પીએમઇન્ડિયા
પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદે મળેલી ભારત સરકારની કેબિનેટે 105 કાયદાઓને રદ કરતા રીપીલીંગ એન્ડ એમેન્ડીંગ બીલ 2017 રજૂ કરવા માટેની મંજૂરી આપી દીધી છે.
પૂર્વભૂમિકા :
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કાર્યાલય દ્વારા રચવામાં આવેલી 2 સભ્યોની કમિટી, ધ લો કમિશન ઓફ ઈન્ડિયા અને કાયદા વિભાગે કેન્દ્ર સરકારના 1824 જરી પૂરાણા અને અર્થહીન કાયદા રદ કરવા માટે અલગ તારવ્યા છે. ખૂબ જ કાળજીપૂર્વકની તપાસ તથા ભારત સરકારના વિવિધ મંત્રીઓ / વિભાગો સાથે પરામર્શ કર્યા પછી કેન્દ્ર સરકારના ( મે 2014થી ઓગસ્ટ 2016 સુધીના ગાળાના) 1175 કાયદા રદ કરીને ચાર કાયદા ઘડવામાં આવશે, આ કાયદાઓ નીચે મુજબ છે :
1) રીપીલીંગ એન્ડ એમેન્ડીંગ એકટ 2015( 2015ના 17) 35 કાયદા રદ કરીને
ધ રીપીલીંગ એન્ડ એમેન્ડીગ (સેકન્ડ) એકટ 2015( 2015ના 19)90 કાયદા રદ કરીને
2) એપ્રોપ્રિએશન એકટસ (રદ કરવા) એકટ 2016 (2016ના 22) 756 કાયદા રદ કરીને
3) એપ્રોપ્રિએશન (રેલ્વેઝ) એકટસ સહિતના એપ્રોપ્રિએશનના કાયદાઓ
4) રીપીલીંગ એન્ડ એમેન્ડીંગ એકટસ 2016 (2016ના 23) 756 કાયદા રદ કરીને
ઉપર દર્શાવેલા 1824 કાયદાઓમાંથી (રાષ્ટ્રપતિ શાસન હેઠળનાં રાજ્યો માટે સંસદે ઘડેલા કાયદા સહિત) 227 કાયદાઓ રાજ્ય સરકારો દ્વારા રદ કરવા માટે નક્કી કરાયા છે. જેને રદ કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.
જે તે ખાતાં કે વિભાગોને સ્પર્શતા બાકીના 422 કેન્દ્ર સરકારના કાયદાઓની યાદી સંબંધીત તમામ મંત્રીઓ / વિભાગોમાં તેમનો પ્રતિભાવ મેળવવા માટે સરક્યુલેટ કરાઈ છે. આજ સુધીમાં કાયદા વિભાગ સહિત 73 મંત્રીઓ / વિભાગોએ તેમના પ્રતિભાવ આપ્યા છે. અ એ દ્વારા તે 105 કાયદા રદ કરવા સંમત થયા છે. અને 193 કાયદા રદ કરવા અંગે અસંમતિ દર્શાવી છે. મંત્રીઓ / વિભાગો તરફથી મળેલા અભિપ્રાય / સંમતિને આધારે આ વિભાગ દ્વારા 105 કાયદા રદ કરવા માટે પસંદ કરાવામાં આવ્યા છે.