોન લેવાની વાત આવે તો દસ બેંકમાં ધક્કા ખાઇએ છીએ. એક બેંકમાં દસ દસ વાર જઇશું અને ઓછામાં ઓછા વ્યાજ દરે કોણ લોન આપશે તેનો હિસાબ કરી લઈએ છીએ.કોઈ બેંક આઠ ટકા વ્યાજ દર કહે છે તો કોઈ બેંક નવ ટકા દર કહે છે અને પછી આપણે હિસાબ કરીએ છીએ, ભાવતાલ પણ કરીએ છીએ કે આટલા ટકા વ્યાજમાં જો હું બાઇક લાવીશ અને વ્યાજ સહિત બેંકને હપ્તા ચૂકવીશ તો આખરે મને એ બાઇક કેટલામાં પડશે? કેટલા વર્ષમાં પડશે? આ બધું બારીકાઈથી જોઇએ છીએ બેંકવાળા પણ થાકી જાય તેટલી વાર આપણે બેંકના દરવાજા પર જઇએ છીએ કહીએ છીએ કે જરા યાર વ્યાદ જર ઘટાડી આપો. આઠ ટકે નથી લઈ શકતો, નવ ટકે નથી લઈ શકતો જરા ઘટાડો કરો. અડધો ટકો પણ કોઈ ઘટાડી આપે તો ખુશ થઈ જઈએ છીએ. આપણે આ સારી રીતે જાણીએ છીએ અને અમદાવાદી તો વધુ સારી રીતે જાણે છે. પણ મિત્રો કલ્પના કરો કોઈ એવો દોસ્ત નથી મળી શકતો, કોઈ એવી બેંક નથી મળી શકતી જેવો ભારતને આબે-સાન જેવો મિત્ર મળ્યો છે.જાપાન જેવો દોસ્ત મળ્યો છે. જો કોઈ એમ કહે કે કોઈ પણ વ્યાજ વિના જ લોન લઈ લો અને દસ વીસ નહીં પચાસ વર્ષમાં ચૂકવજો, કોઈ વિશ્વાસ કરશે? લોકોને એવી બેંક નથી મળતી પરંતુ ભારતને એવો મિત્ર મળ્યો છે જેણે બુલેટ ટ્રેન માટે 88 હજાર કરોડ રૂપિયા, માત્ર 0.1, હા 0.1 ટકા વ્યાજ દરથી આ બુલેટ ટ્રેન માટે પૈસા આપવાનું વચન આપ્યું છે.
મને નવાઈ લાગે છે જ્યારે હું ગુજરાતમાં આવ્યો હતો ત્યારે મેં બુલેટ ટ્રેનની વાત કરતો હતો તો મને પૂછવામાં આવતું હતું કે મોદી વાતો કરી રહ્યા છે બુલેટ શા માટે લાવે, ક્યારે લાવશે, ક્યારે લાવશે? હવે જ્યારે લાવવાનું શરૂ કર્યું છે તો પૂછે છે શા માટે લાવે છે? ભાઈઓ અને બહેનો, આ બુલેટ ટ્રેન જાપાનની ભારતને આપવામાં આવેલી ઘણી મોટી ભેટ છે. એક રીતે સાવ મફતમાં આખો પ્રોજેક્ટ બની રહ્યો છે.અને હું જાપાનનો ફરી ફરીને આભાર માની રહ્યો છું. જે આ પ્રોજેક્ટ માટે ટેકનિક અને આર્થિક મદદની સાથે ભારતના સહયોગ માટે આજે આપણી સાથે જોડાયો છે, આગળ આવ્યો છે.
ભાઈઓ અને બહેનો આ હાઈ સ્પીડ રેલવે સિસ્ટમ માત્ર બે જગ્યા વચ્ચેનું અંતર જ ઘટશે નહીં પરંતુ 500કિલોમીટર દૂર વસેલા શહેરોના લોકો પણ વધુ નજીક આવશે અને એટલા નજીક આવશે અને તેથી જ હું તો કહીશ કે આ ટ્રેન અમારા અમદાવાદથી આમચી મુંબઈ જશે. જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થશે મુંબઈથી અમદાવાદનું અંતર બેથી ત્રણ કલાકમાં પૂર્ણ કરી શકાશે. જો આપણે હવાઈ મુસાફરીથી તેની સરખામણી કરીએ તો જેટલો સમય અહીંથી એરપોર્ટ જવામાં અને ત્યાંની ઔપચારિકતા પૂરી કરવામાં અને હવાઈ મુસાફરી બાદ પોતાના ઘરે જવામાં કે ઓફિસે જવામાં જેટલો સમય લાગે છે તેના કરતા અડધા સમયમાં તો હાઈ સ્પીડ રેલવેથી મુંબઈ જઈ શકાય છે. તમે કલ્પના કરી શકો છો કે કેટલું મોટું પરિવર્તન આવશે.લોકોનો કેટલો સમય બચી જશે. મુંબઈ-અમદાવાદ સડક રૂટ પર જે હજારો ગાડીઓ દરરોજ ચાલે છે,તેમાં પણ ઘટાડો થશે અને પર્યાવરણ પર પણ હકારાત્મક અસર પડશે અને જ્યારે ઇંધણ બચશે તો વિદેશી નાણું પણ બચશે કેમ કે આ તમામ ઇંધણ વિદેશમાંથી લાવવું પડે છે.
સાથીઓ આ પ્રોજેક્ટની સાથે મુંબઈ-અમદાવાદ માર્ગ પર એક નવી ઇકોનોમિક સિસ્ટમ પણ વિકસીત થઈ રહી છે. બંને શહેરની વચ્ચે સમગ્ર વિસ્તારને એક રીતે સિંગલ ઇકોનોમિક ઝોનમાં પરિવર્તિત કરી દેવાશે. હાઈ સ્પીડ કોરીડોરથી માત્ર મુસાફરી જ ઝડપી નહીં બને પરંતુ વેપારને પણ વેગ મળશે અને વધુને વધુ ક્ષેત્રો વચ્ચે અંદરોઅંદર સંપર્ક વધશે અને તેનાથી માનવશક્તિની મુસાફરી હોય કે સામાનની હેરફેર હોય તે એકદમ સરળ અને સુગમ બની જશે. તેનાથી દેશનો વિકાસ પણ થશે અને મેં અગાઉ કહ્યું તેમ દેશને એક નવો વેગ મળશે.
એક માન્યતા બની ગઈ છે કે જેટલી પણ નવી ટેકનોલોજી આવે છે તે માત્ર અમીરો માટે જ આવે છે જ્યારે અનુભવ કાંઇક અલગ જ હોય છે. ટેકનોલોજી જો ગરીબોના સામર્થ્ય માટે ઉપયોગ કરવામાં આવે તો ગરીબો સામેની લડાઈ આપણે ઘણી ઝડપથી જીતી શકીએ તેમ છીએ અને તેથી જ અમારો ઇરાદો આ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને તેને એટલી બધી ઉપયોગી બનાવી દેવામાં આવે કે દેશના ગરીબોના જીવન સાથે તે સંકળાઈ જાય. હું માનું છું કે ટેકનોલોજીનો લાભ ત્યારે જ છે જ્યારે દેશનો સામાન્ય નાગરિક પણ તેનો સારી રીતે ઉપયોગ કરી શકે. આજે આપણે જ્યારે રેલવેને નવી તથા અત્યાધુનિક વ્યવસ્થાથી સાંકળી રહ્યા છીએ તો અમારો સંપૂર્ણ પ્રયાસ છે કે દેશના સામાન્ય માનવીને નવી ટેકનોલોજીનો લાભ મળવો જોઇએ. આ પ્રોજેક્ટ દરમિયાન ટેકનોલોજીના સ્થળાંતરથી રેલવેને લાભ થશે. ક્ષેત્રના ટેકનિશિયન, વેન્ડર્સ અને ઉત્પાદનકર્તાને પણ લાભ મળશે અને રેલવેનું જે મોટું નેટવર્ક છે તેને પણ નવીનીકરણની તરફ આગળ ધપવું પડશે અને તેનો લાભ મળશે.
સાથીઓ, ટેકનોલોજી ભલે આપણને જાપાન પાસેથી મળી રહી હોય પરંતુ બુલેટ ટ્રેન માટે મોટા ભાગના સંસાધનો ભારતમાંથી જ ઉપયોગમાં લેવામાં આવશે. અને તેથી જ આપણા ઉદ્યોગોને પણ વિશ્વ કક્ષાના સાધનોનું ઉત્પાદન કરવું પડશે અને તેને સમયસર પહોંચાડવો પડશે. ઝીરો ડીફેક્ટ અને ઝીરો ઇફેક્ટ ઉત્પાદન પર ભાર મૂકવો પડશે. મેઇક ઇન ઇન્ડિયાને પણ મજબૂતી પ્રદાન થશે. સીધા કે આડકતરી રીતે રોજગારીની હજારો તકો પણ આ પ્રોજેક્ટ પોતાની સાથે લઈને ચાલી રહ્યો છે.
સાથીઓ દેશમાં એકીકૃત પરિવહન સિસ્ટમ ન્યૂ ઇન્ડિયાની જરૂરિયાત છે. ન્યૂ ઇન્ડિયાનું એક સ્વપ્ન છેઅને તેથી જ અમે દેશના ભાવિ પ્રૂપિંગ પર ધ્યાન આપી રહ્યા છીએ જેથી આવનારી પેઢીના હિસાબથી માળખાગત સવલતોનું નિર્માણ થઈ શકે. રેલવે હોય, હાઇ-વે હોય, જળમાર્ગ હોય કે હવાઈ માર્ગ હોય અમે તમામ ક્ષેત્રમાં એક સમાન માળખા માટે ભાર મૂક્યો છે અને અપ્રત્યાશિત ઝડપથી કાર્યોને આગળ ધપાવ્યા છે. અમે આજે અગાઉ કરતા વધારે ગતિથી રસ્તાઓનું નિર્માણ કાર્ય કરી રહ્યા છીએ.જીએસટીનો ફાયદો દેશની પરિવહન સિસ્ટમને પણ મળ્યો છે અને ટ્રકો દ્વારા દૈનિક પાર થનારા અંતરમાં30 ટકાનો વધારો થયો છે. પહેલા માલસામાન લઈને જનારી ટ્રક એક દિવસમાં જો 200 કિલોમીટર જતી હતી તો જીએસટી આવ્યા બાદ ચેક પોસ્ટની મુશ્કેલી દૂર થઈ ગયા બાદ એ જ ટ્રક આજે 200કિલોમીટરને બદલે 250 કિલોમીટર વધુ પ્રવાસ એક દિવસમાં કરી લે છે. એટલે કે સંપૂર્ણ અર્થતંત્રની ગતિમાં 30 ટકાનો વધારો માત્ર જીએસટીના નિર્ણયને કારણે શક્ય બન્યો છે અને તેને કારણે લોકો સુધી સસ્તો માલ સામાન પહોંચાડવાની સંભાવના બનવાની છે.
સરકાર જળમાર્ગોને પરિવહનના પર્યાવરણ અનુકૂળતાના રૂપમાં વિકસીત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ દિશામાં આગળ વધતા 106 વધુ નદીઓને રાષ્ટ્રીય જળમાર્ગના રૂપમાં વિકસીત કરવાની દિશામાં અમે આગળ ધપી રહ્યા છીએ. ભારતમાં હવાઈ ક્ષેત્ર પણ નવી સંભાવનાઓ લઈને આવી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં સ્થાનિક ક્ષેત્રમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં લગભગ ત્રણ કરોડ પ્રવાસીઓનો વધારો થયો છે. હવાઈ ક્ષેત્રને મજબૂત કરવા માટે પહેલી વાર રાષ્ટ્રીય ઉડ્ડયન નીતિ અમે ઘડી છે. મધ્યમ વર્ગના જીવનમાં ઉડાન યોજનાના માધ્યમથી પરિવર્તન આવી રહ્યું છે. આ યોજના હેઠળ દેશના 70 નાના શહેરોને જોડવામાં આવી રહ્યા છે જેથી દેશનો સામાન્ય નાગરિક પણ ક્યારેક સસ્તી હવાઈ સેવાનો લાભ લઈ શકે.
વર્તમાન રેલવે વ્યવસ્થાને સુધારવા તથા આધુનિક ટેકનિકના આધાર પર નવા રેલવે નેટવર્કના નિર્માણ બંને પર સમાન ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અમે રેલવે ટ્રેક, તેને ડબલ બનાવવા, વિજળીકરણ કરવું આ કાર્યો ઝડપથી આગળ ધપાવ્યા છે. આ સરકાર જેટલું રોકાણ રેલવેમાં અત્યારે કરી રહી છે તેટલું અગાઉ ક્યારેય થયું નથી. રોકાણ વધારવાની સાથે હવે દાયકાઓથી અટકેલા પ્રોજેક્ટ પૂર્ણ કરવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ભારતીય રેલવેની ક્ષમતામાં વધારો અને માલ સામાનને વહન કરવામાં સરળતા માટે ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે.
મુંબઈના જવાહરલાલ પોર્ટથી લઈને ઉત્તર પ્રદેશના દાદરી સુધીનો પશ્ચિમ માટેનો જ જંગી કોરીડોર બનાવવામાં આવી રહ્યો છે. આવી જ રીતે કોલકાતાથી લુધિયાણા સુધીનો આવા જ પૂર્વીય કોરીડોરનું નિર્માણ થઈ રહ્યું છે. આગામી સાડા ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જે ગીચતા છે તે ઘટી જશે, પ્રવાસીઓનો સમય બચી જશે અને રેલવેની પરિવહન ક્ષમતા વધશે.
સાથીઓ, હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટ આધુનિક રેલવે નિર્માણના વિઝનનો મહત્વનો ભાગ છે. મને અત્યંત આનંદ છે કે આજે તેનું ભૂમિ પૂજન છે. અને મારા પ્યારા ભાઈઓ અને બહેનો, મારા પ્યારા દેશવાસીઓ,ભૂમિ પૂજન આજે થયું છે. આઝાદીના 70 વર્ષ થયા છે, સાબરમતી આશ્રમની શતાબ્દી મનાવી રહ્યા છીએ, મનમાં ઇચ્છા છે, સ્વપ્ન છે, જ્યારે આઝાદીના 75 વર્ષ થાય 2022-23માં ત્યારે અમે રેલવેનું આ કાર્ય સંપૂર્ણ કરી લઇએ અને જેમ આબે-સાને કહ્યું અમે બંને સાથે બેસીને તેમાં પ્રવાસ કરીને તેનું ઉદઘાટન કરીએ. જાપાન અને ભારતે એક વાર નક્કી કરી લીધું છે તો તે પણ અમે કરીને રહીશું. હું તમને વિશ્વાસ અપાવું છું.
આ પ્રોજેક્ટની સાથે સાથે હાઈ સ્પીડ રેલ નિષ્ણાતો તૈયાર કરવા માટે વડોદરામાં એક હાઈ સ્પીડ ટ્રેનિંગ સંસ્થાની સ્થાપના પણ થઈ રહી છે. તેને હું અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માનું છું. વડોદરા વર્ષોથી રેલવેનું એક મહત્વપૂર્ણ એકમ રહ્યું છે. હવે જાપાન ત્યાં હાઈ સ્પીડ રેલવે માટે જે રીતે માનવ સાધનોની જરૂર છે,નવી ટેકનોલોજીને શીખવવાની જરૂરિયાત છે, ભારતના નવયુવાનોને અને ખાસ કરીને ગુજરાતના નવયુવાનોને આ અવસર મળશે અને જ્યારે માનવ સંસાધન કૌશલ્ય વિકાસ થાય છે તોદેશની તાકાત અનેક ગણી વધી જાય છે. જે એક હાઈ સ્પીડ કરતા પણ વધારે હોય છે. તે કાર્ય હવે વડોદરાની ધરતી પર થશે, જાપાનની મદદથી થશે અને આધુનિકથી આધુનિક રેલવે એન્જિનિયરિંગનું કાર્ય છે તેના માટે ભારતના નવયુવાનોને તૈયાર કરવામાં આવશે. તમે કલ્પના કરી શકો છો કે નવા ભારત માટે કેટલા મોટા સામર્થ્યવાન માનવબળને તૈયાર કરવાનું આ કાર્ય આ પ્રકારની સંસ્થા દ્વારા થનારું છે. મારા માટે જેટલું મહત્વ હાઈ સ્પીડ રેલવેના ભૂમિ પૂજનનું છે તેનાથી પણ વધારે મહત્વ દેશના નવયુવાનોને આધુનિક ટ્રેનિંગ આપવા માટે જે સંસ્થાનું ભૂમિ પૂજન થઈ રહ્યું છે તેનું છે અને આ 21મી સદીના ભારતનો મજબૂત પાયો નાખવાનું કાર્ય તેનાથી થનારું છે.
હું આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ભારત અને જાપાનના તમામ પ્રતિનિધીઓને, કર્મચારીને ફરી એક વાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તેમનો આભાર માનું છું. તેમના પ્રયાસોને કારણે આ પ્રોજેક્ટ અહીં સુધી પહોંચ્યો છે. અને હવે જમીન પર તેનું મૂળ કાર્ય શરૂ થઈ રહ્યું છે. મને સંપૂર્ણ ખાતરી છે કે સાથે મળીને આ પ્રોજેક્ટને સમય કરતા પણ ઓછા સમયમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું અને કરીને દેખાડીશું. ફરી એક વાર જાપાનના પ્રધાનમંત્રી અને મારા પરમ મિત્ર શ્રીમાન શિન્ઝો આબે, શ્રીમાન આબે-સાનનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને ભારતનું ટ્રેન નેટવર્ક એટલું વિશાળ છે જેટલી જાપાનની કુલ જનસંખ્યા છે. આપણે ત્યાં જાપાનની જેટલી વસતી છે તેટલા લોકો સપ્તાહમાં ટ્રેનમાં મુસાફરી કરે છે. કેટલી વિશાળતા, કેટલી ક્ષમતા, આપણી પાસે તક છે, ગતિ છે, તમારી પાસે કૌશલ્ય છે અને આપણે સાથે મળીને ભારતને નવી ગતિ અપાવવાની દિશામાં આગળ વધીશું.
હું ફરી એક વાર ગુજરાતવાસીઓને જેમણે ભવ્ય સ્વાગત સન્માન કર્યું છે, જાપાનના પ્રધાનમંત્રીની શોભાને અનુરૂપ કર્યું છે તે માટે ગુજરાતનો હૃદયથી આભાર માનું છું. હું ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર બંનેને અભિનંદન પાઠવું છું, આ કાર્યમાં બંને સરકારે મળીને, ભારત સરકાર અને જાપાન સરકારે સાથે મળીને સમગ્ર વિશ્વને એક પછી એક હાઈ સ્પીડથી કાર્ય પૂર્ણ કરતા ગયા અને સમગ્ર વ્યવસ્થાને આગળ ધપાવી અને તેથી જ હું ગુજરાતના મુખ્યમંત્રીનો, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનો, તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું.
ખૂબ ખૂબ ધન્યાવાદ.
TR
Japan is committed to support #MakeInIndia. Our industries are working with India to give a boost to manufacturing in India: @AbeShinzo
— PMO India (@PMOIndia) September 14, 2017
I would like to state that India-Japan partnership is special, strategic and global: PM @AbeShinzo
— PMO India (@PMOIndia) September 14, 2017
I hope to enjoy the beauty of India through the windows of the Bullet Train when I come to India in a few years: PM @AbeShinzo
— PMO India (@PMOIndia) September 14, 2017
ये न्यू इंडिया है और इसके सपनों का विस्तार, इसकी उड़ान असीम है, इसकी इच्छाशक्ति असीमित है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 14, 2017
आज भारत ने अपने एक बरसों पुराने सपने को पूरा करने की ओर बड़ा कदम उठाया है। मैं देश के सवा सौ करोड़ लोगों को बधाई देता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 14, 2017
बुलेट ट्रेन एक ऐसा प्रोजेक्ट है सुविधा भी है, सुरक्षा भी। रोजगार भी लाएगा और रफ़्तार भी। Human friendly भी है, और Eco friendly भी: PM Modi
— PMO India (@PMOIndia) September 14, 2017
अगर आज इतने कम समय में यहां इस प्रोजेक्ट का भूमि पूजन हो रहा है तो इसका बड़ा श्रेय श्री @AbeShinzo को जाता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 14, 2017
अब next generation growth वहां होगी, जहाँ high speed corridors होंगे: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 14, 2017
जब इतनी तेज गति से बदलाव आ रहा है तो आज हमारा जोर कनेक्टिविटी से आगे बढ़कर हाई स्पीड कनेक्टिविटी पर है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 14, 2017
किसी भी देश में आर्थिक प्रगति का सीधा संबंध होता है productivity से। हमारा जोर है: More Productivity with High Speed Connectivity: PM Modi
— PMO India (@PMOIndia) September 14, 2017
अगर कोई ये कहे कि बिना ब्याज के ही लोन ले लो और दस-बीस नहीं, पचास साल में चुकाओ, तो आप यकीन करेंगे क्या? : PM @narendramodi
— PMO India (@PMOIndia) September 14, 2017
भारत को ऐसा दोस्त मिला है जिसने बुलेट ट्रेन के लिए 88 हजार करोड़ का कर्ज सिर्फ 0.1 प्रतिशत की ब्याज दर पर देने का वादा किया है: PM Modi
— PMO India (@PMOIndia) September 14, 2017
मैं जापान का बहुत-बहुत आभार व्यक्त करता हूँ जो इस प्रोजेक्ट के लिए तकनीक और आर्थिक मदद के साथ भारत के सहयोग के लिए आगे आया है: PM Modi
— PMO India (@PMOIndia) September 14, 2017
इस हाई स्पीड रेलवे सिस्टम से ना सिर्फ दो जगहों के बीच दूरी कम होगी बल्कि 500 किलोमीटर दूर बसे दो शहरों के लोग भी और पास आएंगे: PM Modi
— PMO India (@PMOIndia) September 14, 2017
मुंबई-अहमदाबाद रूट पर एक नया economic system भी विकसित हो रहा है। पूरा area ही एक Single Economic Zone में परिवर्तित हो जाएगा: PM Modi
— PMO India (@PMOIndia) September 14, 2017
मैं मानता हूँ कि टेक्नोलॉजी सभी के लिए है। टेक्नोलॉजी का लाभ तभी है जब देश का सामान्य नागरिक भी इसका उपयोग कर सके: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 14, 2017
Technology transfer से railways को फायदा होगा, technicians, manufacturers को लाभ मिलेगा और एक तरह से पूरा रेलवे नेटवर्क लाभान्वित होगा: PM
— PMO India (@PMOIndia) September 14, 2017
इससे मेक इन इंडिया को भी मजबूती मिलेगी। Direct और Indirect Employment के हजारों अवसर भी ये प्रोजेक्ट अपने साथ लेकर आ रहा है: PM Modi
— PMO India (@PMOIndia) September 14, 2017
हम देश के future proofing पर ध्यान दे रहे हैं ताकि आने वाली पीढ़ियों के हिसाब से इन्फ्रास्ट्रक्चर का निर्माण किया जा सके: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 14, 2017
Railway हो या Highway, Waterway हो या Airway, हम सभी क्षेत्रों में अप्रत्याशित गति से कार्यों को आगे बढ़ा रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 14, 2017
मुझे पूरा भरोसा है कि हम मिलकर इस प्रोजेक्ट को कम से कम समय में पूरा कर दिखाएंगे: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 14, 2017
Towards next gen infrastructure...foundation stone for India's first high speed rail laid by PMs @AbeShinzo and @narendramodi. pic.twitter.com/YbQXSakJaZ
— PMO India (@PMOIndia) September 14, 2017