પીએમઇન્ડિયા


ભારત આઝાદ થયા પછી 70 વર્ષમાં સૌપ્રથમ વખત કોઈ પણ પ્રધાનમંત્રીનું ઈઝરાયલમાં આવવું ઐતિહાસિક ઘટના છે, આનંદલાયક પ્રસંગ છે. પણ સાથે સાથે કેટલાંક પ્રશ્રો પણ ઊભા કરે છે. જ્યારે તમે તમારા અંગત વ્યક્તિને બહુ દિવસો પછી મળો છો, ત્યારે તમારી પ્રથમ પ્રતિક્રિયા શું હોય છે? સામાન્ય રીતે તમે સૌપ્રથમ કહો છો કે, બહુ દિવસ પછી મળ્યા. પછી તમે પૂછો છો કે, કેમ છો? આ પ્રશ્ર જ એક પ્રકારે સ્વીકાર સાથે સંબંધિત છે. વ્યક્તિના હાલચાલ પૂછવાની સાથેસાથે તરત બહુ દિવસ પછી મળ્યાનો સ્વીકાર પણ છે. હું તમારી સાથે મારી વાતની શરૂઆત આ સ્વીકાર સાથે કરું છું કે ખરેખર બહુ દિવસો પછી મળ્યા છીએ. વળી દિવસો કહેવા પણ યોગ્ય નથી. સાચું તો એ છે કે ઈઝરાયલ આવવામાં બહુ વર્ષો લાગી ગયા. 10, 20, 50 નહીં, 70-70 વર્ષ!
ભારતને આઝાદી મળ્યાને 70 વર્ષ થયા છે. સાત-સાત દાયકા પછી ભારતના કોઈ પણ પ્રધાનમંત્રીએ પહેલી વખત ઈઝરાયલની ધરતી પર પગ મૂક્યા છે. મને તમારા આશીર્વાદ મળ્યા છે, તમારી શુભેચ્છા પ્રાપ્ત થઈ છે. આ પ્રસંગે ઈઝરાયલના પ્રધાનમંત્રી મારા મિત્ર બેન્જામિન નેતાન્યાહુ અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું ઈઝરાયલમાં આવ્યો પછી તેમણે મને ઘણું માન-સન્માન આપ્યું છે. તેઓ સતત મારી સાથે રહ્યા છે. હકીકતમાં તેમણે મને નહીં, પણ ભારતના સવા સો કરોડ લોકોનું સન્માન કર્યું છે. આ પ્રકારના સન્માનને, આવા પ્રેમને, આવા પોતીકાપણાંને દુનિયામાં કોઈ ક્યારેય ભૂલી શકે? અમારા બંનેમાં એક વિશેષતા છે એ છે કે અમારા બંનેનો જન્મ અમારા દેશને આઝાદી મળી એ પછી થયો છે. કહેવાનો અર્થ એ છે કે બેન્જામિન સ્વતંત્ર ઈઝરાયલમાં જન્મ્યા અને મારો જન્મ પણ ભારતને આઝાદી મળી પછી થયો છે. પ્રધાનમંત્રી નેતાન્યાહુની એક રુચિ દરેક ભારતીયના હૃદયને સ્પર્શી જાય એવી છે. આ રુચિ છે – ભારતીય ભોજન પ્રત્યે તેમનો પ્રેમ. કાલે રાત્રે તેમણે ભારતીય ભોજન સાથે મારો આતિથ્ય-સત્કાર કર્યો હતો, જેને હું હંમેશા યાદ રાખીશ.
આપણા બંને દેશો વચ્ચે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થાપિત થયાને 25 વર્ષ જ થયા છે, પણ હકીકતમાં ભારત અને ઈઝરાયલ સદીઓથી એકબીજાની સાથે ગાઢ રીતે જોડાયેલા છે. મને જણાવવામાં આવ્યું છે કે તેરમી સદીમાં મહાન ભારતીય સૂફી-સંત બાબા ફરીદનું જેરુસલેમમાં આગમન થયું હતું. અહીં એક ગુફામાં તેમણે લાંબો સમય સાધના કરી હતી. પછી આ સ્થાન એક પ્રકારે તીર્થધામ બની ગયું છે. આજે પણ આ સ્થાન જેરુસલેમ અને ભારત વચ્ચે 800થી વધારે વર્ષ જૂના સંબંધનું પ્રતીક બની ગયું છે. વર્ષ 2011માં ઈઝરાયલના કેર ટેકર શેખ અન્સારીજીને પ્રવાસી ભારત સન્માન પણ આપવામાં આવ્યું હતું અને આજે મને તેમને મળવાનું સૌભાગ્ય મળ્યું છે. ભારત અને ઈઝરાયલનો આ સાથ પરંપરાનો સાથ છે, સંસ્કૃતિનો સાથ છે, આ સાથ, આ સહકાર, આ સંબંધ ભરોસા અને મિત્રતાનો પણ છે. આપણા તહેવારોમાં પણ અદ્બૂત સમાનતા છે. ભારતમાં હોળી મનાવવામાં આવે છે, તો અહીં પરિમની ઉજવણી થાય છે. ભારતમાં દિવાળી મોટા તહેવારોમાંનો એક છે, તો અહીં હનુકાની ઉજવણી થાય છે. મને એ જાણકારી મેળવીને બહુ આનંદ થયો છે કે યહુદીઓ પુનઃ ઉત્થાન પ્રત્યે મેકાઇવા ગેમ્સનું આવતીકાલે ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને હું ઈઝરાયલના લોકોને આ રમત માટે અભિનંદન આપું છું. મને ખુશી છે કે ભારતે પણ રમતોત્સવ માટે પોતાની ટીમ મોકલી છે અને ભારતીય ટીમના ખેલાડીઓ પણ આ પ્રસંગે અહીં ઉપસ્થિત છે. તેમને સફળતા મળે તેવી ખૂબ શુભકામનાઓ.
ઈઝરાયલની વીર ભૂમિનું સિંચન અનેક વીર સપૂતો અને તેમનું બલિદાન છે. અહીં આ કાર્યક્રમમાં એવા ઘણાં પરિવાર હશે, જેમની પાસે આ સંઘર્ષના બલિદાનની પોતાની ગાથાઓ હશે. હું ઈઝરાયલના શૌર્ય અને વીરતાને પ્રણામ કરું છું. તેમનું આ શૌર્ય અને સાહસ જ ઈઝરાયલના વિકાસનો આધાર રહ્યો છે. કોઈ પણ દેશનો વિકાસ તેનો આકાર…તેની સાઇઝ નથી. પણ તેના નાગરિકોનો જુસ્સો, તેમનો આત્મવિશ્વાસ નક્કી કરે છે, નિર્ણાયક પરિબળ બને છે. સંખ્યા અને આકાર મહત્વપૂર્ણ નથી એ ઈઝરાયલે સાબિત કરી દીધું છે. આ પ્રસંગે હું સેકન્ડ લેફ્ટનન્ટ એલિસ એસ્ટનને પણ શ્રદ્ધાંજલિ અર્પુ છું, જેમને ઈઝરાયલ સરકારે રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાન માટે સર્ટિફિકેટ ફોર ગેલેન્ટ્રીથી સન્માનિત કર્યા હતા. એલિસ એસ્ટનને ધ ઈન્ડિયન નામથી પણ ઓળખવામાં આવે છે. બ્રિટનના શાસન દરમિયાન તેમણે મરાઠા લાઈટ ઈન્ફ્રન્ટ્રીમાં કામ કર્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઈઝરાયલના શહેર હાઇફાને આઝાદ કરાવવામાં ભારતીય સૈનિકોએ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. મારું સૌભાગ્ય છે કે આવતીકાલે હું એ વીર શહીદ સૈનિકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા હાઇફા જવાનો છું.
કાલે રાત્રે મારા મિત્ર પ્રધાનમંત્રી નેતાન્યાહુને ત્યાં ભોજન કરવા ગયો હતો. ત્યાં અતિ પારિવારિક વાતાવરણ હતું. અમે વાતો કરી હતી, ગપ્પા માર્યા હતા. ભારતીય સમય મુજબ સવારે અઢી વાગ્યા સુધી વાતો કરી હતી. જ્યારે મેં તેમના ઘરેથી વિદાય લીધી હતી, ત્યારે તેમને મને એક તસવીર ભેટ આપી હતી. આ તસવીરમાં પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકો દ્વારા જેરુસલેમને આઝાદ કરાવવાનું એક અતિ હૃદયસ્પર્શી દ્રશ્ય છે, તેમણે મને આ એક તસવીરની ભેટ ધરી હતી. સાથીદારો, વીરતાની આ કડીમાં હું ભારતીય સેનાના લેફ્ટનન્ટ જે. એફ. આર. જેકોબનો વિશેષ સ્વરૂપે ઉલ્લેખ કરવા ઇચ્છું છું. તેમના પૂર્વજો બગદાદથી ભારત આવ્યા હતા. જ્યારે વર્ષ 1971માં પાકિસ્તાનથી આઝાદ થવા બાંગ્લાદેશના નાગરિકો સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે લેફ્ટનન્ટ જે એફ આર જેકોબે જ ભારતની રણનીતિ બનાવવામાં અને પાકિસ્તાનના 90 હજાર સૈનિકોને આત્મસમર્પણ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. સાથીદારો, અત્યારે ભારતમાં યહુદી સમુદાયના લોકોની બહુ ઓછી સંખ્યા છે, તેઓ બહુ ઓછા રહ્યા છે, પણ તેઓ જે ક્ષેત્રમાં કામ કરે છે, તેમાં તેઓ ચમકી ઊઠે છે. તેઓ પોતાનું આગવું સ્થાન ઊભું કરે છે અને દેશને ગૌરવ થાય તેવું કામ કરે છે. ભારતમાં યહુદીઓએ સેનામાં જ કાઠું કાઢ્યું હોય એવું નથી. તેમણે સાહિત્ય, સંસ્કૃતિ, ફિલ્મ જેવા ક્ષેત્રોમાં પોતાની મહેનતના બળે, પોતાની ઇચ્છાશક્તિના જોરે ગર્વ થાય તેવી સફળતા મેળવી છે. તેમની નોંધ લેવા ભારતની સાથે દુનિયા મજબૂર થઈ છે. હું જોઈ રહ્યો છું કે આજે આ ભવ્ય કાર્યક્રમમાં ઈઝરાયલના અલગ-અલગ શહેરોના મેયર પણ ઉપસ્થિત છે. ભારત અને ભારતીય સમુદાય પ્રત્યે તેમનો પ્રેમ, તેમને અહીં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે લઈ આવ્યો છે. મને યાદ છે કે ભારતની આર્થિક રાજધાની ગણાતા મહાનગર મુંબઈમાં મેયરના પદ પર યહુદી સમુદાયના મહાનુભાવ હતા. આ વાત લગભગ 80 વર્ષ અગાઉની છે. એ સમયે આજનું મુંબઈ બોમ્બે તરીકે પ્રસિદ્ધ હતું. એ સમયે વર્ષ 1938માં Elijah Mosesએ બોમ્બેના મેયર સ્વરૂપે ગૌરવપૂર્ણ જવાબદારી અદા કરી હતી.
ભારતમાં પણ બહુ લોકોને જાણ હશે કે ઓલ ઇન્ડિયા રેડિયોની જે સિગ્નેચર ટ્યુન છે, એ એક યહુદી શ્રીમાન વોલ્ટર કૌફમેને કમ્પોઝ કરી હતી. તેઓ વર્ષ 1935માં ઓલ ઇન્ડિયા રેડિયોમાં ડિરેક્ટર હતા. યહુદીઓ ભારતમાં રહ્યા, ભારતીય સંસ્કૃતિને આત્મસાત કરી, પણ ભાવનાત્મક રીતે ઈઝરાયલ સાથે જોડાયેલા રહ્યા. જ્યારે તેઓ ભારતમાંથી અહીં આવ્યા, ત્યારે તેઓ ભારતીય વિસ્તારોની સંસ્કૃતિની છાપને પણ પોતાની સાથે લઈ આવ્યા હતા. તેઓ આજે પણ ભારત સાથે જોડાયેલા છે.
મને આ જાણીને બહુ ખુશી થઈ છે કે ઈઝરાયલમાં મરાઠી ભાષાની એક પત્રિકા My Boliનું સતત પ્રકાશન થાય છે. My Boli…આ જ રીતે કોચિનથી અહીં આવેલા યહુદી સમુદાયના લોકો ઓણમ પણ ધામધામપૂર્વક ઉજવે છે. બગદાદમાંથી ભારતમાં આવીને રહ્યા અને અહીં આવીને વસેલા બગદાદી યહુદી સમુદાયના લોકોના પ્રયાસોને પરિણામે જ ગયા વર્ષે બગદાદી યહુદીઓ પર સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમનું આયોજન થયું હતું. ભારતથી આવેલા યહુદી સમુદાયે ઈઝરાયલના વિકાસમાં, તેની પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. તેનું સૌથી મોટું ઉદાહરણ છે – Moshav Nevatim. જ્યારે ઈઝરાયલના સૌપ્રથમ પ્રધાનમંત્રી ડેવિડ બેન ગુરિઓને રણને લીલુંછમ કરવાનું સ્વપ્ન જોયું હતું, ત્યારે ભારતથી આવેલા મારા યહુદી ભાઈ-બહેનોએ પણ એ સ્વપ્નને સાકાર કરવા રાતદિવસ એક કર્યા હતા. યહુદી સમુદાયે લોકોને make the desert bloomના visionને સાકાર કરવામાં મદદ કરી હતી. ભારત અને ઈઝરાયલની ધરતી પર કરવામાં આવેલા આ અથાગ પ્રયાસોને કારણે અત્યારે દરેક હિંદુસ્તાનીને તમારા બધા પર ગર્વ છે. મને તમારા પર ગર્વ છે. સાથીદારો, Moshav Nevatim ઉપરાંત ભારતીય સમુદાયે ઈઝરાયલના કૃષિ ક્ષેત્રના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે. આ કાર્યક્રમમાં આવ્યો એ અગાઉ મારી મુલાકાત ઈઝરાયલના પ્રસિદ્ધ Bezalel Eliahu સાથે થઈ હતી. Bezalel Eliahu, તેમને વર્ષ 2005માં પ્રવાસી ભારતીય ગ્રૂપમાં સન્માન આપવામાં આવ્યું હતું. આ સન્માન પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ઇઝારાયેલી હતી. કૃષિ ઉપરાંત હેલ્થ સેક્ટરમાં પણ ભારતીય સમુદાયે પોતાની છાપ ઊભી કરી છે. ઈઝરાયલના ડૉક્ટર લાઇલ બિષ્ટ મારા ગૃહ રાજ્ય ગુજરાતથી છે અને જે લોકો અમદાવાદથી પરિચિત છે, તેમણે મણિનગર વિસ્તારમાં વેસ્ટ હાઈટ સ્કૂલનું નામ સાંભળ્યું હશે. આ જ વર્ષે તેમને પ્રવાસી ભારતીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉક્ટર લાઇલ બિષ્ટ અહીના પ્રસિદ્ધ કાર્ડિયો સર્જન છે અને તેમણે આખું જીવન માનવસેવામાં પસાર કર્યું છે. મને મીનાસે સમુદાયની નીના સાંતે વિશે જાણકારી મળી છે. નીના પાસે દ્રષ્ટિ નથી, પણ ઇચ્છાશક્તિ ઈઝરાયલ જેવી છે. આ વર્ષે ઈઝરાયલના સ્વતંત્રતા સમારંભની શરૂઆત નીના સાંતાએ જ કરી હતી. તે આ સમારંભમાં torch lightersમાંની એક હતી. મારી શુભેચ્છા છે કે ભવિષ્યમાં દિકરી નીના સાંતા આ જ રીતે આગળ વધતી રહે. મારા એને ખૂબ-ખૂબ આશીર્વાદ છે. આજે આ પ્રસંગે હું ઈઝરાયલના પૂર્વ રાષ્ટ્રપતિ અને અહીના મહાન નેતા શ્રીમાન શિમોન પેરેસને પણ શ્રદ્ધાંજલિ આપું છું. તેમને મળવાનું સૌભાગ્ય મને મળ્યું હતું. શ્રીમાન શિમોન પેરેસ ફક્ત ઈનોવેશનમાં અગ્રણી નહોતા, પણ માનવ જાતની સુખાકારી વધારવા અથાક પરિશ્રમ કરનાર સ્ટેટસમેન હતા. ઈઝરાયલન3 રક્ષા દળોમાં નવીનતાની તાલીમ શરૂઆતના વર્ષોમાં જ મળે છે. ઈઝરાયલ સુરક્ષા દળોમાં નાની-નાની સમસ્યાઓના અતિ સર્જનાત્મક ઉકેલ મેળવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. નવીનતા પ્રત્યે ઈઝરાયલની ગંભીરતાનો પુરાવો એ છે કે અત્યાર સુધી ઈઝરાયલના 12 મહાનુભાવોને વિવિધ ક્ષેત્રોમાં નોબેલ પુરસ્કાર મળ્યો છે. કોઈ પણ રાષ્ટ્રના વિકાસમાં નવીનતા વિચારનું મહત્વ શું છે એ ઈઝરાયલ પાસેથી શીખવા અને સમજવા જેવું છે. ગત દાયકાઓમાં ઈઝરાયલે લગભગ દરેક ક્ષેત્રમાં નવીનતાથી આખી દુનિયાને આંજી દીધી છે, ચોંકાવી દીધી છે અને પોતાની ધાક જમાવવામાં સફળતા મેળવી છે. જીઓ થર્મલ પાવર હોય, સોલાર પેનલ હોય, સોલાર વિન્ડો હોય, એગ્રોબાયો ટેકનોલોજી હોય, સંરક્ષણનું ક્ષેત્ર હોય, કેમેરાની ટેકનિક હોય, કમ્પ્યુટર પ્રોસેસર હોય – આ પ્રકારના અનેક ક્ષેત્રોમાં પોતાના નવી-નવી નવીનતાથી ઈઝરાયલે દુનિયાના મોટા-મોટા દેશોને પાછળ પાડી દીધા છે. એટલે જ ઈઝરાયલને સ્ટાર્ટ અપ નેશન કહેવાય છે અને તેની પાછળ અગણિત સિદ્ધિઓ છે. અત્યારે ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. મારી સરકારનો મંત્ર છે – રિફોર્મ, પરફોર્મ, ટ્રોન્સફોર્મ. હજુ આ મહિનાની શરૂઆતમાં 1 જુલાઈથી ભારતમાં વસ્તુ અને સેવા કર લાગુ કરવામાં આવ્યો છે. તેનાથી ભારતમાં વન નેશન વન ટેક્સ વન માર્કેટનું એક દાયકા જૂનું સ્વપ્ન સાકાર થયું છે અને હું જીએસટીને ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ ગણાવું છું, કારણ કે તેનાથી આખા ભારતમાં એક ચીજવસ્તુ પર એક જ પ્રકારનો સમાન કરવેરો લાગુ પડશે, નહીં તો અમારા દેશમાં તમામ પ્રકારના કરવેરા ગણવામાં આવે તો 500થી વધારે કરવેરા અસ્તિત્વમાં હતાં. કરવેરાની પ્રણાલિ એટલી જટિલ હતી કે એક મહિનામાં એક લાખ રૂપિયાનો વેપાર કરનાર વેપારીથી લઈને કરોડો રૂપિયાનો વેપાર કરતી કંપની એમ દરેકને મુશ્કેલી પડતી હતી. જીએસટીથી ભારતમાં આર્થિક એકીકરણનો યુગ શરૂ થયો છે. જેમ સરદાર પટેલે દેશના સેંકડો રજવાડા એક કરીને રાજકીય એકીકરણ કર્યું હતું, તેમ 2017માં આર્થિક એકીકરણનું અભિયાન સફળ થયું છે.
કોલસો અને સ્પેક્ટ્રમ જેવા કુદરતી સ્ત્રોતોની હરાજીમાં પારદર્શકતા ઊભી કરવામાં આવી છે. હું જૂની બાબતો યાદ કરવા ઇચ્છતો નથી. તમે કોલસાની ખાણોની હરાજી વિશે ઘણી જાણકારી ધરાવો છો, સ્પેક્ટ્રમની હરાજીમાં શું-શું થયું હતું એ પણ જાણો છો. પણ અમારી સરકારે કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ મારફતે તેમની હરાજી પારદર્શકતા સાથે કરી. અત્યારે લાખો કરોડોનો વેપાર કર્યા પછી પણ કોઈ આંગળી ચીંધી શકે તેમ નથી. અમે અર્થતંત્રમાં વ્યવસ્થિત સુધારાનો પણ પ્રયાસ કર્યો છે. સંરક્ષણ ક્ષેત્રમાં સુધારાની વાતો ઘણાં વર્ષોથી આપણે સાંભળી છે. ભારતમાં દરેક વ્યક્તિ એમ માનતી હતી કે આ સુધારો તો શક્ય છે જ નહીં, પણ અમે ત્રણ વર્ષની અંદર સંરક્ષણ ક્ષેત્રમાં પણ સુધારા કર્યા અને ક્ષેત્રોમાં 100 ટકા વિદેશી રોકાણ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટની જોગવાઈ કરી દીધી છે. હવે ઈઝરાયલની સંરક્ષણ ઉદ્યોગમાં કાર્યરત કોઈ પણ કંપની ભારતમાં આવીને પોતાનું નસીબ અજમાવી શકે છે. હવે સંરક્ષણ ઉત્પાદનમાં ખાનગી કંપનીઓને એક વ્યૂહાત્મક ભાગીદારી સ્વરૂપે જોડવાનો પણ અમે કાયદેસર નિર્ણય લીધો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. અમારા દેશમાં બાંધકામ ક્ષેત્રમાં મધ્યમ વર્ગની વ્યક્તિ મકાન બનાવે છે કે ખરીદી કરે છે. પણ પાછળથી તેને કોઈને કોઈ ફરિયાદ રહેતી હતી. અમે કાયદો બનાવીને બહુ મોટો સુધારો કર્યો છે. અમે બાંધકામ ક્ષેત્રમાં પણ 100 ટકા પ્રત્યક્ષ વિદેશી રોકાણને મંજૂરી આપી દીધી છે. રિયલ એસ્ટેટ રેગ્યુલેટર સ્થાપિત કરવાનો નિર્ણય પણ અમે લીધો છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રને સરકારે ઈન્ડસ્ટ્રીનો દરજ્જો આપ્યો છે, જેથી આ સેક્ટરની કંપનીઓને પણ ઓછા વ્યાજે ઋણ મળી શકે. મારું સ્વપ્ન છે કે વર્ષ 2022…2022 આપણે ભૂલવું ન જોઈએ, 2022માં હિંદુસ્તાનની આઝાદીને 75 વર્ષ થઈ રહ્યા છે. આઝાદી માટે શહીદ થયેલા લોકોએ સ્વતંત્ર ભારત માટે જે સ્વપ્નો જોયા હતા, એ સ્વપ્નોને ફરી યાદ કરીને નવો સંકલ્પ લઈને 2022 સુધી હિંદુસ્તાનને નવી ઊંચાઈઓ પર પહોંચાડવાનું છે. તેમાં અમે એક નિર્ણય લીધો છે. વર્ષ 2022 સુધી હિંદુસ્તાનના દરેક ગરીબને, જેની પાસે પોતાનું ઘર નથી એવા તમામ પરિવારોને પોતાનું ઘર હોય, ઘરમાં વીજળી હોય, પાણી હોય – આ સ્વપ્ન સાકાર કરવા અમે રિયલ એસ્ટેટને પણ, બાંધકામના કામને પણ ઈન્ફ્રાસ્ટ્રકચરનો દરજ્જો આપીને અનેક સુવિધાઓ આપી છે. તેનો ઉદ્દેશ ગરીબ પોતાનું ઘરનું ઘર બનાવી શકે એવો છે. દેશમાં વીમા ક્ષેત્રમાં સરકારી કંપનીઓ સારી રીતે કામ કરે છે. અમે તેમાં ખાનગી કંપનીઓ માટે સ્પર્ધાનું વાતાવરણ ઊભું કર્યું છે, જેથી સામાન્ય નાગરિકને વાજબી ખર્ચે વીમાની વ્યવસ્થાનો લાભ મળે. વીમા ક્ષેત્રમાં સુધારો કરીને વિદેશી રોકાણની મર્યાદા 26 ટકાથી વધારીને 49 ટકા કરવાનો નિર્ણય પર અમારી સરકારે લીધો છે. દેશના બેંકિંગ સેક્ટરમાં અમે બેંકોને મર્જ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. બેંકિંગ પ્રણાલીને મજબૂત કરવા પર પણ સરકારે વિશેષ ભાર મૂક્યો છે. બેંકિંગ ક્ષેત્રમાં નિમણૂંક માટે અમે અલગથી બેંક રિક્રૂટમેન્ટ બોર્ડની રચના કરી છે. આ સ્વતંત્ર સંસ્થા છે, જે બેંકો માટે ભરતીનું કામ કરે છે. તેમાં આંતરિક રાજકીય હસ્તક્ષેપ અમે ખતમ કરી દીધો છે.
અમે દેશની અંદર બે મહત્વપૂર્ણ કાયદા બનાવ્યા છે – કરપ્સી એન્ડ ઈનસોલવન્સી કોડ. તેનાથી સમગ્ર વિશ્વના ઉદ્યોગપતિઓ, મૂડી રોકાણકારો વચ્ચે વિશ્વાસ પેદા થશે અને બેંકોને પણ નવી તાકાત મળશે. બેંકરપ્સીનો કાયદો આધુનિક છે, જેની જરૂર ઘણાં દાયકાઓથી અમારા દેશમાં હતી. અમે સરકારના નિયમોમાં પણ સરળતા લાવવાનો પ્રયાસ કર્યો છે. મિનિમમ ગર્વન્મેન્ટ મેક્સિમમ ગર્વનન્સ દ્વારા જનતા કે સામાન્ય નાગરિકોને વ્યવસ્થામાં કોઈ મુશ્કેલી ન પડે એવી સુનિશ્ચિતતા કરવામાં આવી છે. રોકાણકારોને નાની-નાની બાબતો માટે લાંબો સમય રાહ ન જોવી પડે – આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી પરિવર્તન થઈ રહ્યા છે.
એક સમય હતો જ્યારે ભારતમાં પર્યાવરણ માટે મંજૂરી લેવી, કોઈ નવો ઉદ્યોગ શરૂ કરવો હોય તો ઓછામાં ઓછા 600 દિવસ લાગતા હતા. ઓછામાં ઓછા. આજે અમે તેનું પ્રમાણ ઘટાડીને છ મહિનાની અંદર પર્યાવરણની મંજૂરીની વ્યવસ્થા કરી નાખી છે. આવનારા દિવસોમાં આ જ રીતે જ્યાં નવા ઉદ્યોગ માટે 2014માં 15 દિવસ, મહિનો, બે મહિના કે ત્રણ મહિના લાગતા હતા જે આજે બે કે ત્રણ સપ્તાહમાં અને તાજી સ્થિતિ મુજબ તો કંપની શરૂ કરવામાં 24 કલાકની અંદર અથવા તો તેનું કામ 24 કલાકમાં થઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં સરકાર સફળ થઈ છે. જો કોઈ નાનો યુવાન પ્રારંભથી જ પોતાનો વ્યવસાય શરૂ કરવા માગે છે તો તે ફક્ત એક જ દિવસમાં પોતાની કંપની રજિસ્ટર કરાવી શકે છે.
બીજા વિશ્વયુદ્ધમાં પોતાનું તમામ ગુમાવી ચૂકેલો દેશ હવે પોતાના પગ પર ઊભો રહી શક્યો છે કેમ કે તેણે પોતાના દેશના યુવાનોની આવડતના વિકાસ પર ધ્યાન આપ્યું. હવે આ સોનેરી તક વિશ્વના સૌથી નવયુવાન દેશ ભારત પાસે છે. આજે હિન્દુસ્તાન નવયુવાન છે. ભારતની 65 ટકા વસતિ 35થી ઓછી વયના યુવાનોની છે. જે દેશમાં આટલી મોટી સંખ્યામાં નવયુવાનો હોય તે દેશના સ્વપ્ન પણ યુવાન હોય છે. તેના સંકલ્પ પણ યુવાન હોય છે અને તેના પ્રયાસો પણ ઊર્જાથી ભરેલા હોય છે. અને ભારતમાં સ્કીલ ડેવલપમેન્ટ પર ભાર મૂકતા પહેલી વાર કૌશલ્ય વિકાસ મંત્રાલયની દેશમાં રચના કરવામાં આવી. અને પહેલા ક્યાંક અલગ અલગ 21 વિભાગોમાં, મંત્રાલયોમાં, 50-55 વિભાગોમાં આ કૌશલ્ય વિકાસની અલગ અલગ વ્યવસ્થા વિખરાયેલી પડી હતી. આ સરકારે કૌશલ્ય વિકાસના અલગ અલગ કાર્યક્રમોને એક મંત્રાલય બનાવીને એક મંચ પર લાવીને એક સાકલ્યવાદી વલણની સાથે વ્યાપક કેન્દ્રીય પ્રવૃત્તિના રૂપમાં કૌશલ્ય વિકાસને મહત્વ આપ્યું. દેશભરમાં 600થી વધુ લગભગ તમામ જિલ્લામાં એક કૌશલ્ય વિકાસ કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીલની એક નવી કલ્પનાની સ્થાપના કરવામાં આવી. ભારતીય નવયુવાનોને આંતરરાષ્ટ્રીય પ્રશિક્ષણ આપવાના તેના ઇરાદા વૈશ્વિક માપદંડ બની ગયા. ભારતીય ઇન્ટરનેશનલ સ્કીલ સેન્ટરના 50 નેટવર્ક સરકાર તૈયાર કરી રહી છે. તેમાં આંતરરાષ્ટ્રીય માપદંડને ધ્યાનમાં રાખીને કૌશલ્યની તાલીમ આપવામાં આવી રહી છે. યુવાનો માટે જરૂરી છે કે તેમને ઉદ્યોગની વર્તમાન જરૂરિયાત મુજબ તાલીમ મળે. આ માટે સરકારે નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશનલ યોજના શરૂ કરી છે. તેના અંતર્ગત સરકારનો લક્ષ્યાંક 50 લાખ યુવાનોને એપ્રેન્ટિસશિપની તાલીમ આપવાનો છે. આ યોજના માટે સરકાર લગભગ દસ હજાર કરોડનો ખર્ચ કરી રહી છે. આ યોજનાનો હેતુ એપ્રેન્ટિસશિપ કરનારા યુવાનોની સંખ્યા વધારવાની સાથે સાથે એ ગામડાઓ તથા કંપનીઓને પ્રોત્સાહિત કરવાનો છે જે આવા નવયુવાનોને એપ્રેન્ટિસશિપ માટે પોતાને ત્યાં રાખે છે. આથી સરકાર માલિકોને પણ આર્થિક મદદ કરે છે. પહેલી વાર નોકરીઓને ટેક્સ ઇન્સેન્ટિવ સાથે સાંકળી લેવામાં આવી છે. નવી નોકરીઓની તક પેદા કરનારા માલિકોને ટેક્સમાં મુક્તિ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. યુવાન પેઢીમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે અટલ ઇનોવેશન મિશન AIM શરૂ કરવામાં આવ્યું છે. દેશની શાળા અને કોલેજોમાં સંશોધન અને સાહસને ઇકો સિસ્ટમ બનાવ્યા બાદ ભાર મૂકવામાં આવી રહ્યો છે. એ વાત માનવી પડશે કે ઇઝરાયેલ આજે જ્યાં પહોંચ્યું છે તેમાં ઇનોવેશનનું મોટું યોગદાન છે. જ્યાં ઇનોવેશન બંધ થઈ જાય છે ત્યાં જીવનનો માર્ગ અટકી જાય છે. ઉત્પાદન, ટ્રાન્સપોર્ટ, એનર્જી, કૃષિ બોલ્ટર અને સેનિટેશન જેવા અનેક ક્ષેત્રમાં ઇનોવેશન સાહસને વેગ આપવા માટે અટલ ઇનક્યુબેશન સેન્ટરની પણ સ્થાપના કરવામાં આવી છે અને તેનો પ્રારંભ થઈ રહ્યો છે. તે નવા પ્રારંભકારોને આર્થિક મદદ પણ કરશે અને તેમને યોગ્ય માર્ગ ચીંધવાનું કામ પણ કરશે. તે યુવાનો પોતાનો રોજગાર જાતે કરી શકે તેના માટે સરકારે મુદ્રા યોજના પણ શરૂ કરી છે. કોઈ પણ બેંક ગેરંટીને બદલે સ્વરોજગાર માટે બેંકોમાંથી નાણા લેવા માટે તેમને લોન આપવાની મોટી કામગીરી છેલ્લા ત્રણ વર્ષમાં આઠ કરોડથી વધારે ખાતાધારકોને ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધારે લોન કોઈ પણ પ્રકારની ગેરન્ટી વિના આપવામાં આવી છે.
મિત્રો, મજૂર સુધારણાને ક્યારેક ક્યારેક દુનિયામાં સુધારેલા મજૂર સાથે સાંકળવામાં આવે છે. મોટી મોટી વાતો તો ઘણી થાય છે પરંતુ સરકારે આ મજૂરોના હિતોમાં પણ અને વિકાસની યાત્રામાં જોર આપનારા એક સાકલ્યવાદી વલણની સાથે શ્રમમાં પણ સુધારા કર્યા છે. અને, તેથી કારોબાર વધારવામાં તેમને તકલીફ પડે નહીં, માલિકો અને કર્મચારીઓ તથા અનુભવ આ ત્રણેય માટે સાકલ્યવાદી અભિગમ અપનાવીને અમે કામ કરી રહ્યા છીએ. થોડા મહિના અગાઉ સરકારે મોટું પરિવર્તન કરીને નિર્ણય લીધો હતો કે વેપારીઓને શ્રમ કાયદા હેઠળ 56 રજિસ્ટર રાખવા પડતા હતા. અમે સુધારો કરીને 56માંથી આ સંખ્યા પાંચ ઉપર લઈ આવ્યા હતા. હવે માત્ર પાંચ રજિસ્ટર દ્વારા નવ શ્રમ કાનૂનોની જરૂરિયાત પૂરી થઈ રહી છે.
આ જ રીતે સરકારે શ્રમ સુવિધા પોર્ટલ પણ શરૂ કર્યું છે. આ પોર્ટલ એક એવું માધ્યમ છે જેમાં માત્ર એક રિપોર્ટ આપીને વેપારી 16થી વધુ શ્રમ કાનૂન સાથે સંકળાયેલી જરૂરિયાતોની પૂર્તિ પળભરમાં કરી શકે છે. સામાન્ય દુકાન અને સંસ્થાઓ વર્ષમાં 365 દિવસ ખુલ્લી રાખી શકે તે માટે પણ રાજ્યોને સલાહ આપવામાં આવી. 1948 એક્ટના ફેક્ટરી એક્ટમાં પરિવર્તન આણીને રાજ્યોને સલાહ આપવામાં આવી છે કે તેઓ મહિલાઓને રાત્રી દરમિયાન કામ કરવાની સવલત પૂરી પાડે. ભારતમાં મહિલાઓની સક્રિયતા, વિકાસમાં મહિલાઓની ભાગીદારી જેટલી વધશે તો ભારતની વિકાસયાત્રાની તાકાત વધશે. અને તેથી જ મહિલાઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો.
વિશ્વના સમૃદ્ધ દેશોમાં પણ મેટરનીટી રજા, કામ કરનારી મહિલાઓ માટે મેટરનીટીની ચાલુ પગારની રજા 12 સપ્તાહથી વધુ મળતી નથી. મારા પ્યારા દેશવાસીઓ હું તમને ખાતરી આપું છું કે હિન્દુસ્તાને મેટરનીટી ચાલુ પગારની રજા 26 સપ્તાહની કરી છે અને એટલે કે એક રીતે તેમને છ મહિનાની રજા મળશે.
શ્રમિકોએ એટલા માટે છોડી દેવાયા હતા કે કોણ આ માટે સરકારી કચેરીઓમાં તેના માટે આંટાફેરા કરે, આ પૈસા ભારતના ગરીબ શ્રમિકોના હતા. તેથી સરકારે યુનિવર્સલ એકાઉન્ટ નંબર પણ આપ્યા. એક તરફ તમને યુનિવર્સલ એકાઉન્ટ નંબરથી આશ્ચર્ય થશે, નાના નાના કારખાનામાં મજૂરો કામ કરતા હતા. એક સ્થળેથી બીજા સ્થળે જતા હતા અને તેમના નાણા જે ઇપીએફમાં જમા થતા હતા તે છોડી દેતા હતા. સરકાર પાસે આવા 27 હજાર કરોડ આ રીતે બિનવારસી પડ્યા રહ્યા હતા. અમે એવી વ્યવસ્થા કરી કે હવે મજૂર જ્યાં પણ જશે તેની સાથે તેનો એકાઉન્ટ નંબર પણ જશે અને તેને તેના નાણા મળી રહેશે.
આ સમયે ભારતમાં સૌથી વધુ રેકોર્ડ સંખ્યામાં વિદેશી મૂડી રોકાણ થઈ રહ્યું છે. મહત્તમ વિદેશી સીધુ રોકાણ વિદેશમાં રહેતા ભારતીયો પણ મોટી સંખ્યામાં રોકાણ કરી રહ્યા છે. અલગ અલગ દેશોની રેન્કિંગ કરનારી એજન્સી અને સંસ્થાને આશ્ચર્ય થાય છે, મેકિંગ ઇન્ડિયા એક એવી બ્રાન્ડ બની ગઈ છે જેનાથી સમગ્ર દુનિયા અચંબિત છે. આજે ડિજિટલ મામલે પણ ભારત મોખરે છે અને વિશ્વમાં લિડર તરીકે આગળ આવી રહ્યું છે. ભારત વર્લ્ડ ડિજિટલ ક્રાંતિનું હબ બની રહ્યું છે. સાથીઓ, સુધારણાનો અર્થ માત્ર નવો કાયદો લાવવો એટલો જ નથી. દેશના વિકાસની વચ્ચે આવી રહેલા કાનૂનમાં પરિવર્તન કરવું અને જે કાનૂનની જરૂરિયાત રહી નથી તેને ખતમ કરવો તે પણ સુધારણાનો એક ભાગ જ છે. છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં 1200 જૂના કાનૂન ખતમ કરી નાખવામાં આવ્યા છે. અન્ય 40 કાનૂનનો અંત આણવાની દિશામાં અમે આગળ ધપી રહ્યા છીએ.
દોસ્તો, ભારતનો ખેડૂત માટીમાંથી સોનું પેદા કરવાની તાકાત ધરાવે છે. તેમની મહેનતનું જ પરિણામ છે કે આ વર્ષે ભારતમાં અનાજ વિક્રમજનક સંખ્યામાં પેદા થયું છે. સ્વતંત્ર ભારતનો સૌથી વધુ અનાજ પેદા કરવાનો રેકોર્ડનો અંદાજ આ વર્ષે છે. ચોમાસાની સાથે અને કેન્દ્ર સરકારની કિસાન નીતિઓને કારણે આ શક્ય બન્યું છે. આ સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઇરાદા સાથે કામ કરી રહી છે. નીતિઓ ઘડાઈ રહી છે. બીજથી લઈને બજાર સુધી ખેડૂતોની તમામ સમસ્યાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દરેક ખેતર સુધી પાણી પહોંચાડવા માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ચલાવવામાં આવી રહી છે. ઘણા વર્ષોથી અટકેલી લગભગ 100 એટલે કે 99 મોટી સિંચાઈ પરિયોજનાની પસંદગી કરીને તેને નિયત સમયમાં પૂરી કરવા માટે મોટી રકમ લગાવવામાં આવી રહી છે. તેને અલગથી મોનિટર કરવાની યોજના છે. સેટેલાઇટ ટેકનોલોજી સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડ્રોનનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું પરિણામ એ છે કે ખેતીલાયક જમીનને માઇક્રો ઇરિગેશનના કાર્યક્ષેત્રમાં લાવવાની ઝડપ હવે બમણી થઈ ગઈ છે. ખેડૂતોને સારી ક્વોલિટીના બીજ મળે, તેમના પાકની જમીન અંગે જાણકારી હોય તેના માટે પણ કામ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં આઠ કરોડ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. આ કાર્ડની અસર પાકના ઉત્પાદન પર પણ જોવા મળી છે. આ જ રીતે યુરિયાની 100 ટકા નીમ કોટિંગથી યુરિયાની ક્ષમતા વધી છે. અનાજનું ઉત્પાદન વધ્યું છે અને ખેડૂતોની પડતર ઘટી છે. તેમને તેમનો પાક વેચવામાં તકલીફ પડે નહીં તેથી ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ એટલે કે ઇ-નામ યોજના ઝડપથી કામ કરી રહી છે. એક નેશનલ ઓનલાઇન બજાર બનાવવામાં આવ્યું છે. હવે દેશની 450થી વધુ કૃષિ મંડળીઓ તેની સાથે સંકળાઈ છે. સરકાર ખેતીમાં ખેડૂતોનું જોખમ ઘટાડીને તેમને એટલી જ આસાનીથી લોન આપવા બાબતે પણ કામ કરી રહી છે. હવામાનના મારને કારણે ખેડૂતો પર આફત આવે નહીં તે માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત સરકારે રિસ્ક રકમ વધારી છે અને પ્રિમિયમ ઘટાડ્યું છે. ખેતી સાથે સંકળાયેલા તમામ ક્ષેત્ર પર સરકાર ધ્યાન આપી રહી છે જેનાથી તેની આવક વધી શકે.
ગયા મહિને સરકારે દેશના ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે કિસાન સંપદા યોજના શરૂ કરી છે. આજે પણ આપણા દેશમાં લગભગ એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન એટલા માટે થાય છે કેમ કે પાક પેદા થયા બાદ માળખાગત અને પુરવઠાની વ્યવસ્થા મજબૂત નથી. ફળ, શાકભાજી લોકો સુધી પહોંચતા પહેલા જ બગડી જાય છે. કિસાન સંપદા યોજનાથી આ ક્ષેત્ર મજબૂત બનશે તો ખેડૂતોનું નુકસાન ઘટશે અને આવક વધશે.
ઈઝરાયલ-ભારત ટેકનોલોજીના ક્ષેત્રમાં ખભે ખભા મિલાવીને ચાલી શકે છે. કૃષિ ક્ષેત્રમાં ઈઝરાયલનો સાથ ભારતમાં બીજી હરિત ક્રાંતિમાં મદદ કરી શકે છે. આ જ રીતે ડિફેન્સ, સ્પેસ ટેકનોલોજીમાં પણ બંને દેશના સંબંધ વધવાથી બંને દેશને ઘણો લાભ થશે. તેથી જરૂરી છે કે બંને દેશ સેંકડો વર્ષોની આત્મતા અને 21મી સદીની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને એક સાથે આગળ વધે. અહીં ઈઝરાયલમાં 600 ભારતીય વિદ્યાર્થીઓ અલગ અલગ વિષયમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમાંના કેટલાક આ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત છે.
મારા નવયુવાન મિત્રો, તમે ભારત અને ઈઝરાયલની વચ્ચે ટેકનોલોજી અને ઇનોવેશનના બીજની માફક છો. મારા મિત્ર બેન્જામિન નેતાન્યાહુ અને મેં બંને ક્વેટ સેન સાથે સહમત છીએ કે ભવિષ્યમાં બંને દેશ વચ્ચેના સંબંધોનો મુખ્ય આધાર સાયન્સ ઇનોવેશન અને રિસર્ચ જ રહેનારો છે. તેથી આજે તમે જે કાંઈ પણ ઈઝરાયલમાંથી શીખી રહ્યા છો તે આવનારા વર્ષોમાં ભારતને વધુ મજબૂત બનાવવાના કામમાં આવશે. કેટલાક કલાક અગાઉ મોશે હોત્ઝબર્ગ સાથે મારી મુલાકાત થઈ. તે બેઠકે મુંબઈ હુમલાની યાદ અપાવી. આતંકવાદની ઉપર જીવવાનો ઉત્સાહ કેવી રીતે વિજયી થાય છે તે પણ મારી તેમની સાથેની મુલાકાતમાં જોવા મળ્યું. સ્થાયિત્વ, શાંતિ અને સદભાવના આ ભારત માટે જેટલા મહત્વના છે એટલા જ ઈઝરાયલ માટે પણ છે. દોસ્તો, ઈઝરાયલમાં રહેનારાઓ ભારતીય સેવા શૌર્ય અને સદભાવનાના પ્રતિક છે. અહીં પણ વડીલોની સેવામાં હજારો ભારતીયો જીવટની ભૂમિકામાં છે. બેંગલોર, દાર્જીલિંગ, આંધ્ર પ્રદેશ અને દેશના અલગ અલગ પ્રાંતોમાંથી અહીં આવીને તમે જે રીતે સેવા ભાવથી કામ કર્યું છે, આવા ઉદાહરણ એક ઈઝરાયલવાસીનું દિલ જીતવાનું કામ તમે કર્યું છે. હું તમને અભિનંદન આપું છું.
સાથીઓ ઈઝરાયલમાં રહેતા ભારતીય સમૂદાયના લોકોને હું એક ખુશખબર આપવા માગું છું. અહીં રહેતા ભારતીયોનો ઓસીઆઈ અને પીઆઈઓ કાર્ડ અંગે ઘણી તકલીફ પડી રહી છે. મને જાણકારી મળી છે કે જે સંબંધો દિલથી જોડાયેલા હોય છે તે કોઈ કાગળ કે કાર્ડ પર આધારિત હોતા નથી. એવું ન બની શકે કે ભારત તમને ઓસીઆઈ કાર્ડ આપવાનો ઇનકાર કરે. તેથી હું તમને ખુશખબર આપું છું. જો ભારતીય યહૂદી સમૂદાયને ઓસીઆઈ કાર્ડ ન મળી શકે તો ઓસીઆઇ કાર્ડ આપવાનો હેતૂ પૂર્ણ થઈ શકે નહીં. ભાઇઓ અને બહેનો હું તમને ખાતરી આપવા માગું છું કે ભારતીય સમૂદાયના જે લોકોએ ફરજિયાત લશ્કરી સેવા કરી છે તેમને પણ હવેથી ઓસીઆઈ કાર્ડ મળી જશે. ફરજિયાત લશ્કરી સેવા સાથે સંકળાયેલા કેટલાક નિયમોને કારણે તમે તમારા પીઆઈઓ કાર્ડને ઓસીઆઈ કાર્ડમાં રૂપાંતરિત કરી શકતા ન હતા. આ નિયમોને પણ હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજી વાત બંને દેશ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધારવા માટે છેલ્લા ઘણા સમયથી ઈઝરાયલમાં ઇન્ડિયન કલ્ચર સેન્ટરની કમી સાલતી હતી. આજે તમારી વચ્ચે હું એ જાહેરાત કરવા માગું છું કે ટૂંક સમયમાં જ ભારત સરકાર ઈઝરાયલમાં ઇન્ડિયન કલ્ચર સેન્ટર શરૂ કરી રહી છે.
ભારત તમારા દિલમાં વસેલું છે. ઇન્ડિયન કલ્ચર સેન્ટર તમને હંમેશા ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રાખશે. આજે આ જ અવસર પર હું ઈઝરાયલમાં વસેલા ભારતીય સમૂદાયની સાથે સાથે ઇઝરાયલી નવયુવાનોને પણ આહવાન કરવા માગું છું કે તેઓ વધુને વધુ સંખ્યામાં ભારત આવે. ભારત અને ઈઝરાયલ માત્ર ઇતિહાસથી જ નહીં પરંતુ સંસ્કૃતિથી પણ એકબીજા સાથે સંકળાયેલા છે. બંને માનવીય મૂલ્યો અને માનવીય વારસાના ભાગીદાર છે. પરંપરાની પૂજા અને કપરી પરિસ્થિતિમાંથી નીકળવાનું બંને દેશને આવડે છે. તેના ઘણા પ્રતિક ભારતમાં છે અને ઈઝરાયલના યુવાનોએ આ ઐતિહાસક યાત્રાના સાક્ષી બનવા માટે વારંવાર ભારત આવતા રહેવું જોઇએ.
મને સંપૂર્ણ ખાતરી છે કે અતિથિને ભગવાન માનનારો અમારો દેશ તમને સારી યાદગીરી સાથે જ પરત ફરવા પ્રેરિત કરશે. અંતે ફરી એક વાર યહૂદી સમૂદાયને મારા મિત્ર બેન્જામિન નેતાન્યાહુ અને સમગ્ર ઈઝરાયલનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને ભાઇઓ-બહેનો હવે દિલ્હી, મુંબઈ, તેલ અવિવ-દિલ્હી, મુંબઈ-તેલ અવિવ વિમાન સેવા શરૂ કરવામા આવશે. અને તેથી જ હું અહીંના યુવાનોને વારંવાર આવવા માટે કહી રહ્યો છું, આમંત્રણ આપી રહ્યો છું કે આવો ભારત આવો. ફરી એક વાર ઈઝરાયલની જનતાનો, સરકારનો અને મારા મિત્ર પ્રધાનમંત્રી નેતાન્યાહુનો આ સ્વાગત, સન્માન માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.
આભાર.
AP/J.Khunt/TR/GP
PM @narendramodi and I have decided to take our partnership to new heights: PM @netanyahu at the community programme
— PMO India (@PMOIndia) July 5, 2017
For the first time in 70 years an Indian PM has got an opportunity to visit Israel. This is a matter of joy: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 5, 2017
Yes, we are meeting after a very long time. It took many years for this visit to happen: PM @narendramodi https://t.co/JVLG00Bequ
— PMO India (@PMOIndia) July 5, 2017
Our ties with Israel are about mutual trust and friendship: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 5, 2017
Israel has shown that more than size, it is the spirit that matters: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 5, 2017
Jewish community has enriched India with their contribution in various fields: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 5, 2017
Mayors of various Israeli cities have also joined us today. Their love for India has drawn them here, I thank them: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 5, 2017
भारत से आए ज्यूइश समुदाय ने इजरायल के विकास में अहम भूमिका निभाई है: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 5, 2017
मैं इजरायल के पूर्व राष्ट्रपति और यहां के महान नेता Shimon Peres को भी श्रद्दांजलि देना चाहूंगा। मुझे उनसे मिलने का सौभाग्य मिला था: PM
— PMO India (@PMOIndia) July 5, 2017
Innovation के प्रति इजरायल की गंभीरता इसी साबित होती है कि अब तक 12 इजरायलियों को अलग-अलग क्षेत्र में नोबल पुरस्कार मिल चुका है: PM
— PMO India (@PMOIndia) July 5, 2017
The aim of my Government is reform, perform and transform: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 5, 2017
With GST we are aiming towards the economic integration of India: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 5, 2017
We have introduced 100% FDI in key sectors, which will help our economy: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 5, 2017
With the aim of 'housing for all' we have placed emphasis on the construction and the real estate sector: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 5, 2017
एक समय था जब भारत में environmental clearance मिलने में 600 दिन से ज्यादा का समय लग जाता था: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 5, 2017
इसको घटाते-घटाते अब 180 तक पर ले आया गया है। आने वाले दिनों में इसमें और कमी का प्रयास किया जा रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 5, 2017
देश भर में 600 से ज्यादा कौशल विकास केंद्र खोले जा रहे हैं, Indian Institute of Skills की स्थापना की गई है: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 5, 2017
इजरायल में रह रहे भारतीय समुदाय के लोगों को OCI और PIO कार्ड को लेकर हो रही दिक्कत के बारे में मुझे पता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 5, 2017
जो रिश्ते दिल से जुड़े हुए हों, वो किसी कागज या कार्ड के ऊपर निर्भर नहीं होते: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 5, 2017
अगर भारतीय ज्यूइश समुदाय को OCI कार्ड नहीं मिल पाया तो इस OCI कार्ड देने का उद्देश्य ही पूरा नहीं हो पाएगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 5, 2017
भारतीय समुदाय के जिन लोगों ने इजरायल में Compulsory Army Service की है, उन्हें भी अब से OCI कार्ड दिया जाएगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 5, 2017
Compulsory Army Service से जुड़े कुछ नियमों की वजह से आप अपने PIO कार्ड को OCI कार्ड में नहीं बदल पा रहे थे: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 5, 2017
इन नियमों को भी सरल करने का फैसला लिया गया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 5, 2017
जल्द ही भारत सरकार इजरायल में Indian Cultural Centre खोलने जा रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 5, 2017
भारत और इजरायल सिर्फ इतिहास से नहीं बल्कि स्संकृति से भी एक दूसरे से जुड़े हुए हैं। दोनों मानवीय मूल्यों और मानवीय विरासत के साझीदार हैं: PM
— PMO India (@PMOIndia) July 5, 2017