Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કોન્ફ્લિક્ટ એવોઇડન્સ એન્ડ એન્વાયર્મેન્ટ કોન્શિયસનેસ પર વૈશ્વિક પહેલ “સંવાદ”ની બીજી એડિશન માટે પ્રધાનમંત્રીનો વીડિયો સંદેશ


યાંગોનમાં આજે અને આવતીકાલે કોન્ફ્લિક્ટ એવોઇડન્સ એન્ડ એન્વાયર્મેન્ટ કોન્શિયસનેસ (સંઘર્ષ નિવારણ અને પર્યાવરણ પર જાગૃતિ) પર વૈશ્વિક પહેલ “સંવાદ”ની બીજી એડિશન યોજાઈ રહી છે.

વિવેકાનંદ કેન્દ્રે નવી દિલ્હીમાં આ વિશિષ્ટ કોન્ફરન્સની પ્રથમ એડિશનનું આયોજન સપ્ટેમ્બર, 2015માં કર્યું હતું, જે વિવિધ ધર્મો અને પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રધાનમંત્રીએ આ એડિશનને સંબોધી હતી.

પ્રધાનમંત્રી સંવાદની બીજી એડિશન માટે વીડિયો મેસેજ પાઠવ્યો હતો. તેમાં તેમણે કહ્યું હતું કે, અત્યારે સમગ્ર વિશ્વમાં વિવિધ સમાજો કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેમ કેઃ

સંઘર્ષ કેવી રીતે ટાળવો?

આબોહવામાં પરિવર્તન જેવી વૈશ્વિક સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું?

શાંતિ અને સંવાદ સાથે કેવી રીતે જીવવું તથા આપણા જીવનને કેવી રીતે સુરક્ષિત કરવું?

તેમણે જણાવ્યું હતું કે, સમસ્યાઓના સમાધાન માટે માનવજાત વિચારવાની લાંબી પરંપરા ધરાવે છે, જેના મૂળિયા વિવિધ ધર્મો, સભ્યતાઓ અને આધ્યાત્મિકતાની અનેક શાખાઓમાં રહેલા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “તેઓ પ્રાચીન ભારતની એ પરંપરાનું સંતાન છે, જે મુશ્કેલ સમસ્યાઓના સમાધાન માટે સંવાદમાં માને છે.”તેમણે કહ્યું હતું કે, “તારક શાસ્ત્ર”ની પ્રાચીન ભારતીય વિભાવના અભિપ્રાયો અને સંઘર્ષ ટાળવા માટે સંવાદ અને ચર્ચાવિચારણા પર કેન્દ્રીત છે.

ભગવાન રામ, ભગવાન ક્રિષ્ના, ભગવાન બુદ્ધ અને ભક્ત પ્રહલાદ જેવા ભારતીય પૌરાણિક પાત્રોનું દ્રષ્ટાંત આપીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમના દરેક કાર્યોનો ઉદ્દેશ ધર્મનું રક્ષણ કરવાનો હતો, જે ભારતીયોએ પ્રાચીનથી લઈને આધુનિક સમયગાળા સુધી જાળવી રાખી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે સમગ્ર દુનિયામાં સમુદાયને પ્રાચીન ધાર્મિક માન્યતાઓ અને પૂર્વગ્રહો સમુદાયમાં વિભાજન માટે જવાબદાર છે. આ જ પૂર્વગ્રહો અને પ્રાચીન માન્યતાઓએ રાષ્ટ્રો અને સમાજો વચ્ચે સંઘર્ષના બીજ રોપ્યા છે. તેનું સમાધાન કરવાનો એકમાત્ર માર્ગ“સંવાદ” છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જો મનુષ્ય પ્રકૃતિનું પોષણ નહીં કરે, તો પ્રકૃતિ આબોહવામાં ફેરફાર સ્વરૂપે પ્રતિક્રિયા આપશે. તેમણે ઉમેર્યું હતું કે, કોઈ પણ આધુનિક સમાજમાં પર્યાવરણ સાથે સંબંધિત કાયદા અને નીતિનિયમો આવશ્યક છે. તેમણે પ્રકૃતિનું સંરક્ષણ કરવા “સંવાદી પર્યાવરણીય જાગૃતિ” માટે અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, મનુષ્યએ પ્રકૃતિ સાથે જોડાવું જોઈએ, તેનું સન્માન કરવું જોઈએ, તેનો વપરાશ કરવાના સ્ત્રોત તરીકે જ વિચાર ન કરવો જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “21મી સદીની દુનિયા એકબીજા સાથે જોડાયેલી છે અને એકબીજા પર નિર્ભર છે. અત્યારે દુનિયા આંતકવાદથી લઈને આબોહવામાં ફેરફાર સુધીના વૈશ્વિક પડકારોને સામનો કરી રહી છે. મને ખાતરી છે કે આ સમસ્યાઓના સમાધાન એશિયાની સંવાદ અને ચર્ચાવિચારણાની પ્રાચીન પરંપરાઓ મારફતે મળશે.”

******

TR