પીએમઇન્ડિયા
ઔદ્યોગિક વિકાસને વેગ આપવા તરફના એક ઐતિહાસિક પગલામાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે દેશભરમાં 100 પ્લગ-એન્ડ-પ્લે (plug-and-play) ઔદ્યોગિક પાર્ક વિકસાવવા માટે ₹33,660 કરોડની ફાળવણી સાથે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના (BHAVYA) ને મંજૂરી આપી છે.
આ યોજનાનો ઉદ્દેશ્ય વિશ્વ કક્ષાનું ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો, મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને ખૂલ્લી કરવાનો અને ભારતની વિકાસગાથાને આગળ ધપાવવાનો છે.
વિકસિત ભારત માટે ઔદ્યોગિક પાયો નાખવો: નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (NICDP) માળખા હેઠળ વિકસિત ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીઝની સફળતાને આધારે, ‘ભવ્ય‘ (BHAVYA) યોજના રાજ્યો અને ખાનગી ક્ષેત્રના ભાગીદારો સાથે મળીને અમલમાં મૂકવામાં આવશે.
મંજૂરીઓથી કામગીરી સુધી: ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની નવી દિશા ‘ભવ્ય‘ ના હાર્દમાં ડિરેગ્યુલેશન (નિયમોનું સરળીકરણ) અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે મજબૂત પ્રોત્સાહન રહેલું છે, જેમાં સુવ્યવસ્થિત મંજૂરીઓ, અસરકારક સિંગલ-વિન્ડો સિસ્ટમ્સ અને રાજ્યોની આગેવાની હેઠળના રોકાણકાર-મૈત્રીપૂર્ણ સુધારાઓ સામેલ છે.
આ યોજના પ્લગ-એન્ડ-પ્લે ઔદ્યોગિક ઇકોસિસ્ટમ પ્રદાન કરશે, જે ઉદ્યોગોને ‘ઇરાદા‘ થી ‘ઉત્પાદન‘ સુધીની સફર ઝડપ અને નિશ્ચિતતા સાથે પૂર્ણ કરવા સક્ષમ બનાવશે. પૂર્વ-મંજૂર જમીન, તૈયાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંકલિત સેવાઓ સાથે, ‘ભવ્ય‘ રોકાણકારો માટે પ્રવેશના અવરોધોમાં નોંધપાત્ર ઘટાડો કરશે.
આ યોજના હેઠળ 100 થી 1000 એકર સુધીના ઔદ્યોગિક પાર્ક વિકાસ માટે લેવામાં આવશે. એકર દીઠ ₹1 કરોડ સુધીની નાણાકીય સહાય નીચેની બાબતો માટે આપવામાં આવશે:
પ્રોજેક્ટ ખર્ચના 25% સુધી બાહ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ સહાય પૂરી પાડવામાં આવશે, જે હાલના નેટવર્ક્સ સાથે સીમલેસ કનેક્ટિવિટી અને એકીકરણ સુનિશ્ચિત કરશે. પ્રોજેક્ટની પસંદગી ‘ચેલેન્જ મોડ‘ દ્વારા કરવામાં આવશે, જેથી માત્ર ઉચ્ચ ગુણવત્તાવાળા, સુધારા-લક્ષી અને રોકાણ માટે તૈયાર પ્રસ્તાવો જ આગળ વધે.
ભવિષ્ય માટે તૈયાર, ટકાઉ અને કાર્યક્ષમ ઔદ્યોગિક પાર્ક: આ ઔદ્યોગિક પાર્ક ભવિષ્યવાદી અને ટકાઉ ઇકોસિસ્ટમ તરીકે ડિઝાઇન કરવામાં આવશે:
આ પાર્ક્સ ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરશે, જે વિવિધ ક્ષેત્રોમાં વિશ્વસનીયતા સુનિશ્ચિત કરશે, બિનકાર્યક્ષમતા ઘટાડશે અને ઉત્પાદકતા વધારશે.
તમામ પ્રદેશોમાં નોકરીઓ, રોકાણ અને આર્થિક વૃદ્ધિ: ‘ભવ્ય‘ થી મોટા પાયે રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે, જે મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક્સ અને સેવાઓમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પેદા કરશે અને સાથે જ નોંધપાત્ર રોકાણને પણ આકર્ષશે.
આ યોજના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સુધી વિસ્તરશે, દેશભરમાં લાખો રોજગારીની તકો ઉભી કરશે અને રાષ્ટ્રવ્યાપી ઔદ્યોગિક વિકાસને વેગ આપશે. ક્લસ્ટર-આધારિત વિકાસને પ્રોત્સાહન આપીને અને ઉદ્યોગો, સપ્લાયર્સ અને સેવા પ્રદાતાઓને એકસાથે લાવીને, ‘ભવ્ય‘ સ્થાનિક સપ્લાય ચેઈનને મજબૂત બનાવશે, પ્રાદેશિક ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપશે અને લાખો લોકો માટે નવી તકો ઉભી કરશે.
આ યોજનાથી લાભ મેળવનારા:
‘ભવ્ય‘ ની મંજૂરી એ આત્મનિર્ભર ભારત તરફની ભારતની યાત્રામાં એક પરિવર્તનકારી પગલું છે, જે દેશની ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત બનાવે છે, નિકાસને પ્રોત્સાહન આપે છે અને સ્થિતિસ્થાપક, સર્વસમાવેશક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અર્થતંત્રનો પાયો નાખે છે.
NICDC વિશે: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) હેઠળ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NICDC), મેન્યુફેક્ચરિંગ સ્પર્ધાત્મકતા વધારવા, રોકાણો આકર્ષવા અને રોજગારી પેદા કરવા માટે વિશ્વ કક્ષાના ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીઝના વિકાસનું નેતૃત્વ કરી રહ્યું છે. NICDC હાલમાં 13 રાજ્યોમાં 20 પ્રોજેક્ટ્સ અમલમાં મૂકી રહ્યું છે.
NICDC-ની આગેવાની હેઠળની પહેલો પ્લગ-એન્ડ-પ્લે ઔદ્યોગિક પાર્કના ખ્યાલ પર બનેલી છે – જે ઉપયોગ માટે તૈયાર ઇકોસિસ્ટમ્સ છે જ્યાં જમીન, ઉપયોગિતાઓ, મંજૂરીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અગાઉથી વિકસિત હોય છે, જે ઉદ્યોગોને જમીન સંપાદન અથવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેટઅપને લગતા વિલંબ વિના ઝડપથી કામગીરી શરૂ કરવા સક્ષમ બનાવે છે.
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
A landmark step towards accelerating India’s industrial growth!
— Narendra Modi (@narendramodi) March 18, 2026
The Union Cabinet has approved Bharat Audyogik Vikas Yojna (BHAVYA). This will enable the development of 100 plug-and-play industrial parks, boosting manufacturing, investment and jobs across the nation. The scheme…