Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું અને પેન્શનરોને મોંઘવારી રાહત (ડીઆર)ના વધારાના હપ્તાને 01.01.2026થી મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ભાવ વધારા સામે વળતર આપવા માટે, બેઝિક પે/પેન્શનના 58% ના હાલના દર પર 2% નો વધારો દર્શાવતા, કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (ડીએ) અને પેન્શનરોને મોંઘવારી રાહત (ડીઆર)નો વધારાનો હપ્તો 01.01.2026 થી જાહેર કરવાની મંજૂરી આપી છે.

મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંનેમાં વધારાને કારણે સરકારી તિજોરી પર સંયુક્ત અસર વાર્ષિક 6791.24 કરોડ રૂપિયા થશે. આનાથી લગભગ 50.46 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.27 લાખ પેન્શનરોને ફાયદો થશે.

આ વધારો સ્વીકૃત ફોર્મ્યુલા મુજબ છે, જે 7 મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે.

SM/NP/JD