Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ પ્રણવ દેસાઈને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની 100 મીટર T64 સ્પર્ધામાં ઉત્કૃષ્ટ સ્પ્રિન્ટ સાથે બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ પ્રણવ દેસાઈને અભિનંદન પાઠવ્યા છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ એક મહેનતથી મેળવેલો બ્રોન્ઝ મેડલ છે અને તેમની ઝડપ, સમર્પણ તથા દ્રઢ સંકલ્પ ખરેખર પ્રશંસનીય છે.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“પ્રણવ દેસાઈ માટે એક ઉત્કૃષ્ટ સ્પ્રિન્ટ અને મહેનતથી મેળવેલો બ્રોન્ઝ મેડલ. એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની 100 મીટર T64 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ તેમને અભિનંદન. તેમની ઝડપ, સમર્પણ અને દ્રઢ સંકલ્પ ખરેખર પ્રશંસનીય છે: PM @narendramodi”

 

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]