પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 2026-27 થી 2030-31 સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના ચાલુ રાખવાને મંજૂરી આપી છે. આ સમયગાળા દરમિયાન યોજના માટે રૂ. 3.15 લાખ કરોડના કુલ નાણાકીય ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.
આ મંજૂરી સરકારની એ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે કે ખેડૂતોની સમૃદ્ધિ એ રાષ્ટ્રની સમૃદ્ધિનો પાયો છે. પીએમ-કિસાન યોજના મારફતે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) સિસ્ટમ દ્વારા પાત્ર ખેડૂત પરિવારને સમયસર અને પારદર્શક આવક સહાય પૂરી પાડવામાં આવી રહી છે, જે ખેડૂતોને કૃષિ રોકાણ વધારવા અને તેમની આજીવિકા મજબૂત કરવા સક્ષમ બનાવે છે.
પીએમ-કિસાન: પારદર્શક અને ટેકનોલોજી આધારિત ખેડૂત કલ્યાણનું એક સફળ મોડેલ
પીએમ-કિસાન યોજના ફેબ્રુઆરી 2019 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, પાત્ર જમીન ધરાવતા ખેડૂત પરિવારને પ્રતિ વર્ષ રૂ. 6,000 ની નાણાકીય સહાય મળે છે, જે તેમના બેંક ખાતામાં ત્રણ સમાન હપ્તામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. આધાર પ્રમાણીકરણ (Aadhaar authentication), ડિજિટલ વેરિફિકેશન અને મજબૂત DBT સિસ્ટમ દ્વારા, આ યોજનાએ પારદર્શિતા, કાર્યક્ષમતા અને જવાબદેહીનું એક અસરકારક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પીએમ-કિસાન યોજનાની મુખ્ય સિદ્ધિઓ:
કૃષિ રોકાણ અને ખેડૂતોની આવક મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા:
પીએમ-કિસાન હેઠળ પૂરી પાડવામાં આવેલ સહાયથી ખેડૂતોને બિયારણ, ખાતર, સિંચાઈ, કૃષિ મશીનરી અને અન્ય કૃષિ જરૂરિયાતોમાં સમયસર રોકાણ કરવા સક્ષમ બનાવ્યા છે. આનાથી ખેડૂતોની ઉત્પાદક ક્ષમતામાં વધારો થયો છે, બિન-સંસ્થાકીય (અનૌપચારિક) ધિરાણ પરની તેમની નિર્ભરતા ઘટી છે અને ગ્રામીણ ઘરોની નાણાકીય સ્થિરતા મજબૂત થઈ છે.
સ્વતંત્ર મૂલ્યાંકન દ્વારા સકારાત્મક અસરની પુષ્ટિ:
પીએમ-કિસાન યોજનાની અસરોનું મૂલ્યાંકન વિવિધ સ્વતંત્ર સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે. નીતિ આયોગના ડેવલપમેન્ટ મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન ઓફિસ (DMEO) દ્વારા હાથ ધરવામાં આવેલા મૂલ્યાંકન મુજબ:
ડિજિટલ ઇન્ડિયા દ્વારા ખેડૂતોને સીધો લાભ
પીએમ-કિસાન યોજના ડિજિટલ ઇન્ડિયાના અસરકારક ઉપયોગનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આધાર-આધારિત ઓથેન્ટિકેશન, ડિજિટલ લાભાર્થી ચકાસણી અને DBT સિસ્ટમ દ્વારા, નાણાંકીય સહાય સીધી ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. આ યોજના માત્ર નાણાંકીય સહાય પૂરી પાડવા પૂરતી સીમિત નથી; તે ખેડૂતોનો આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને કૃષિમાં રોકાણ કરવાની ક્ષમતા પણ મજબૂત કરી રહી છે.
આત્મનિર્ભર ભારત અને સમૃદ્ધ ખેડૂતો તરફ એક મહત્વપૂર્ણ પગલું:
પીએમ-કિસાન યોજનાનું સતત વિસ્તરણ ખેડૂતોની કૃષિમાં રોકાણ કરવાની ક્ષમતામાં વધારો કરશે, ઉત્પાદકતા સુધારશે, કૃષિ જોખમો ઘટાડવામાં મદદ કરશે અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરશે.
પીએમ-કિસાન યોજના સરકારની ખેડૂત-કેન્દ્રી નીતિઓનો એક મહત્વપૂર્ણ સ્તંભ છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના કરોડો અન્નદાતાઓને સશક્ત બનાવવાનો છે, જેનાથી વિકસિત ભારત તરફની ભારતની યાત્રામાં તેમની ભૂમિકા મજબૂત બનશે.
SM/DK/JD