Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કિગાલી, રવાન્ડા ખાતે વિએના સંમેલનના મોન્ટ્રીયલ પ્રોટોકોલમાં ઓઝોનના સ્તરની સુરક્ષા માટે યોજાયેલી દરેક પક્ષની બેઠકમાં સરકાર દ્વારા અપનાવાયેલી ચર્ચા-વિચારણાની સ્થિતીને કેબિનેટે મંજૂરી આપી.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટે 6 થી 14 ઓક્ટોબર 2016 દરમિયાન કિગાલી, રવાન્ડા ખાતે વિએના સંમેલનના મોન્ટ્રીયલ પ્રોટોકોલમાં ઓઝોન સ્તરની સુરક્ષા માટે યોજાયેલી દરેક પક્ષની બેઠકમાં સરકાર દ્વારા અપનાવાયેલી વાટાઘાટોની સ્થિતીને કેબિનેટે કાર્યોત્તર મંજૂરી આપી છે. કિગાલી ખાતે થયેલી ચર્ચા-વિચારણામાં મોન્ટ્રીયલ પ્રોટોકોલ હેઠળના કેમીકલની યાદીમાં હાઈડ્રોફ્લોરો કાર્બનના સમાવેશ અને તેનું ઉત્પાદન અને વપરાશ નિયમન તેમજ મોન્ટ્રીયલ પ્રોટોકોલ માટેના ખાસ ફંડમાંથી સમયાનુસારનો ઉપયોગ જેવા મુદ્દા રખાયા હતા.

હાઈડ્રોફ્લોરો કાર્બન એ ઓઝોન અવક્ષય નથી પરંતુ ગ્લોબલ વોર્મિંગનો ઘટક છે અને જો તેને નિયંત્રિત કરવામાં આવે તો વૈશ્વિક તાપમાનને ઘટાડવામાં તે મદદરૂપ પૂરવાર થઈ શકે.

કેબિનેટે એક ચોક્કસ તેમજ 3 વિકલ્પોમાંથી એક આધારભૂત વર્ષ 2024 થી 2030ને અપનાવવાની વન-પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલય દ્વારા મૂકાયેલી દરખાસ્તને પણ મંજૂર કરી હતી. સરકાર સાથેની ચર્ચામાં સૂચીત વિકલ્પોમાંથી કોઈપણ વિકલ્પના ઉપયોગને મંજૂરી આપી છે.

કિગાલી ખાતે યોજાયેલી વાટાઘાટોમાં ભારતે સફળતાપૂર્વક જે તે ક્ષેત્રમાં રેફ્રિજન્ટ્સના ઉપયોગ થકી વિકાસ માટે પૂરતી જગ્યા પ્રાપ્ત થતી હોવાથી ભારતે વાટાઘાટ થકી આધારભૂત વર્ષો તેમજ તેને સ્થિર કર્યા. આમ વધારાના ખર્ચે અને મહત્તમ ક્લાઈમેટના લાભો સાથે અટક્યા વગરના વિકાસની ખાતરી આપી.

કિગાલી ખાતે વિકાસશીલ દેશો માટે આધારભૂત અથવા તો ટોચના વર્ષના બે ભાગ કરવાનું નક્કી કરાયું તેમજ ભારત પાસે 2024, 2025, 2026 આધારભૂત વર્ષો હોઈ શકે છે. આ નિર્ણય થકી 65 ટકા વધારાના હાઈડ્રોફ્લોરો કાર્બનની મંજૂરી મળશે કે જે ભારતના વપરાશ નિયમન તેમજ ઉત્પાદનમાં વધારો કરશે. ભારત માટે સ્થિર થયેલ વર્ષ 2028 હશે એ સાથે જ વર્ષ 2024/2025માં ટેક્નોલોજી સમીક્ષા થવાની શરત પણ હશે અને જો જે ક્ષેત્ર રેફ્રિજરન્ટ્સ વાપરતા હશે તેનાથી નક્કી થયેલા દરે પ્રવેશશે તો ભારત તેનું સ્થિર વર્ષ બદલીને 2030 કરી શકશે. તો બીજી તરફ વિકસીત દેશો વર્ષ 2029માં હાઈડ્રોફ્લોરો કાર્બનનું ઉત્પાદન અને વપરાશ નિયમન 70 ટકા જેટલું ઘટાડશે. કિગાલીમાં લેવાયેલા નિર્ણય અનુસાર, ભારત તેનો તબક્કો 2032થી ચાર ભાગમાં પૂર્ણ કરશે જેમાં 2032 માં 10 ટકા, 2037માં 20 ટકા, 2042માં 30 ટકા અને 2047માં 85 ટકા જેટલો ક્રમશઃ ઘટાડો કરશે.

કિગાલીના મોન્ટ્રીયલ પ્રોટોકોલના સુધારામાં પ્રથમવાર ઊર્જા કાર્યક્ષમતા હેઠળ નવા શામક પદાર્થ અને ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન અપાશે. નાણાંની ચર્ચાના ઉકેલમાં વિકસીત દેશોને રિસર્ચ અને ડેવેલપમેન્ટ અને સેવાના ક્ષેત્રો માટેના ફંડિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે.

TR