પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2030–31 સુધી અમલીકરણ માટે રૂ. 84,084 કરોડના મંજૂર થયેલા ખર્ચ સાથે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની સેન્ટ્રલ સેક્ટર સ્કીમ — ‘સમુદ્ર મંથન’ (રાષ્ટ્રીય ઓફશોર અન્વેષણ યોજના / નેશનલ ઓફશોર એક્સપ્લોરેશન સ્કીમ) ને મંજૂરી આપી છે.
આ યોજના ભારતની વિશાળ ઓફશોર ઊર્જા ક્ષમતાને અનલોક કરવા માટે સ્વતંત્રતા દિવસ 2025 ના રોજ લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી દ્વારા વ્યક્ત કરવામાં આવેલા આધુનિક યુગના ‘સમુદ્ર મંથન’ ના દ્રષ્ટિકોણને સાકાર કરે છે. તે ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા, સ્થાનિક સંશોધન અને ઉત્પાદન (E&P) ને વેગ આપવા, ટેકનોલોજીકલ નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને વિકસિત ભારતના દ્રષ્ટિકોણને આગળ ધપાવવા તરફનું એક ઉત્કૃષ્ટ પગલું દર્શાવે છે.
આ યોજના ઓફશોર એક્સપ્લોરેશન વેલ્યુ ચેઇનમાં વ્યાપક હસ્તક્ષેપોને આવરી લે છે. તે ઉચ્ચ ગુણવત્તાવાળા સિસ્મિક ડેટાનું મોટા પાયે સંપાદન, પ્રોસેસિંગ અને ઇન્ટરપ્રીટેશન, ઝડપી ડીપવોટર (ઊંડા પાણી) અને અલ્ટ્રા-ડીપવોટર એક્સપ્લોરેટરી ડ્રિલિંગ, સીમાંત બેસિન (frontier basins) માં વૈજ્ઞાનિક ડ્રિલિંગ, સામાન્ય ઓફશોર પ્રોડક્શન અને ઇવેક્યુએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, તેમજ એકીકૃત ઓઇલ એન્ડ ગેસ મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસીસ ઝોનની સ્થાપના પૂરી પાડે છે. તેમાં ડિજિટલ પ્રોગ્રામ મેનેજમેન્ટ, ક્ષમતા નિર્માણ, ટેકનોલોજી અપનાવવા, હિતધારકોના જોડાણ અને આંતરરાષ્ટ્રીય પહોંચ માટે સમર્પિત જોગવાઈઓનો પણ સમાવેશ થાય છે, જે દેશમાં ઓફશોર સંશોધન અને ઉત્પાદનને વેગ આપવા માટે એક સંકલિત ઇકોસિસ્ટમ બનાવે છે.
‘સમુદ્ર મંથન’ થી 600 મિલિયન મેટ્રિક ટન ઓફ ઓઇલ ઇક્વિવેલન્ટ (MMTOE) થી વધુ રિઝર્વ એક્યુરેશન (અનામત જથ્થામાં વધારો) ની અપેક્ષા છે, જે ઓફશોર એક્સપ્લોરેશન પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો કરશે, સ્થાનિક ક્રૂડ ઓઇલ અને ગેસના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે, મોટા પાયે રોજગારીનું સર્જન કરશે, ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ હેઠળ સ્વદેશી ઉત્પાદનને મજબૂત કરશે અને ઓફશોર ટેકનોલોજી અને સેવાઓ માટે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઇકોસિસ્ટમને ઉત્તેજન આપશે. આ યોજનાથી એક્સપ્લોરેશન અને પ્રોડક્શન વેલ્યુ ચેઇનમાં મોટા પ્રમાણમાં રોકાણ પ્રેરિત થવાની પણ અપેક્ષા છે, જે ઉદ્યોગ, નવીનતા અને આર્થિક વૃદ્ધિ માટે લાંબા ગાળાની તકો ઊભી કરશે.
જેમ જેમ ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, તેમ ‘સમુદ્ર મંથન’ એક પરિવર્તનકારી રાષ્ટ્રીય પહેલનું પ્રતિનિધિત્વ કરે છે જે દેશના ઓફશોર ઊર્જા સંસાધનોને અનલોક કરશે, લાંબા ગાળાની ઊર્જા સુરક્ષાને મજબૂત કરશે, ટેકનોલોજીકલ ક્ષમતાઓને પ્રગાઢ બનાવશે અને અર્થતંત્ર તથા ભવિષ્યની પેઢીઓ માટે કાયમી મૂલ્ય ઊભું કરશે.
છેલ્લા દાયકામાં, સરકારે અપસ્ટ્રીમ સેક્ટરમાં પરિવર્તનકારી સુધારાઓ હાથ ધર્યા છે, જેમાં એક્સપ્લોરેશન માટે લગભગ તમામ ઓફશોર વિસ્તાર ખુલ્લો મૂકવો, કાયદાકીય અને કરારબદ્ધ માળખાનું આધુનિકીકરણ કરવું અને નેશનલ ડેટા રિપોઝિટરીને મજબૂત કરવાનો સમાવેશ થાય છે. આ સુધારાઓને આગળ વધારીને, ‘સમુદ્ર મંથન’ વ્યૂહાત્મક જાહેર રોકાણ, અત્યાધુનિક ટેકનોલોજી અને વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ઝડપી ઓફશોર એક્સપ્લોરેશનના એક નવા યુગની શરૂઆત કરશે.
SM/DK/JD
The Cabinet’s approval of ‘Samudra Manthan’ marks a transformative leap towards strengthening India’s energy security and unlocking our vast offshore potential.
— Narendra Modi (@narendramodi) July 31, 2026
By combining investment, cutting-edge technology, skilled human capital and modern infrastructure, Samudra Manthan…