Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આયર્લેન્ડમાં પ્રધાનમંત્રીના વિવિધ બેઠકો

આયર્લેન્ડમાં પ્રધાનમંત્રીના વિવિધ બેઠકો

આયર્લેન્ડમાં પ્રધાનમંત્રીના વિવિધ બેઠકો

આયર્લેન્ડમાં પ્રધાનમંત્રીના વિવિધ બેઠકો

આયર્લેન્ડમાં પ્રધાનમંત્રીના વિવિધ બેઠકો

આયર્લેન્ડમાં પ્રધાનમંત્રીના વિવિધ બેઠકો

આયર્લેન્ડમાં પ્રધાનમંત્રીના વિવિધ બેઠકો

આયર્લેન્ડમાં પ્રધાનમંત્રીના વિવિધ બેઠકો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23મી સપ્ટેમ્બર, 2015ના રોજ આયર્લેન્ડની મુલાકાત લીધી હતી અને એમણે પ્રધાનમંત્રી શ્રી એન્ડા કેની સાથે દ્વિપક્ષી મંત્રણાકરી હતી. શ્રી નરેન્દ્ર મોદીનું ડબલીન વિમાન મથકે આયર્લેન્ડના આરોગ્ય મંત્રી શ્રી લીઓ વરાડકરે સ્વાગત કર્યું હતું. આ પછી ડબલીન અને આયર્લેન્ડના પ્રધાનમંત્રી શ્રી કેનીએ એમનું વિધિવત ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી શ્રી મોદીએ, આયર્લેન્ડના બે અધિકારીઓ, થોમસ ઓલ્ડહામ અને સર જ્યોર્જ અબ્રાહમ ગ્રીયરસને ભારત માટે આપેલા ફાળાની નોંધરૂપ, પસંદગીની હસ્તપ્રતો અને દસ્તાવેજોની નકલો શ્રી કેનીને ભેટ આપી હતી. આયર્લેન્ડના પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્ર મોદીને આયર્લેન્ડની ક્રિકેટ જર્સી તથા આયર્લેન્ડની એક મુખ્ય રમત ‘હર્લીંગ’ની કિટ ભેટ આપી હતી. પ્રધાનમંત્રીની કચેરીમાં શ્રી નરેન્દ્ર મોદીએ મુલાકાતીઓની ડાયરીમાં હસ્તાક્ષર કર્યા હતા.

બપોરના કાર્યકારી ભોજનના આરંભે બંને નેતાઓએ પ્રાસંગિક સંબોધનમાં એ વાતની નોંધ લીધી હતી કે ભારતના પ્રધાનમંત્રીએ લગભગ 60 વર્ષ પછી આયર્લેન્ડની મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ બંને દેશોનાં સમાન મૂલ્યોના તેમજ રવિન્દ્રનાથ ટાગોર અને ડબલ્યુ બી. ઈટ્સ વચ્ચેની મૈત્રીનો વધુ ગાઢ ભાગીદારી અને સહકારની જોરદાર હિમાયત કરી હતી. બંને પક્ષોએ ત્રાસવાદ ઉદ્દામવાદ તથા યુરોપ અને એશિયાઈની પરિસ્થિતિ સહિત અનેકવિધ આંતરરાષ્ટ્રીય પડકારો મંતવ્યોની આપ-લે કરી હતી. શ્રી નરેન્દ્ર મોદીએ એક ચોક્કસ સમય મર્યાદાની અંદર યુનોની સલામતી સમિતિમાં સુધારણા માટે આયર્લેન્ડના ટેકાની માંગણી કરી હતી. એમણે એનએસજી તથા અન્ય આંતરરાષ્ટ્રીય નિકાસ નિયંત્રણ સંસ્થાઓમાં ભારતના સભ્યપદ માટે પણ આયર્લેન્ડના ટેકાની માંગણી કરી હતી.

આ પછી પ્રધાનમંત્રી આયર્લેન્ડમાં વસતા ભારતીય સમાજના લોકોને મળ્યા હતા. સંસ્કૃતનું શિક્ષણ પુરું પાડતી એક સ્થાનિક શાળા – જોહન સ્કોટસ સ્કૂલના 20 આઈરીશ વિદ્યાર્થીઓએ શ્રી મોદીનું સંસ્કૃત શ્લોકોનું પઠન કરી સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીએ સંસ્કૃત શ્લોકોના ખૂબ જ સુંદર પઠન માટે શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની મુક્ત પ્રશંસા કરી હતી. એમણે ભારત અને આયર્લેન્ડના સમાન મૂલ્યો તથા વારસાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે એમાં સ્વાતંત્ર્ય માટેની લડતનો પણ સમાવેશ થાય છે. એમણે કહ્યું હતું કે 2016માં આયર્લેન્ડની સ્વાતંત્ર્યની લડતની શતાબ્દિની જે ઉજવણી થશે એમાં ભારત પણ જોડાશે.

પ્રધાનમંત્રીએ ભારતમાં થઈ રહેલા ફેરફારોની વાત કરી હતી. એમણે કહ્યું હતું કે ભારતનું અર્થતંત્ર વિશ્વનું સૌથી ઝડપથી વિક્સી રહેલું એક મોટું અર્થતંત્ર છે. એમણે કહ્યું હતું કે હજી થોડા સમય અગાઉ ‘બ્રિક્સ’ (બ્રિક્સ દેશો)માં ‘આઈ’ એટલે કે ઈન્ડિયા – ભારત કંઈક અસ્થિર હતું પણ હવે એ બ્રિક્સમાં સૌથી જોરદાર પરિબળ બન્યું છે.

યુનો દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીને મંજુરી મળી અને પછી વિશ્વભરમાં યોગનો કેવી રીતે સ્વીકાર થઈ રહ્યો છે એનો શ્રી નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કર્યો હતો. એમણે કહ્યું હતું કે ભારત જો મજબૂત હશે તો વિશ્વ એની તરફ ધ્યાન આપશે. વિશ્વએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે 21મી સદી એશિયાની સદી બનશે. એમણે કહ્યું હતું કે સૌ પ્રથમવાર, એવી શક્યતા વધી રહી છે કે 21મી સદી ભારતની સદી પણ બની રહે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં વિકાસનો વર્તમાન દર જો 30 વર્ષ સુધી જાળવી રાખવામાં આવે તો ભારત ગરીબીને નાબૂદ કરી શકશે. એમણે કહ્યું હતું કે દેશની 65 ટકા વસતિ 35 વર્ષથી ઓછી વયની હોવાથી હું માનું છું કે આપણું યુવાન રાષ્ટ્ર આ ધ્યેય સિદ્ધ કરી શકશે.

AP/J.Khunt/GP