Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ (MPMS) ને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ₹62,500 કરોડના અંદાજપત્રીય ખર્ચ સાથે મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ (MPMS) ને મંજૂરી આપી છે.

મુખ્ય લાક્ષણિકતાઓ:

  • ઉત્પાદનનો વધુ વ્યાપ વધારવા, સ્થાનિક મૂલ્ય વૃદ્ધિ (વેલ્યુ એડિશન) ને ગહન કરવા, સપ્લાય ચેઇનની સ્થિતિસ્થાપકતાને મજબૂત કરવા, વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે સરકારે મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ (MPMS) શરૂ કરી છે.
  • MPMS યોજનાનો હેતુ તકનીકી સાર્વભૌમત્વ પ્રાપ્ત કરવા, મોટું આર્થિક મૂલ્ય મેળવવા અને ડિઝાઇન તેમજ આર એન્ડ ડી (R&D) માં ભારતીય પેટન્ટ બનાવવા માટે ભારતીય બ્રાન્ડ્સનું નિર્માણ કરવાનો પણ છે.
  • યોજનાનો કાર્યકાળ 5 Years નો રહેશે એટલે કે નાણાંકીય વર્ષ 2026-27 થી નાણાંકીય વર્ષ 2030-31 સુધીનો રહેશે.
  • આ યોજના ભારતમાં મોબાઈલ ફોનના ઉત્પાદન માટે પાત્ર વેચાણ (એલિજિબલ સેલ્સ) પર 2.25% થી 5% સુધીના વિવિધ દરો પર પ્રોત્સાહક સહાય પૂરી પાડે છે. આ યોજના મુખ્ય ઘટકો/ સબ-એસેમ્બલીઝના સ્થાનિક સોર્સિંગ સાથે જોડાયેલ 1.5% સુધીનું વધારાનું પ્રોત્સાહન પણ પૂરું પાડે છે. ભારતીય બ્રાન્ડ્સના નિર્માણ માટે, ઉત્પાદનની ડિઝાઇન અને આર એન્ડ ડી (R&D) માટે પાત્ર વેચાણ પર 3% ના દરે વધારાનું પ્રોત્સાહન આપવામાં આવશે.

અપેક્ષિત પરિણામો:

  • યોજનાના કાર્યકાળ દરમિયાન, દેશમાં સંચિત (ક્યુમ્યુલેટિવ) મોબાઈલ ફોન ઉત્પાદન આશરે ₹39,00,000 કરોડ સુધી પહોંચવાની અપેક્ષા છે જેમાં મોબાઈલ ફોનની નિકાસમાં નોંધપાત્ર વધારો થશે. આ યોજના દ્વારા આશરે 60,000 સીધી નોકરીઓનું સર્જન થવાની પણ અપેક્ષા છે જે આર્થિક વિકાસ, રોજગાર સર્જન અને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન હબમાં ભારતની સ્થિતિને મજબૂત કરવામાં ફાળો આપશે.

સંદર્ભ:

  • પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા વિઝને નાણાંકીય વર્ષ 2014-15 થી ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનને 7 ગણું અને નિકાસને 11 ગણી વધારવા માટે પ્રેરિત કર્યું છે. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર પણ એક મુખ્ય રોજગારદાતા તરીકે ઉભરી આવ્યું છે, ખાસ કરીને દૂરના ગામડાંઓમાંથી આવતા યુવાન પુરુષો અને મહિલાઓ માટે, જેમાં કેટલાક પ્લાન્ટ એક જ લોકેશન પર 5,000 થી વધુ કર્મચારીઓને રોજગારી આપે છે.
  • મોબાઈલ ફોન ઉત્પાદન આ વૃદ્ધિનું મુખ્ય ચાલક રહ્યું છે અને ભારતના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઇકોસિસ્ટમના એન્કર તરીકે ઉભરી આવ્યું છે. ભારત હવે વોલ્યુમ (જથ્થા) ની દ્રષ્ટિએ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું મોબાઈલ ફોન ઉત્પાદક છે, જેમાં ભારતમાં ઉપયોગમાં લેવાતા 99.2% મોબાઈલ ફોન સ્થાનિક સ્તરે ઉત્પાદિત થાય છે.
  • સ્માર્ટફોન 2025 માં ભારતમાંથી સૌથી મોટી સિંગલ નિકાસ થતી પ્રોડક્ટ કેટેગરી તરીકે ઉભરી આવ્યા છે, જે ડીઝલ ઇંધણ અને કટ ડાયમંડ જેવી પરંપરાગત અગ્રણી નિકાસ વસ્તુઓને પાછળ છોડી દે છે. મોબાઈલ ફોન હવે ભારતના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને નિકાસમાં મોટો હિસ્સો ધરાવે છે અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં ભારતની સ્થિતિને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
  • લાર્જ સ્કેલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટેની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (PLI-LSEM) એ ભારતને મોબાઈલ ઉત્પાદન અને નિકાસ માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવામાં પરિવર્તનકારી ભૂમિકા ભજવી છે. PLI-LSEM નો કાર્યકાળ 31st માર્ચ 2026 ના રોજ સમાપ્ત થયો હતો.

SM/DK/JD