Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આસામ મંત્રીમંડળના શપથવિધી સમારંભમાં પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધન કર્યું

આસામ મંત્રીમંડળના શપથવિધી સમારંભમાં પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના મંત્રીમંડળના શપથવિધી સમારંભમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત જનસમૂહને સંબોધન કર્યું હતું.

તેમણે આસામના નાગરિકોનો આભાર માનતા જણાવ્યું હતું કે શ્રી સર્વાનંદ સોનવાલના રૂપમાં આસામને જનજાતિય સમાજના મુખ્યમંત્રી મળ્યા છે જે સમાજ માટે સમર્પિત છે.

પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નવી આસામ સરકાર જનતાની સેવા કરશે અને વિકાસના માધ્યમથી રાજ્યનો કાયાકલ્પ કરશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સહકારી સંઘવાદના સિદ્ધાંત પર કામ કરી રહી છે અને પ્રગતિ માટે રાજ્યોને અધિકતમ શક્તિ આપવા ઈચ્છે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકશાહી ભાગીદારી બાબતે હોય છે અને વિકાસ માટે કેન્દ્ર અને રાજ્યોએ ખભેથી ખભા મિલાવીને કામ કરવું જોઈએ. તેમણે દેશના વ્યાપક અને સમગ્ર વિકાસ પર ભાર મુક્યો હતો, ખાસ કરીને પૂર્વોત્તર ભાગના વિકાસ પર.

J.Khunt/GP