Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કટોકટીએ લોકોની સ્વતંત્રતા અને આકાંક્ષાઓને કેવી રીતે પ્રભાવિત કરી તે અંગેનો લેખ પ્રધાનમંત્રીએ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા કટોકટી અને તેણે લોકોની સ્વતંત્રતા તેમજ આકાંક્ષાઓને કેવી રીતે પ્રભાવિત કરી તે વિષય પર લખાયેલો એક લેખ શેર કર્યો છે.

શ્રી મોદીએ નોંધ્યું કે આ લેખમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે ‘સેવા પર્વ’ અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ જેવી સરકારની પહેલો ઐતિહાસિક જાગૃતિને પ્રોત્સાહન આપીને, સાંસ્કૃતિક સ્મૃતિનું સંરક્ષણ કરીને અને રાષ્ટ્ર પ્રત્યેની આત્મીયતા તથા રાષ્ટ્રિય એકતાને વધુ ગાઢ બનાવીને બંધારણીય મૂલ્યોને મજબૂત બનાવે છે.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

દેશ જ્યારે #SamvidhanHatyaDiwas મનાવી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય મંત્રી શ્રી @gssjodhpur કટોકટી અને તેણે લોકોની સ્વતંત્રતા તેમજ આકાંક્ષાઓને કેવી રીતે પ્રભાવિત કરી તે અંગે વિચાર-વિમર્શ રજૂ કરે છે.

તેઓ ભારપૂર્વક જણાવે છે કે સરકારની સેવા પર્વ અને આઝાદી કા અમૃત મહોત્સવ જેવી પહેલો ઐતિહાસિક જાગૃતિને પ્રોત્સાહન આપીને, સાંસ્કૃતિક સ્મૃતિને જાળવી રાખીને અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને ગાઢ બનાવીને બંધારણીય મૂલ્યોને મજબૂત કરે છે.”

SM/DK/JD