Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ક્ષેત્રીય જોડાણ યોજના હેઠળ શિમલા -દિલ્હી સેકટર ઉપર ઊડાન વિમાનને લીલીઝંડી આપ્યા બાદ પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ક્ષેત્રીય જોડાણ યોજના હેઠળ શિમલા -દિલ્હી સેકટર ઉપર ઊડાન વિમાનને લીલીઝંડી આપ્યા બાદ પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ક્ષેત્રીય જોડાણ યોજના હેઠળ શિમલા -દિલ્હી સેકટર ઉપર ઊડાન વિમાનને લીલીઝંડી આપ્યા બાદ પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ક્ષેત્રીય જોડાણ યોજના હેઠળ શિમલા -દિલ્હી સેકટર ઉપર ઊડાન વિમાનને લીલીઝંડી આપ્યા બાદ પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


મારા પ્રિય દેશવાસીઓ,

ભારત ખૂબ ઝડપથી મધ્યમ વર્ગના લોકોના જીવનમાં એક નવી અભિવ્યક્તિ, નવા સપના અને નવા સંકલ્પ સાથે કશુંક કરવાની હિંમત દેશમાં અનુભવી રહ્યો છે. એક એવો વર્ગ છે કે જેઓ જો તક મળે તો દેશના વિકાસને નવી ઊંચાઈ ઉપર લઈ જવાની કલ્પના સાકાર કરીને ઉત્તમ પરિણામ આપી શકે તેમ છે.

ખાસ કરીને યુવાનોની પ્રથમ પેઢી જોખમ લેવાની ક્ષમતા ધરાવે છે. તે આ ક્ષમતા ધરાવતો ઘણો મોટો વર્ગ છે. આ યુવકોને તક મળે તો તે દેશની તકદીર પણ બદલી શકે છે, તસવીર પણ બદલી શકે છે. સમગ્ર વિશ્વ એવું માને છે કે ભારતમાં હવાઈ યાત્રા માટે એવિએશન ક્ષેત્રે વિશ્વમાં જો કોઈ એક સ્થળે સૌથી વધુ તકો હોય તો તે ભારતમાં છે. અગાઉથી જ આપણી વિચારધારા એવી રહી હતી કે વિમાનમાં પ્રવાસ એ રાજા-મહારાજાઓનો જ વિષય છે અને એટલા માટે જ આપણી એર લાઈન સાથે જે લોકો જોડાયેલો હતો તે મહારાજાનો  લોગો હતો. જ્યારે અટલજીની સરકાર હતી ત્યારે અમારા રાજીવ પ્રતાપ રૂડી ઉડ્ડયન મંત્રી હતા ત્યારે હું એક દિવસ તેમની સાથે હતો. એ વખતે હું પક્ષમાં કામ કરતો હતો અને હિમાચલમાં જ રહેતો હોવાથી એકવાર તેમને મળ્યો અને તેમને કહ્યું કે ભાઈ, શું આ લોગો બદલી શકાય નહીં? તેમણે સવાલ કર્યો કે કેમ? મેં કહ્યું કે તેનાથી એવું લાગી રહ્યું છે કે હવાઈ જહાજ અને વિમાન પ્રવાસ એક જ વર્ગના લોકો માટે છે. એના જવાબમાં તેમણે કહ્યું કે શું કરવું? મેં કહ્યું કશું કરશો નહીં, કાર્ટુનિસ્ટ લક્ષ્મણનો જે સામાન્ય માનવી છે તેને જ લોગો તરીકે લગાડી દો અને તેમની મંજૂરી લઈ લો. મને ખુશી છે કે અટલજીની સરકારના સમયમાં તે સામાન્ય માનવીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

એ સમયે જ્યારે હું કોઈ રાજકીય પદ પર નહોતો, હું સંગઠનમાં કામ કરતો હતો, પરંતુ એ સમયે મારી સમજમાં આવતું હતું કે આ વિચાર રાજા-મહારાજાઓ સાથે જોડાયેલો છે અને તેને બદલવો છે. આથી મેં મારા વિભાગને આગ્રહ કર્યો કે દેશમાં એક મોટી ઊણપ એ છે કે આપણી કોઈ ઉડ્ડયન નીતિ નથી. આટલો મોટો દેશ છે, ખૂબ જ વ્યાપક સંભાવનાઓ ધરાવે છે. વિશ્વનું ધ્યાન દોરાય તેવી એક ઉડ્ડયન નીતિ બનાવી તેને કસોટી પર મૂકો અને તેના તમામ લાભાર્થીઓને વિશ્વાસમાં લો તથા આ નીતિને આધારે વિસ્તરણની એક ડિઝાઈન તૈયાર કરો. મને આનંદ છે કે આઝાદી પછી પ્રથમ વખત ઉડ્ડયન નીતિ બનાવવાનું આ સૌભાગ્ય અમારી સરકારને મળ્યું છે. તે સમયે મેં પ્રથમ બેઠકમાં કહ્યું હતું કે ઉડ્ડયન નીતિને હું એવી રીતે જોઉં છું કે આપણા દેશમાં જે ગરીબ વ્યક્તિઓ છે તેમની ઓળખ એ છે કે તે હવાઈ ચપ્પલ પહેરે છે. આ બેઠકમાં મેં કહ્યું હતું કે હવાઈ જહાજમાં હવાઈ ચપ્પલ પહેરતા લોકો પણ દેખાવા જોઈએ. આજે એ શક્ય બન્યું છે કે શિમલા અને દિલ્હીની હવાઈ યાત્રાથી નાંદેડ અને હૈદ્રાબાદ પણ જોડાઈ રહ્યા છે. અમારા નડ્ડાજી ત્યાં છે. તે હિમાચલના છે. તેમણે  શિમલા સાથે જોડાણનો વિશેષ આનંદ થયો છે. હું દિલ્હીથી આવ્યો છું અને મને પણ ઘણો આનંદ થયો છે.

આજે આપણે રોડ રસ્તે ટેક્સીમાં જઈએ તો 1 કી.મી.નું ભાડુ રૂ.8 થી 10 થાય છે. દિલ્હીથી શિમલાનો  વિમાન પ્રવાસ વધુમાં વધુ 1 કલાક લાગે અથવા તો જો હું રોડ માર્ગે પ્રવાસ કરીને આવું તો ઓછામાં ઓછા 9 કલાક લાગે. રોડથી આવવાના કી.મી. દીઠ રૂ.10નો  હિસાબ લગાવું તો મોટો ખર્ચ થઈ જાય છે. વિમાનથી થતી સફર એ એવી છે કે જેમાં સમય બચે છે અને રોડ માર્ગે કી.મી. દીઠ રૂ.10નો ખર્ચ થાય છે. હવે જો હું નવી પોલિસી અનુસાર વિમાન પ્રવાસના ખર્ચની ગણતરી કી.મી. દીઠ કરૂં તો માત્ર રૂ.6 અથવા રૂ.7 લાગશે. નાંદેડથી આજે હૈદ્રાબાદની વિમાન સેવા શરૂ થઈ રહી છે, પરંતુ નાંદેડથી મુંબઈની સર્વિસ ત્યાર પછી શરૂ થવાની છે. હું એવિએશન કંપનીઓને એવી શિખામણ આપવા માગુ છું અને સલાહ પણ આપું છું કે આ પ્રવાસ વ્યવસ્થા માટે હું તેમની પાસેથી કોઈ રોયલ્ટી વસૂલ કરીશ નહીં. હું તેમને મફતમાં સલાહ આપી રહ્યો છું કે એવિએશન કંપનીઓ વ્યાપારી દ્રષ્ટિએ વિચારે તો નાંદેડ સાહિબ, અમૃતસર સાહિબ અને પટના સાહિબના પ્રવાસનો સર્ક્યુલર રૂટ બનાવે તો દુનિયાભરના શીખ પ્રવાસીઓ આ વિમાન પ્રવાસનો સૌથી વધુ લાભ ઊઠાવશે.

ઘણાં ઓછા લોકોને ખબર હશે કે જ્યારે બીજું વિશ્વ યુધ્ધ થયું ત્યારે ભારતના પૂર્વ ભાગમાં ઘણી બધી હવાઈ પટ્ટીઓ (રન-વે) બની હતી. સરહદી ક્ષેત્રોમાં પણ ઘણી હવાઈ પટ્ટીઓ બની, પણ તેનો ક્યારેય ઉપયોગ થયો નહીં. કેટલીક તો હવાઈ પટ્ટીઓ એવી હતી કે જ્યાંથી લોકો સામાન પણ ઊખાડીને લઈ ગયા હતા. દેશ આઝાદ થયો તે પછી આઝાદીને 70 વર્ષ પૂરા થયા છે, પરંતુ 70 થી 75 એરપોર્ટ એવા છે કે જે વ્યાપારી હેતુ માટે કામમાં આવી રહ્યા છે. 70 વર્ષ પછી હવે 70 – 75 એરપોર્ટને નવી  પોલિસી દ્વારા એક વર્ષમાં વ્યાપારી પ્રવૃત્તિઓ માટે સાંકળવામાં આવશે. ભારતના બીજા વર્ગના શહેરો હવે ગ્રોથ એન્જીન બની રહ્યા  છે. વિકાસમાં ઊર્જા ભરવાની તાકાત બીજા વર્ગના કે ત્રીજા વર્ગના શહેરોમાં આવી રહી છે અને હવે ત્યાં જો એર કનેક્ટિવિટી મળી જાય તો મૂડી રોકાણ કરનાર સમૂદાય, મેનેજમેન્ટના નિષ્ણાતો, શિક્ષણ માટે ગુણવત્તાયુક્ત માનવબળ વગેરેને જો સરળ કનેક્ટિવિટી મળે તો તે સ્થળે વિકાસની સંભાવનાઓ વધી જાય છે. દુનિયામાં સૌથી વધુ ઝડપથી પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે, પરંતુ પ્રવાસન સ્થળે પહોંચ્યા પછી પ્રવાસીઓએ કષ્ટ વેઠવા માટે તૈયાર રહેવું પડે છે. આવું તેમને પસંદ પડે, મહેનત કરવી પણ ગમે છે. પહાડ ચઢવાનું ગમે છે, પસીનો વહાવવાનું પણ ગમે છે, પરંતુ પહોંચ્યા પછી તે સૌથી સારી સુવિધા પસંદ કરવા લાગ્યા છે. તેમને જો એર કનેક્ટિવિટી મળી જાય અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી મળી જાય તો આવા સ્થળને તે વધુ પસંદ કરવા લાગ્યા છે. ત્યાં ગયા પછી તે કષ્ટ વેઠવા તૈયાર છે, જોખમ લેવા તૈયાર છે, પરંતુ આવવા-જવાની સુવિધા તે પહેલા પસંદ કરે છે. શિમલામાં હવે આ વ્યવસ્થા ફરીથી શરૂ થઈ રહી છે. ઘણા વર્ષોથી આ કામ અટકેલું પડ્યું હતું. મને વિશ્વાસ છે કે હિમાચલ પ્રદેશના ટુરિઝમને ઘણું મોટું બળ મળશે.  રૂ.2500ની રકમ સૌથી વધારે છે, એવી ટિકિટ વ્યવસ્થા પણ હોઈ શકે કે જ્યાં રૂ.2500 થી ઓછાની પણ ટિકિટ મળી શકે.

ભારતનો ઉત્તર-પૂર્વ વિસ્તાર એક એવો ભૌગોલિક પ્રદેશ છે કે ત્યાં એક વખત ગયા પછી વારંવાર આવવાનું મન થાય તેમ છે. એવું જ અમારૂં નોર્થ-ઈસ્ટ છે. પ્રકૃતિને અહીં એવી વાસ્તવિકતા મળી છે કે જેવી કદાચ અન્ય ક્યાંય મળી નહીં હોય, પરંતુ કનેક્ટિવિટીના અભાવના કારણે સામાન્ય નાગરિકને આ પ્રદેશો સાથે જોડી શકાતા નથી. આ એવો દેશ છે કે જ્યાં એકતા માટે ઘણા બધા ઉત્સવો થવાના છે. એટલે માત્ર યાત્રાની સુવિધા જ નહીં, પણ બે ભૌગોલિક પ્રદેશો, બે સંસ્કૃતિઓ, બે પરંપરાઓ પણ ખૂબ જ સહજતાથી જોડાઈ જાય છે. મને આનંદ છે કે દેશમાં હવાઈ યાત્રાની દ્રષ્ટિએ સામાન્ય નાગરિકને, જેનું ઉડાન નામ અપાયું છે તેવી વ્યવસ્થામાં આમ નાગરિક ઊડીને જઈ શકશે અને મેં જે રીતે કહ્યું તે મુજબ હવાઈ પ્રવાસમાં હવાઈ ચપ્પલ પહેરવા વાળા લોકો પણ નજરે પડવા જોઈએ. જેથી સૌ ઊડે અને સૌ જુડે (જોડાય).

આ સાથે દેશના એક ખૂણાને બીજા ખૂણાથી જોડવાનું મહા અભિયાન શરૂ થઈ ગયું છે. મારા માટે આનંદની વાત એ છે કે અહીં એક બીજા કાર્યક્રમનો પણ પ્રારંભ થઈ રહ્યો છે અને આજે તેનો શિલાન્યાસ થવાનો છે. માનવ સંશાધન વિકાસ જેટલો વિસ્તારલક્ષી હોય છે, તેટલું જ તેમાં ધ્યાન કેન્દ્રીત થઈ શકે છે અને આપણા દેશની ક્ષમતામાં વૃધ્ધિ થાય છે. ભારત પાસે હાઈડ્રો પાવરની ઘણી મોટી સંભાવના છે. એક એવો અંદાજ છે કે લગભગ દોઢ લાખથી વધારે મેગા વોટ વિજળી આપણે હાઈડ્રો પધ્ધતિ દ્વારા મેળવી શકીએ છીએ. તેના માટે માનવ સંશાધન જરૂરી બને, માનવ બળ જરૂરી બને અને એટલા માટે એક સમર્પિત શિક્ષણ સંસ્થા આવશ્યક બને છે. હિમાચલ પ્રદેશ અને સમગ્ર હિમાલયનો પટ્ટો એટલે કે જમ્મુ-કાશ્મીરથી શરૂ કરીને અહીં સુધી હાઈડ્રો પાવર પ્રોજેકટની ઘણી મોટી સંભાવનાઓ છે. આથી જો અહીંના યુવાનોને હાઈડ્રો પાવર સંબંધિત ઈજનેરીનું શિક્ષણ મળે તો તે એક વિશેષ અભ્યાસક્રમથી સજ્જ બને છે. હું માનું છું કે આવી વ્યવસ્થા ઊભી થશે અને તેનાથી દેશની ઘણી મોટી સેવા થશે. અહીં મિકેનિકલ એન્જીનિયરીંગના અન્ય સારા વિષયો પણ ભણાવાશે, પરંતુ વિશેષ ધ્યાન હાઈડ્રો પાવર સંબંધિત વિષયને આપવામાં આવશે. એના શિક્ષણનું એક ઘણું મોટું કામ બિલાસપુરમાં થવાનું છે. તેનો શિલાન્યાસ કરવાની આજે મને તક મળી છે. હું હિમાચલ પ્રદેશના લોકોને અને દેશની યુવાન પેઢીને આ સંસ્થાની ભેટ આપતા ખૂબ જ ગર્વ અનુભવું છું. એક રીતે કહીએ તો આજે દેશ હિમાચલની ધરતી ઉપરથી એર પાવરનો પણ અનુભવ કરી રહ્યો છે અને હાઈડ્રો પાવરનો પણ અનુભવ કરી રહ્યો છે.

વાયુ શક્તિ અને જળ શક્તિ વિકાસ માટે ઘણી મોટી તાકાત બની શકે તેમ છે અને આજે આપણે જે ન્યૂ ઈન્ડિયાનું સપનું જોઈ રહ્યા છીએ તેમાં જળ-ધનનું સામર્થ્ય છે અને વન-ધનનું પણ સામર્થ્ય છે. જળ-ધનનું પણ એટલું સામર્થ્ય છે કે સરકાર પણ તેને સાથે લઈને આગળ વધી રહી છે. હું વધુ એક વખત ભારત સરકારના વિભાગ એટલે કે ઉડ્ડયન વિભાગના તમામ અધિકારીઓને અને તમામ મંત્રીઓને તથા તેમના નેતૃત્વને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે આજે તેમના થકી એક મહત્વાકાંક્ષી યોજનાનો આરંભ થયો છે, જે ખૂબ ટૂંકા ગાળામાં હિંદુસ્તાનના નવા ગ્રોથ સેન્ટરની ઊડાન ભરવાની તાકાત તેમને મળવાની છે. મારા તરફથી સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.

 

AP/J.Khunt/TR