Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એમએસ સ્વામીનાથન દ્વારા લિખિત પુસ્તકના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


એમએસ સ્વામીનાથન દ્વારા લિખિત પુસ્તકના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


આદરણીય શ્રી ડૉ. એમ. એસ. સ્વામીનાથનજી, મંત્રી પરિષદમાં મારા સાથી શ્રીમાન રાધા મોહન સિંહજી અને અહીં ઉપસ્થિત તમામ મહાનુભવો,

જયારે હું ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી રહ્યો હતો, ત્યારે ડૉ. સ્વામીનાથનજી સાથે મારો પરિચય થયો હતો અને તે સમયે અમે એક સોઇલ હેલ્થ કાર્ડ યોજનાની શરૂઆત કરી હતી. જયારે હું તે વિચાર પર કામ કરી રહ્યો હતો તો મારી બાજુએથી પણ ઘણો અમલદારશાહી પ્રતિકાર રહેતો હતો કે શું કરી રહ્યા છો, શું કરી રહ્યા છો વગેરે વગેરે પરંતુ જયારે સ્વામીનાથનજીએ જનતા માટે એક નિવેદન આપ્યું, કદાચ ચેન્નાઈથી આપ્યું હતું અને આ કેટલું મોટું મહત્વપૂર્ણ પગલું અમે ઉપાડ્યું છે અને તેનાથી આગળ જતા કેટલો ફાયદો થશે અને એકદમ મારી સરકારમાં મારા સાથીઓને જે વસ્તુઓ હું નહોતો સમજાવી શકતો, મારે ઘણી મહેનત કરવી પડી રહી હતી કે ના ના ભાઈઓ આને કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, પરંતુ જેવું ડૉ. સ્વામીનાથનજીનું નિવેદન આવ્યું છાપામાં, સંપૂર્ણ અમલદારશાહીનો મિજાજ બદલાઈ ગયો, બધાને લાગ્યું અરે આ તો બહુ મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છે, હવે તો કામ કરવાનું છે. આ હું એટલા માટે કહી રહ્યો છું કે તેમની જે તપસ્યા છે, સાધના છે, તેનું કેટલું મુલ્ય છે, તેનો અનુભવ મેં પોતે ત્યાં જાતે કર્યો. હવે તો આ યોજના આખા દેશમાં લાગુ કરવાનો અમારો પ્રયાસ છે અને આમ તો તેઓ કહેવાય છે કૃષિ વૈજ્ઞાનિક પરંતુ ક્યારેક ક્યારેક મને લાગે છે કે તેઓ ખેડૂત વૈજ્ઞાનિક છે, તેમની અંદર એક ખેડૂત જીવિત છે, માત્ર લેબોરેટરીવાળા કૃષિ, ઉત્પાદન, ગુણવત્તા તેનાથી વધારે તેમના જે પેપરો વગેરે જોઈએ તો ભારતીય સંદર્ભમાં છે. ભારતની કૃષિના સંદર્ભમાં છે. ભારતના ખેડૂત કેન્દ્રીત છે. આ વસ્તુઓ જયારે આવે છે તો તે મહત્વની બની જાય છે નહિતર ક્યારેક ક્યારેક જમીનની ઉપર ઘણી વસ્તુઓ આવે છે પરંતુ પછી તે વચ્ચેનો તફાવત પૂરો નથી થતો. ડૉ. સ્વામીનાથનજીની વિશેષતા રહી છે કે તેમણે જે વસ્તુઓ જયારે પણ રજૂ કરી તે જમીન સાથે જોડાયેલી હતી અને તેનું પરિણામ એ આવ્યું કે તે ઘણી કામ લાગી અને મોટાભાગે તેનો ઉપયોગ પણ થયો.

આજના યુવાનને ડૉ. સ્વામીનાથન કેવી રીતે પ્રેરણા આપી શકે છે, આપણા દેશની એક સમસ્યા છે કે, રાજનેતાઓને બધા જાણે છે, વૈજ્ઞાનિકોને ઘણા ઓછા લોકો જાણે છે. દરેક ગલી અને મહોલ્લામાં રાજનેતાઓના નામ જાણતા હોય છે પરંતુ આટલું મોટું યોગદાન આપનારા લોકોની ઓળખ આપણે ત્યાં નથી થતી, કદાચ વ્યવસ્થાનો દોષ હશે અથવા સ્વભાવનો દોષ હશે, જે પણ હશે પરંતુ લાંબા સમયથી ખોટ વર્તાઈ રહી છે અને તેના કારણે કદાચ આજની યુવા પેઢીને પણ એક રમતવીર પાસેથી પ્રેરણા મળતી હોઈ શકે, એક વરિષ્ઠ કલાકારથી મળી શકતી હશે, કોઈ રાજનેતા પાસેથી મળી શકતી હશે, કોઈ મોટા ઉદ્યોગપતિ કુટુંબમાંથી મળી શકતી હશે, પરંતુ વિશાળ સ્તર પર યુવાનનું વૈજ્ઞાનિકો તરફથી ધ્યાન નથી જતું.

તમે કલ્પના કરો કે એક વૈજ્ઞાનિક પોતાની યુવાવસ્થામાં દુનિયાની એક કલ્પનાના, ભારત તો ભૂખ્યું મારશે, ભારત તો ખતમ થશે, નિરાશાનો માહોલ હોય, ભારતને એકદમ માની લેવામાં આવ્યું હોય કે આ તો હવે ગયું, એવા સમયે એક યુવા વૈજ્ઞાનિક સંકલ્પ લઈને કહે કે ના પરીસ્થિત બદલાઈ શકે છે અને આપણે બદલીને રહીશું, સંપૂર્ણ હરિયાળી ક્રાંતિના મિજાજમાં એક યુવા વૈજ્ઞાનિકનો તે સંકલ્પ છે. જે ડૉ. સ્વામીનાથનના રૂપમાં આપણી સામે દોડી રહી છે આ બધી વસ્તુઓ આજની યુવા પેઢીને ખબર નથી, આજના યુવાનોની સામે પણ જો આ દિશાઓ છે, સ્ટાર્ટ અપની દુનિયા છે, તેમની સામે કુપોષણ એક પડકાર છે. તેલીબીયાં, કઠોળ, દાળ, આપણે ત્યાં કઠોળમાં ઉત્પાદન પણ ઓછું છે અને તેમાં પ્રોટીન ઉમેરીને ગુણવત્તા પણ વધારાની જરૂર છે. હવે આ પડકારો આજની યુવા પેઢી જો મનમાં નક્કી કરીને ચાલે કે કુપોષણની અવસ્થાને બદલીને રહીશું, આપણે કૃષિ ક્રાંતિમાં એવા પ્રકારની વસ્તુઓ લાવીશું અને મહાત્મા ગાંધી પણ કહેતા હતા કે ભૂખ્યાનો ભગવાન, તો ભોજન હોય છે અને એ જ વાત આપણે વૈજ્ઞાનિક રીતે કેવી રીતે આગળ વધારીએ, મને કેટલીક વસ્તુઓ વ્યક્તિગત જીવનમાં ખૂબ સ્પર્શી જાય છે જેમ કે હું માનું છું કે કદાચ હિન્દુસ્તાનના બધા જ પ્રધાનમંત્રીઓ સાથે તમે કામ કર્યું છે પહેલાથી લઈને મારા સુધી, તમે દુનિયામાં જોયું છે કોઈ એક પ્રધાનમંત્રી પાસે જૂનો પડાવેલો ફોટો પણ હોય તો માણસ 2 ફૂટ ઉપર ચાલવા લાગે છે, આ આટલી સાદગી, આટલી સરળતા ક્યારેય આ વસ્તુઓ સ્વામીનાથનજીમાં પ્રતિબિંબિત થતી મેં નથી જોઈ અને આ બધી વસ્તુઓ હું પુસ્તકના આધારે નથી કહી રહ્યો. હું ગુજરાતમાં હતો ત્યારે પણ આમ જ સાદી રીતે આવતા હતા, મળતા હતા અને જયારે મળતા હતા તો ખબર પણ નહોતી પડતી કે આ આટલા મોટા માણસ છે, ખબર જ નહોતી પડતી જી, આ પોતાનામાં જ સાર્વજનિક રૂપે સફળતાને પચાવવી કેવી રીતે એ બહુ શીખવા જેવી વાત છે. એક વ્યક્તિના રૂપમાં ચહેરા ઉપર પ્રસન્નતા, ભાગ્યે જ કોઈકે તેમના ચહેરા ઉપર ખિન્નતા જોઈ હશે નહિતર તો મોટાભાગે વૈજ્ઞાનિકો (મને માફ કરજો) અહીંયા બેઠેલા છે, તેઓ 21મી સદીમાં પણ એવી રીતે જીવે છે જાણે 18મી શતાબ્દીમાં જીવતા હોય, આખી દુનિયાનો ભાર તેમની ઉપર હોય છે, ખોવાયેલા રહે છે, પરિવારના લોકો પણ ચિંતામાં રહે છે કે આ બોલતા કેમ નથી, આમના જીવનમાં સાવ ઊંધું છે, હંમેશા પ્રસન્નચિત, તેઓ પોતાનામાં જ મોટી અને આ ત્યારે થાય છે કે જયારે જીવનની કેટલીક બાબતોને અંદર ઉતારેલી હોય, મગજના જ્ઞાનથી તે શક્ય નથી, નસોમાં જયારે તે બાબતો દોડવા લાગે છે ત્યારે આ શક્ય બને છે અને હું માનું છું કે કોઈ ને કોઈ ઈશ્વર કૃપા રહી હશે, કોઈ ને કોઈ તેમના માતા પિતાના સંસ્કારોના કારણે રહ્યું હશે કે આ તેમના જીવનમાં પહોંચાડ્યું છે.

આપણા દેશમાં કૃષિ ક્ષેત્રને લઈને આજે પણ પડકારો એવા ને એવા છે. હરિયાળી ક્રાંતિથી 2જી હરિયાળી ક્રાંતિની ચર્ચા થાય છે પરંતુ સદા હરિયાળી ક્રાંતિ ભારત જેવા દેશની સામે લક્ષ્ય છે અને સદા હરિયાળી ક્રાંતિ જ આપણું લક્ષ્ય છે તો આપણે ભારતનું જે સામર્થ્ય કહેવાય છે તેને પહેલા એકવાર માપવાની જરૂર છે, અમુક માત્રામાં થાય છે હવે હિન્દુસ્તાનના પૂર્વીય ભાગમાં આર્થિક રૂપે આપણને ખૂબ અસંતુલન દેખાય છે, પશ્ચિમ ભારતની આર્થિક સ્થિતિ અને એક પૂર્વીય ભારતની આર્થિક સ્થિતિ, બીજો કોઈ પણ દેશ આવી અસંતુલિત અવસ્થામાં લાંબી દોડ નથી લગાવી શકતો, ક્યાંક ને ક્યાંક તો તે લથડી જ પડશે જયારે બંને પગમાં એકસમાન તાકાત હોય, બંને હાથમાં એકસમાન તાકાત હોય તે જરૂરી છે. હવે પૂર્વીય હિન્દુસ્તાનમાં જે રીતે પશ્ચિમ ભારતમાં ઘઉં – ધાન દ્વારા 1લી કૃષિ ક્રાંતિને દોરવામાં આવી, સદા હરિયાળી ક્રાંતિને દોરવાની તાકાત પૂર્વીય ભારતના રાઈસમાં છે, ચોખામાં છે, અને હું માનું છું કે પાણી છે, જમીન છે, મહેનતુ લોકો છે, વૈજ્ઞાનિક દખલગીરીની જરૂર છે, તે જો આપણે કરીએ છીએ અને સરકાર તે દિશાઓમાં કામ કરી રહી છે. ડૉ. સાહેબ પાસેથી પણ અમે સારું એવું માર્ગદર્શન મેળવતા રહીએ છીએ, હમણા પાછલા કેટલાક દિવસોમાં હું મળ્યો તો આ જ વિષય પર મેં તેમની સાથે ચર્ચાઓ કરી છે કે મને જરા આમાં તમે માર્ગદર્શન આપો. આજે તેઓ આવ્યા અને અમારી ટીમને ઘણા દિવસો, આખો દિવસ સવારે તેમને ભણાવ્યા પણ ખરા કે જુઓ ભાઈ જુઓ આવું બની શકે છે, આ થઇ શકે છે તો અમારો પ્રયાસ એ છે કે આ ક્ષેત્રમાં કેવી રીતે કામ કરીએ હવે તે વાત સાચી છે કે વસતી વધી રહી છે, જમીન વધવાની નથી, ઓછી થવાની છે ત્યારે જમીન વ્યવસ્થાપન એ મહત્વની જરૂરિયાત હોય છે.

સમગ્રતઃ પહોંચ કેવી રીતે થાય તેના માટે આપણી ઉત્પાદકતા કેવી રીતે વધે, આપણી પાસે એકંદરે ખેડૂતો 85% છે દેશમાં, આવી સ્થિતિમાં આપણા ખેડૂતો ઓછી જમીનમાં પણ વધારે ઉત્પાદન અને ઉત્પાદિત વસ્તુઓ પણ માત્ર પોતાનું પેટ ભરવા માટે નહીં તેની પોતાની, બજાર કિંમત એવી હોય, ગુણવત્તા એવી હોય જેથી કરીને તે પોતાની રોજગારી મેળવી શકે, આપણે આ દિશામાં કઈ રીતે જોર આપી શકીએ છીએ તે જ રીતે જળનું સંકટ આખી દુનિયામાં તેની ચર્ચા છે, આપણે રીસાયકલીંગ કરીએ, આપણે જળ પરિવર્તન કરીએ, આ બધું કર્યા છતાં પણ પાણીનો એક પડકાર છે એવું માનીને ચાલવું જોઈએ અને પાણી એક એવો વિષય નથી કે જે આવશે ત્યારે જોયું જશે, ના જી, જો 20 વર્ષ, 50 વર્ષ પહેલા વિચારીને એક એક વસ્તુઓને અત્યારથી જ કરવાનું શરુ કરીશું ત્યારે જઈને, હવે આ વિષય પર સમાજમાં તે સંવેદનશીલતા તાત્કાલિક નથી આવતી, જેમ કે હવાઈ પ્રદુષણ, કેટલાય ભણેલા ગણેલા લોકો હશે પણ તોય તેનું કેટલું મોટું સંકટ છે તે સમજતા સમજતા ઘણું મોડું થઇ જાય છે.

પાણીના સંકટને પણ સામાન્ય માનવીય સંકટના રૂપમાં અનુભૂતિ કરાવવી ઘણી અઘરી છે અને એટલા માટે જળ પરિવર્તનની સાથે સાથે આપણે પાણીનો ઉપયોગ કઈ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિએ કરીએ, ટીપા દીઠ વધુ પાક, આ સિદ્ધાંતને લઈને કામ કરવાનો પ્રયત્ન વર્તમાનમાં ચાલી રહ્યો છે, નદીઓને જોડવાનું એક અભિયાન, જો સસ્તી અને અસરકારક કૃષિ તરફ જવું છે તો આપણે પાણી પહોંચાડવું પડશે તે જ રીતે જમીન વ્યવસ્થાપનને જ હું એક ભાગ માનું છું કે આપણે આડે ધડ જે કેમિકલનો ઉપયોગ કરી રહ્યા છીએ, જે આપણી જમીનને બરબાદ કરી રહ્યા છે. નદી તટ પર જે ખેતરો છે ત્યાં આગળ લોકોને લાગે છે કે પ્રદુષણ ઉદ્યોગોથી થાય છે. ક્યારેક ક્યારેક ચિંતાનો વિષય છે તેના બે-ચાર કિમીની હદમાં જે ખેતરો છે જ્યાં કેમિકલનો ઉપયોગ થાય છે અને તે પાણી વરસાદ પછી જયારે જમીનને ધોઈને નદીમાં જાય છે તો કેવા ભયંકર કેમિકલ લઈને જાય છે અને એટલા માટે જ આપણી નદીઓને બચાવવી, નદીના પાણીનો મહત્તમ ઉપયોગ કરવો, તો એક પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના એક ઘણા મોટા મિશન મોડમાં કામ શરુ કર્યું છે તે જ રીતે એ જરૂરી છે આપણે ત્યાં ક્યારેક ક્યારેક કોઈક ને કોઈક કારણોથી જે બોલચાલમાં જે વિષયો હોય છે તેને આપણે અવગણી નાખીએ છીએ, એ ખૂબ જરૂરી છે કે સમાજ જીવનમાં દાયકાઓથી, સદીઓથી જે બોલચાલના વિષયો હોય છે તેની અંદર એક ઘણી મોટી તાકાત હોય છે અને લેબોરેટરીમાં લઇ જઈને તે બોલચાલની વસ્તુઓને સાબિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, મારો એટલા માટે અનુભવ છે, ગુજરાતમાં એક વિસ્તાર છે જેને ભાલ કહેવાય છે, દરિયાકિનારાની પાસે છે, ખંભાતના અખાતના વિસ્તારમાં, હવે અમે નાનપણથી સાંભળતા આવ્યા હતા ભાલીયા ઘઉં કહેતા હતા તેને અને ઉચ્ચ વર્ગના લોકો હોય છે તો ભાલીયા ઘઉં ખરીદવા અને સંગ્રહ કરવા એ તેમનો સ્વભાવ હતો અને ખૂબ મોંઘા ભાવે લેતા હતા તો અમારા મનમાં રહેતું હતું કે આ ભાલીયા ગામ, ભાલીયા ગામ આનું શું કારણ હશે કંઈક તો હશે તો હું મુખ્યમંત્રી બન્યો તો મેં તેમાં રસ લેવાનું શરુ કર્યું અને એ જાણવા મળ્યું કે સામાન્ય રીતે ઘઉં કાર્બન રીચ છોડતા હોય છે, આશ્ચર્યજનક રીતે આ ઘઉં પ્રોટીનથી ભરેલા છે અને ખૂબ જ ઓછા વિસ્તારોમાં છે તો હું ક્યારેક સ્વિત્ઝર્લેન્ડ ગયો હતો તો હું ત્યાં નેસ્લે વગેરેના લોકોને મળ્યો હતો, મેં કહ્યું ભાઈ પોષણની સમસ્યાનું સમાધાન કરવા માટે આનો કેવી રીતે ઉપયોગ થઇ શકે છે મારે ત્યાં મેં એક યુનિવર્સીટીને આનું કામ સોંપ્યું, તેના જીનના વિષયમાં સંશોધન કર્યું, ઘણું કામ થયું છે, જેવી રીતે બાસમતી શબ્દ આપણે જાણતા હતા, પરંતુ આપણે જોયું તેની તાકાત શું હોય છે મને યાદ છે અમરેલી જિલ્લો, ગુજરાતમાં એક વિસ્તાર એવો છે સામૂહિક દરિયા કિનારેથી દરેક અમીર વ્યક્તિ જો બાજરી ઈચ્છે તો ત્યાંથી જ ખરીદવા માગે છે તો મેં પૂછ્યું ભાઈ અને મને પણ જયારે મુખ્યમંત્રી બન્યો તો ત્યાંના એમએલએ હતા તેઓ મારી માટે બાજરી એક થેલામાં ભરીને એક ભેટના રૂપમાં લાવ્યા હતા ત્યારે તો મને પણ ખબર નહોતી તે વિસ્તારની બાજરીની તાકાત તો પછીથી મેં કેટલાક વૈજ્ઞાનિકોને કહ્યું જરા આને વિચારો, હિન્દુસ્તાનના કેટલાય ખૂણામાં આવી કોઈ ને કોઈ વિશેષતાની ચર્ચા લોકોની જીભ પર હશે, આપણે તેને કઈ રીતે શોધી શકીએ અને તેની જીનેટિક વેલ્યુ શું છે.

તેને આપણે અને જો તે ખરેખર કોઈ વધુ તાકાતવાળી વસ્તુ છે અથવા તેની ઉત્પાદકતાની તાકાત હોય અથવા કોઈ ને કોઈ એવું શરીર માટે ઉપયોગી હોય અથવા માનવ જાતિ માટે ઉપયોગી હોય તો તેનું સંશોધન આ પરંપરાગત વસ્તુઓ અને વિજ્ઞાન બંનેનો મેળ આપણે જેટલો જલ્દી કરીશું અને એટલા માટે મેં હમણાં અમારા વિભાગના લોકોને કહ્યું ભાઈ દરેક જિલ્લાની પોતાની ખેતીને લગતી ઓળખ હોય છે, તે જિલ્લામાં પ્રવેશ કરી રહ્યા હોવ અને આ જિલ્લો ચોખાનો જિલ્લો છે, ચોખાનું નામ હોય, ઓળખ હોય, આ જિલ્લો ઇસબગુલનો જિલ્લો હોય, આ જિલ્લો જીરાનું ઉત્પાદન કરતો હોય તો આપણા વિસ્તારોની ઓળખ ખેતીથી આપણે કેવી રીતે ઓળખીએ તે આપણા લોકોની આદત નથી, તેનાથી એક જાગૃતિ આવે છે, આ જિલ્લો જેમકે હવે મને યાદ છે આપણે ત્યાં ધુમલજીની સરકાર છે હિમાચલમાં, હું તે સમયે હિમાચલમાં રહેતો હતો, તે સમયે મેં કહ્યું આ સોલનમાં મશરૂમ માટે આટલું કામ થાય છે, આપણે તેને પકડી કેમ નથી શકતા, તેનું બ્રાન્ડીંગ કેમ નથી કરતા, અને આજે તમે જોતા હશો ક્યારેક સોલન જશો તો ત્યાં બોર્ડ લાગેલા છે કે મશરૂમ શહેરમાં તમારું સ્વાગત છે હવે ધીમે ધીમે તેમણે કદાચ બીજું પણ શરુ કર્યું છે, સફરજનનું બોર્ડ લગાવ્યું છે, કીવીનું બોર્ડ લગાવ્યું છે, આપણા દેશમાં સામાન્ય માનવીને આ વસ્તુઓ સાથે કેવી રીતે જોડી શકાય તેમ છે, તેનાથી એક ઓળખ બને છે અને તે ખેડૂત પણ ઓળખાય છે અને જે બજાર સાથે જોડાયેલા લોકો છે તેમનું પણ ધ્યાન રાખજો ભાઈ, આ 16 જિલ્લા છે જેની ચોખા માટે ઓળખ છે તો વેપાર કરવો છે, ખરીદી માટે તો આ 20 જિલ્લા છે તેલીબિયાં માટે વિખ્યાત છે, ત્યાંની જ ઓળખ છે અને એક કૃષિ ક્ષેત્ર એક ખ્યાલ વિકસિત થશે, જેવી રીતે ઉદ્યોગ ક્ષેત્રનો ખ્યાલ છે તેવી જ રીતે કૃષિ ક્ષેત્રને આપણે વિકસિત કરવું જરૂરી છે, તેનું કારણ છે ઉત્પાદન, ઉત્પાદનની સાથે તેની પ્રક્રિયા અને પ્રક્રિયાથી કિંમત ઉમેરવાથી તેની શક્યતાઓ વધી જાય છે, જો આપણે આ સાંકળ વ્યવસ્થા ઊભી કરીએ છીએ, તે જ પ્રકારના ફળો હશે તો તેનો સંગ્રહ અલગ રીતે થશે, અનાજ હશે તો તેનો અલગ રીતે હશે, ફળ હશે તો તેનો બદલાવ અલગ હશે, પેકેજીંગ અનાજ હશે, પેકેજીંગ પરિવહન અલગ હશે, એક નિષ્ણાત વ્યવસ્થા અંદર અંદરથી જ આવશે, આપણા આટલા વિશાળ દેશને જો આપણે આ વસ્તુઓની અંદર આપણે જેટલું જલ્દી લઈને જઈશું આપણે, કારણકે આપણું સપનું છે કે 2022 જયારે દેશની આઝાદીના 75 વર્ષ થાય, આપણા દેશના ખેડૂતની આવક બમણી થવી જોઈએ, ખેડૂતની આવક બમણી થઇ શકે છે, કેટલાક દિવસો પહેલા જ હું જયારે સ્વામીનાથનજીને મળ્યો હતો તો મેં તેમને કહ્યું હતું, તો મેં તેમને કહ્યું હતું કે કેટલાક કૃષિ અર્થશાસ્ત્રીઓને બોલાવો અને ચર્ચા કરો, તેમણે મને એક કાગળ પર લખીને મોકલાવ્યું કે આ આ વસ્તુઓ છે જેની ઉપર ધ્યાન આપો તો હું કામ કરી રહ્યો છું, તેની ઉપર મારો કહેવાનો અર્થ એ છે કે આપણે એક લક્ષ્ય સાથે કામ કરીએ, એક તો કિંમત કેવી રીતે ઓછી થાય, અને ઉત્પાદન કેવી રીતે વધે અને ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો કેવી રીતે થાય આ 3 વસ્તુઓ તરફ હવે જાણે નીમ કોટિંગ યુરીયા, હવે કોઈ આકાશમાંથી ટપકેલું કોઈ વિજ્ઞાન નહોતું પણ આપણે આ વસ્તુઓને લાગુ કરવાને મહત્વ નહોતા આપતા, આજે નીમ કોટિંગ યુરીયાનું પરિણામ એ આવ્યું છે કે યુરીયાની ચોરી તો બંધ થઇ જ ગઈ, બેઈમાની તો બંધ થઇ જ ગઈ પણ સાથે સાથે યુરીયાની માગ પણ ઓછી થઇ ગઈ અને તરત જ નજરમાં આવ્યું છે ઘઉં અને ચોખાનું ઉત્પાદન વધ્યું છે ઓછા યુરીયાનો ઉપયોગ કરવા છતાં પણ ઉત્પાદન વધ્યું છે તો તે પોતાનામાં જ આવી વસ્તુઓ આપણે જેટલી સરળતાથી પ્રચારિત કરીશું તેટલો તેનો લાભ થશે ભારત સરકારનો તે દિશામાં પ્રયાસ છે, સ્વામીનાથનજીની સક્રિયતા, તેમનો આ પ્રયાસ અને ભારતને સદા હરિયાળી ક્રાંતિ તરફ અને એક સંતુલિત કૃષિ વ્યવસ્થા તરફ લઇ જવાની દિશામાં આપણે લોકોને વૈજ્ઞાનિક પ્રયોગોને કારણકે સૌથી મોટી જે એક આપણી સમસ્યા છે, લેબથી લેન્ડ સુધી, તેમાં ઘણી મોટી ખાડી આવેલી છે, લેબથી લેન્ડ, તે આપણું લક્ષ્ય હોવું જોઈએ, વૈજ્ઞાનિક જે આખી જિંદગી હોમી દે છે એક વસ્તુ દેશને આપવા માટે તે ખેતર સુધી નથી પહોંચતી, ખેતર સુધી કેવી રીતે પહોંચે અને ખેતર સુધી તો ત્યાં સુધી નથી પહોંચતી જ્યાં સુધી તે ખેડૂતના મગજ સુધી પહેલા નથી પહોંચતી, આ એક એવું છે જે ઉદ્યોગપતિના મગજમાં કંઈ થઇ જાય, ખિસ્સામાં પૈસા આવી જવા જોઈએ તે કરશે, ખેડૂતનું એવું નથી, ખેડૂત જલ્દી જોખમ નથી ખેડતો, હાલના દિવસોમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના જે લાવ્યા છીએ તેણે એક બહુ મોટું યોગદાન આપ્યું છે, આની પહેલા કૃષિમાં પાક વીમા યોજનામાં જેટલા લોકો આવતા હતા આ નવી પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના કારણે 7 ગણા એક જ વર્ષમાં કૂદકો લગાવવો તે આપણા ખેડૂતને સુરક્ષાનો અહેસાસ અપાવે છે અને એક વાર સુરક્ષાનો અહેસાસ થઇ ગયો તો તેની જોખમ લેવાની ક્ષમતા પણ વધી જાય છે અને જયારે જોખમ લેવાની ક્ષમતા વધી જાય છે તો વૈજ્ઞાનિકો દ્વારા કહેવામાં આવેલા પ્રયોગો કરવા માટે પણ તૈયાર થઇ જાય છે, એક સાંકળ શરુ થઇ જાય છે, તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના, તેમાં એક ઘણી મોટી તાકાત છે, લેબથી લેન્ડ પ્રક્રિયાને આગળ વધારવાની તે દિશામાં કામ થઇ રહ્યું છે, હું ફરી એકવાર સ્વામીનાથનજીને હ્રદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું, દેશની ઘણી સેવા કરી છે, દેશના ખેડૂતોની ઘણી સેવા કરી છે, દેશના ગરીબનું પેટ ભરવા માટે એક તપસ્વીની જેમ કામ કર્યું છે.

ખૂબ ખૂબ અભિનંદન

આભાર.

TR