પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ભારત સરકારના અંદાજપત્રીય સહયોગ સાથે કુલ રૂ. 28,840 કરોડના ખર્ચ સાથે નાણાકીય વર્ષ 2026-27 થી નાણાકીય વર્ષ 2035-36 સુધીના દસ વર્ષના ગાળા માટે પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના – મોડિફાઈડ UDAN ના લોન્ચિંગ અને અમલીકરણને મંજૂરી આપી છે.
અસર (Impact):
યોજનાના મુખ્ય ઘટકો નીચે મુજબ છે:
(ક) એરોડ્રોમ્સનો વિકાસ (CAPEX): મોડિફાઈડ UDAN યોજના હેઠળ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ અને ભારતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક એવિએશન ઇકોસિસ્ટમમાં પરિવર્તિત કરવાના વિકસિત ભારત 2047 વિઝનને અનુરૂપ, આગામી આઠ વર્ષમાં રૂ. 12,159 કરોડના કુલ ખર્ચ સાથે પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવા માટે હાલની સેવા વગરની એરસ્ટ્રિપ્સમાંથી 100 એરપોર્ટ વિકસાવવાનો પ્રસ્તાવ છે.
(ખ) એરોડ્રોમ્સનું સંચાલન અને જાળવણી (O&M): માત્ર પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના (RCS) ધરાવતા એરોડ્રોમ્સ માટે ઊંચા રિકરિંગ O&M ખર્ચ અને મર્યાદિત આવકના સ્ત્રોતોને ધ્યાનમાં લેતા, આ યોજના અંદાજે 441 એરોડ્રોમ્સ માટે અંદાજિત રૂ. 2,577 કરોડ સાથે, એરપોર્ટ દીઠ વાર્ષિક મહત્તમ રૂ. 3.06 કરોડ અને હેલીપોર્ટ/વોટર એરોડ્રોમ દીઠ વાર્ષિક રૂ. 0.90 કરોડની મર્યાદામાં ત્રણ વર્ષ માટે O&M સહાય પૂરી પાડવાનો પ્રસ્તાવ મૂકે છે.
(ગ) આધુનિક હેલીપેડ્સનો વિકાસ: પહાડી, દૂરના, ટાપુ અને મહત્વાકાંક્ષી વિસ્તારોમાં કનેક્ટિવિટીના પડકારોને પહોંચી વળવા માટે, આ યોજના આગામી આઠ વર્ષમાં (ફુગાવાને એડજસ્ટ કર્યા પછી) કુલ રૂ. 3,661 કરોડની જરૂરિયાત સાથે, પ્રત્યેક રૂ. 15 કરોડના ખર્ચે 200 આધુનિક હેલીપેડ વિકસાવવાનો પ્રસ્તાવ મૂકે છે, જે છેવાડાના વિસ્તારોમાં કનેક્ટિવિટી અને કટોકટી પ્રતિભાવ સુધારવા માટે અગ્રતા ધરાવતા અને મહત્વાકાંક્ષી જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
(ઘ) વાયેબિલિટી ગેપ ફંડિંગ (VGF): પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના હેઠળ, એરલાઇન ઓપરેટરોને એનાયત કરાયેલા રૂટ પર કામગીરી કરવા માટે VGF ના રૂપમાં નાણાકીય સહાય મળે છે. લાંબા ગાળાના બજાર વિકાસની જરૂરિયાતને સ્વીકારીને, એરલાઇન ઓપરેટરોને 10 વર્ષમાં રૂ. 10,043 કરોડની VGF સહાય આપવાનો પ્રસ્તાવ છે.
(ચ) આત્મનિર્ભર ભારત એરક્રાફ્ટ સંપાદન: દૂરના અને મુશ્કેલ પ્રદેશોમાં કામગીરી માટે જરૂરી નાના ફિક્સ-વિંગ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની અછતને દૂર કરવા અને આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવા માટે, આ યોજના પવન હંસ માટે બે HAL ધ્રુવ હેલિકોપ્ટર અને એલાયન્સ એર માટે બે HAL ડોર્નિયર એરક્રાફ્ટ ખરીદવાનો પણ પ્રસ્તાવ મૂકે છે.
પૃષ્ઠભૂમિ: મૂળ UDAN યોજના ઓક્ટોબર 2016 માં હવાઈ મુસાફરીને સસ્તી બનાવવા અને ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં કનેક્ટિવિટી મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. અમલીકરણના નવ વર્ષો દરમિયાન:
SM/IJ/JD