પીએમઇન્ડિયા
માનનીય શ્રી ડેવિડ કેમરુન,
આદરણીય શ્રી એલન યૈરો, મેયર લંડન
દેવીઓ અને સજ્જજનો
મારા માટે ખૂબ આનંદની વાત છે કે આ સાંજે હું આપ સહુની સાથે છું. મારું માનવું છે કે હું આ મહાન દેશમાં થોડો મોડેથી આવ્યો છું. પરંતુ સારી બાબત એ પણ છે કે હું અને માનનીય કેમરુન સતત સંપર્કમાં રહેલા છીએ.
અમે સતત અનેક સ્થળોએ મળતા રહ્યાં છીએ અને વિચારોનું આદાન-પ્રદાન કરતા રહ્યા છીએ. મને યાદ છે કે અમારી છેલ્લી મુલાકાત ન્યૂયોર્કમાં થઇ હતી, જ્યાં તેમણે સાચું જ કહ્યું હતું કે ભારત અને બ્રિટનને આર્થિક મોરચે સાથે મળીને કામ કરવું જોઇએ.
મિત્રો,
બ્રિટન અને ભારત અનેક સદીઓથી એકબીજાના પરિચયમાં રહ્યાં છે. અમારી પ્રશાસનિક વ્યવસ્થા પણ વ્યાપક સ્તરે વેસ્ટમિન્સટર મૉડલ પર આધારિત છે.
– આપણા સંસ્થાન એક-બીજા સાથે સંવાદ કરવાનું જાણે છે,
– આપણા લોકો એક-બીજા સાથે સાથે મળીને કામ કરવાનું જાણે છે,
– આપણો વેપાર એક-બીજા સાથે સાથેમળીને આગળ વધવાનું જાણે છે
આ જ કારણ છે કે બ્રિટન, ભારતના મોટા કારોબારી ભાગીદારોમાંથી એક છે. બ્રિટન, ભારત માટે ત્રીજા ક્રમાંકનો સૌથી મોટો વિદેશી રોકાણકાર દેશ પણ છે. હું એ પણ કહેવા ઇચ્છીશ કે આ એક તરફી પણ નથી. ભારત, બ્રિટન માટે ત્રીજા ક્રમાંકના મોટા એફડીઆઈના સ્રોતના રૂપમાં ઉભરી આવ્યું છે. જોકે, હાલ ભારત અને બ્રિટન વચ્ચે પોતાના વેપાર-ધંધાના સંબંધોને વધારે મજબૂત બનાવવા માટેની અનેક સંભાવનાઓ રહેલી છે.
આપણે પ્રભાવી રૂપથી પારસ્પરિક સંપને વધારવાનું છે, જે આપણા બન્ને માટે સારું છે. અમે વિશેષરૂપથી એ ક્ષેત્રોને વિકસિત કરવા ઉત્સુક છીએ કે જેમાં બ્રિટનની સ્થિતિ મજબૂત બનેલી છે. અમે આ ભાગીદારી માટેની અનુકૂળ સ્થિતિ પેદા કરવા તરફ ખાસ ધ્યાન આપી રહ્યાં છીએ. અહીં એક મજબૂત ભારતીય સમુદાય અમને શ્રેષ્ઠ બનાવવા અને બ્રિટન સાથે ઉચિત ભાગીદારી કરવા માટે પણ પ્રોત્સાહિત કરી રહ્યો છે.
મિત્રો જ્યારથી મારી સરકારે કાર્યભાર સંભાળ્યો છે, અમે સતત એ પ્રયાસ કરી રહ્યાં છીએ કે અર્થવ્યવસ્થાને યોગ્ય કરી શકીએ, પાટે ચઢાવી શકીએ. અમે ખાસ કરીને ભારતને વેપારની સ્થિતિએ સરળ સ્થાન બનાવવા માટે આક્રમક રૂપથી કામ કરી રહ્યાં છીએ. અમારું માનવું છે કે ભારતમાં સામાન્ય નાગરિકના જીવનમાં સુધાર માટે આ અત્યંત જરૂરી છે.
અમારી મહેનતનું પરિણામ સામે નજરે પડી રહ્યું છે. આઈએમએફના પ્રમુખે તાજેતરમાં જ કહ્યું હતું કે ભારત આજે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં કેટલાક મહત્વના સ્થાનોમાંથી એક છે. પાછલા વર્ષે અમારો વૃદ્ધિદર 7.3 ટકા રહ્યો હતો.
વિશ્વ બેન્કે તાજેતરમાં પોતાના એક અહેવાલમાં આ નાણાકીય વર્ષ માટે વૃદ્ધિદર 7.5 ટકા અને આવનારા વર્ષોમાં તેનાથી પણ સારો વૃદ્ધિદર રહેવા માટેનું અનુમાન જાહેર કર્યું છે. આ પ્રકારથી અમે ખુશનસીબ છીએ કે અમે સાચી દિશામાં આગળ વધી રહ્યાં છીએ. ઈઝ ઓફ ડૂઈંગ બીઝનેસ (વેપારની દૃષ્ટિએ સરળ દેશ) અંગે વિશ્વ બેન્કના 2016 માટેના રીપોર્ટમાં ભારત 12મા સ્થાને ઉપર ચઢ્યો છે. અન્ય કોઇ દેશમાં આટલો સુધારો નોંધવામાં આવ્યો નથી.
અમે રાજ્ય, જિલ્લા અને શહેરોના સ્તરે પણ સુધાર લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. રાજ્ય ભાગીદારી અને પ્રતિસ્પર્ધાની લાગણી સાથે આ કામમાં કેન્દ્ર સરકારની સાથે મળીને કામ કરી રહ્યાં છીએ.
તાજેતરમાં જ અમે વિશ્વ બેન્ક ગ્રુપની મદદથી ઇઝ ઓફ ડૂઈંગ બીઝનેસ પર અમારી રાજ્ય સરકારોને રેન્કીંગ આપ્યું હતું. તેનાથી રાજ્ય સરકારો વેપાર માટે અનુકૂળ માહોલ વિકસિત કરવા માટે સ્વસ્થ પ્રતિસ્પર્ધા કરવા માટે પ્રેરિત થઇ છે.
આવું પ્રથમ વખત થયું છે કે વિશ્વ બેન્કે ઈઝ એફ ડૂંઈગ બીઝનેસ અંગે એક ઉપ-રાષ્ટ્રીય (સબ-નેશનલ) કવાયતમાં પોતાનો પણ સમાવેશ કર્યો છે.
મિત્રો, ભારતમાં આજે એક મોટો પડકાર યુવાઓને ઉત્પાદકપૂર્ણ રોજગાર આપવાનો છે. આ પડકારને પાર કરવા માટે અમારા માટે વિનિર્માણને પ્રોત્સાહન આપવું ખૂબ જરૂરી છે, જે અનેક દશકોથી જીડીપીના લગભગ 16 ટકાના સ્તરે બનેલું રહ્યું છે. અલ્પ અને મધ્યમ અવધિમાં તેની હિસ્સેદારી લગભગ 25 ટકા સુધી પહોંચવાની શક્યતા રહેલી છે. તેને ધ્યાનમાં રાખીને અમે મેક ઇન ઇન્ડિયાની પહેલ કરી છે. અમે ભારતને એક વૈશ્વિક વિનિર્માણ કેન્દ્ર બનાવવા માટે દરેક મોરચે કામ કરી રહ્યાં છીએ.
આ લક્ષ્યને મેળવવા માટે ઈઝ ઓફ ડૂઈંગ બીઝનેસથી સંકળાયેલા પ્રયાસો ઉપરાંત અમે ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રકચર માટે વહેલામાં વહેલી મંજૂરીઓ/ સ્વીકૃતિઓની વ્યવસ્થા કરી છે. અમારી રણનીતિનો મુખ્ય લક્ષ્ય નીતિથી ચાલનારું શાસન છે. પારદર્શી લીલામી અને કોલસા, સ્પેકટ્રમ, આયર્ન ઓર જેવા મુખ્ય પાકૃતિક સંસાધનોની વહેંચણી જેવા ઉપાયથી રોકાણકારોને કામ કરવા માટે સમાન અવસર મળ્યા છે.
વિદેશી રોકાણનો પ્રવાહ વધારવા માટે અમે રેલવેમાં 100 ટકા એફડીઆઈને મંજૂરી આપીને એફડીઆઈ નીતિને વધારે સરળ બનાવી છે. અમે રક્ષા અને વીમામાં એફડીઆઈની મર્યાદાને 49 ટકા સુધી વધારી દીધી છે. અમે આ નીતિઓમાં પરિચાલન સંબંધી દરેક સમસ્યાને ધ્યાનમાં રાખી છે. આવી જ ભાવના સાથે અમે આ સપ્તાહે લગભગ 15 ક્ષેત્રોમાં એફડીઆઈની મર્યાદામાં ખૂબ ફેરફાર કર્યો છે.
ઉદાહરણ તરીકે, હવે નિર્માણ ક્ષેત્રમાં એફડીઆઈ નીતિમાં કોઇ બાધ્યતા રહેલી નથી. આ પ્રકારથી પ્લાન્ટેશન, ઈ-કોમર્સ અ એકલ બ્રાન્ડ રીટેલમાં પણ સરળતા લાવવામાં આવી છે. આ ઉપરાંત અમે મોટાભાગના એફડીઆઈ પ્રસ્તાવોને ઓટોમેટિક રુટને હવાલે કરી દીધા છે.
સુધારણાના આ તબક્કાની સાથે હું કહી શકું છું કે ભારત વિદેશી રોકાણના મુદ્દે સૌથી વધારે ખુલેલા દેશમાંથી એક દેશ છે.
ઇન્ફ્રાસ્ટ્રકચર ભારત માટે એક અન્ય મોટો પડકાર છે. અમે ભવિષ્યના ભૌતિક અને સામાજીક પાયાના માળખાના નિર્માણ માટે ખાસ ઉત્સુક છીએ. આર્થિક પ્રબંધનમાં સ્વતઃ લાગૂ અનુશાસનના માધ્યમથી અમે ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરો માટે વધારે સંસાધનોની વહેંચણીમાં સફળ રહ્યાં છીએ. તે ઉપરાંત અમે એક ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડની પણ સ્થાપના કરી છે. અમે અમારા સંસાધનોથી આ ફંડમાં વાર્ષિક 3.5 અરબ અમેરિકી ડોલરનું યોગદાનનો લક્ષ્ય નક્કી કર્યો છે. અમે સંપત્તિ પ્રબંધન માટે પણ એક પ્રોફેશનલ ટીમની નિયુક્તિ કરી રહ્યાં છીએ.
અમે રેલવે, રસ્તા અને અન્ય સેક્ટરોમાં કરમુક્ત ઇન્ફ્રાસ્ટ્રકચર બોન્ડસની વ્યવસ્થા પણ કરી છે. અમે અમારા સંબંધોને વધારે ગાઢ બનાવવા અને ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રકચરમાં રુચિ પેદા કરવા માટે બ્રિટન સરકાર, ઉદ્યોગ અને આર્થિક માર્કેટોની સાથે મળીને કામ કરીશું. ખૂબ જલ્દીથી આ બોન્ડ અમારા બજારો વચ્ચે ભાગીદારીના મજબૂત અંગ તરીકે સામે આવી શકશે.
મિત્રો.,
અહીં અનેક નિયામકીય અને કર સંબંધી મુદ્દા અગાઉથી ઉપસ્થિત રહેલા હતા, જેનાથી ભારત પ્રત્યે વિદેશી રોકાણકારોની ધારણા પર વિપરિત અસર પડી રહી હતી. અમે લાંબા સમય સુધી અટવાયેલા મુદ્દાના ઉકેલ માટે અનેક પગલાં લીધાં છે.
તેના કેટલાક ઉદાહરણ આ પ્રકારે છેઃ
– અમે સુરક્ષા અને પર્યાવરણ મંજૂરીની સાથે નિયામકીય મંજૂરીમાં ઝડપ લાવી છે,
– અમે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ લાયસન્સોની વૈધતા અવધિને ત્રણ વર્ષથી વધારીને 18 વર્ષ સુધીની કરી દીધી છે,
– અમે લગભગ 60 ટકા રક્ષા સામાનને લાયસન્સીંગની પ્રક્રિયાથી બહાર કરી દીધા છે અને નિર્યાત માટે એન્ડ યુઝ સર્ટિફિકેટ વગેરે જેવી અનેક બાધાઓને નાજુક બનાવી દીધી છે,
– અમે સ્પષ્ટ કહી દીધું છે કે રેટ્રોસ્પેક્ટિવ (પાછલી તારીખથી લાગૂ) કરવેરાને કોઇપણ સ્થિતિમાં નહીં માનવામાં આવે અને અનેક બાબતોમાં તેને સાબિત પણ કર્યું છે.
– તેનાથી એફપીઆઈ પર ન્યૂનત્તમ વૈકલ્પિક કર નહીં લાગૂ કરવું સામેલ છે
– અમે એફપીઆઈ અને અન્ય વિદેશી રોકાણકારો માટે કંપોઝિટ સેક્ટર કૈપ્સની અવધારણાને પણ રજૂ કરી છે.
– અમે અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડસ અંગે પણ નિયમોને અધિસૂચિત કરી દીધા છે,
– અમે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટસ માટે પૂંજીગત લાભ કર વ્યવસ્થાને ઔચિત્યપૂર્ણ બનાવી દીધું છે
– અમે સ્થાયી પ્રતિષ્ઠાન નિયમોને સંશોધિત કરી દીધા છે
– અમે જનરલ એન્ટી અવોયડન્સ રૂલ્સની અમલવારીને બે વર્ષ સુધી મોકૂફ રાખવાનોં નિર્ણય કર્યો છે,
– અમે સંસદમાં જીએસટી વિધેયક રજૂ કર્યો છે, જેને 2016થી લાગૂ કરવાની શક્યતા છે
– અમે નવા બેન્કરપ્ટસી (દેવાળીયુપણું) નિયમ પર કામ કરી રહ્યાં છીએ, કંપની કાનૂન ન્યાયાધિકરણ જલ્દીથી બનવા જઇ રહ્યું છે.
મિત્રો,
અમે સુનિશ્ચિત કરવા ઇચ્છીએ છીએ કે અમારી કર વ્યવસ્થા પારદર્શી અને ઔચિત્યપૂર્ણ હોય. અમે સારા રોકાણકારો અને પ્રમાણિક કરદાતાઓને પણ જોવા ઉત્સુક છીએ, જે કર સંબંધી બાબતોમાં જલ્દી અને યોગ્ય નિર્ણય કરે.
અમારા પ્રયાસોને પરિણામ આ પ્રકારે છે,
– ખાનગી રોકાણ અને વિદેશી રોકાણનો દેશમાં પ્રવાહ સકારાત્મક બન્યો છે
– પાછલા વર્ષની સમાન સમયગાળાની સરખામણીએ એફડીઆઈ પ્રવાહ 40 ટકા સુધી વધ્યો છે
– ભારતને હાલમાં અન્સર્ટ એન્ડ યંગે સૌથી વધારે આકર્ષક સ્થળ જાહેર કર્યું છે
– 2015ની પ્રથમ છ માસિકગાળા દરમિયાન શીર્ષ ગ્રીનફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્થળ (નવી પરિયોજનાઓમાં રોકાણ)ની સૂચિમાં ભારત મોખરાના સ્થાને રહ્યું છે.
– અમેરિકાની ફોરેન પોલિસી મેગેઝિને એફડીઆઈ રોકાણના મુદ્દે ભારતને મોખરાના સ્થાને રાખ્યું છે.
– વૃદ્ધિ, નવાચાર અને નેતૃત્વ અંગે 100 દેશો પર ફ્રોસ્ટ એન્ડ સલીવનના એક અધ્યયનમાં ભારતને મોખરાના સ્થાને રાખવામાં આવ્યું છે
– ભારતમાં રોકાણના મુદ્દે આકર્ષણથી સંબંધિત અંકટાડની રેન્કિંગમાં 15મા સ્થાનેથી 9મા સ્થાનેથી કૂદકો માર્યો છે.
– ભારત વિશ્વ આર્થિક મંચના ગ્લોબલ કમ્પીટીટિવ ઇન્ડેક્સમાં 16મા સ્થાન ઉપર પહોંચ્યું છે
– મૂડીઝે ભારતની રેટિંગમાં સકારાત્મક અપગ્રેડ કર્યું છે.
એક પ્રકારથી 18 મહિનાઓમાં અમે વૈશ્વિક કંપનીઓની નજરમાં સફળતાપૂર્વક ભારતની વિશ્વસનિયતા સ્થાપિત કરી દીધી છે. પીપીપીના માધ્યમથી અમે એવા ક્ષેત્રોમાં રોકાણને પ્રોત્સાહિત કરી રહ્યાં છીએ કે જ્યાં અગાઉ સરકાર દ્વારા જ મૂડીરોકાણ કરવામાં આવતું હતું. અમે બજાર અનુશાસન કાયમ કરવા માટે અનેક જાહેર એકમોમાં હિસ્સેદારી પણ વેચી રહ્યાં છીએ. અમે પીપીપી પરિયોજનાઓના સ્ટ્રકચરિંગ અને અમલીકરણમાં પોતાના અનુભવોથી શીખવા માટે પણ ઉત્સુક છીએ.
મિત્રો હું વ્યકતિગત રૂપથી માનું છું અને સુનિશ્ચિત કરવા માગુ છું કે ભારત દરેક ઇનોવેટર્સ અને ઉદ્યમીઓની બૌદ્ધિક સંપદા અધિકારોના રક્ષણ માટે પણ પ્રતિબદ્ધ છે. અમે આઈપી પ્રસાશનમાં પારદર્શિતા અને ઓનલાઇન પ્રોસેસિંગ માટે અનેક ઉપાય કરેલા છે. એક વ્યાપક રાષ્ટ્રીય આઈપીઆર નીતિને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે.
મિત્રો,
અમે પોતાના સપનાંઓને હકીકતમાં તબદીલ કરવા માટે પોતાની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા ઇચ્છીએ છીએ. અમે બ્રિટનની કંપનીઓ માટે અવસરો રજૂ કરવા માટેની પ્રતિબદ્ધતા અને આક્રમક રીતે કામ કરી રહ્યાં છીએ. આ અવસરોમાં 100 સ્માર્ટ સિટીમાં પાંચ કરોડ ઘરોનું નિર્માણ, રેલવે નેટવર્કના આધુનિકીકરણ અને સ્ટેશનોના પુનઃર્વિકાસથી લઇને રેલવે કોરિડોર્સ સુધી, 175 ગીગાવૉટ રીન્યુએબલ એનર્જીના ઉત્પાદનથી લઇને પારેષણ અને વિતરણ નેટવર્કની સ્થાપના, રાષ્ટ્રીય રાજમાર્ગો અને પુલ, મેટ્રો રેલ નેટવર્કનો સમાવેશ થાય છે. કોઇપણ અન્ય દેશની સરખામણીમાં ભારતમાં સામાનના ઉત્પાદન અને ઇન્ફ્રાસ્ટ્રકચર માટે વધારે સંભાવનાઓ રહેલી હશે. તેનાથી પણ સૌથી અગત્યની બાબત એ છે કે આ ધરતી પર કોઇ અન્ય સ્થાને આટલા મોટા પ્રમાણમાં સંસાધનોના ઉપયોગ અને વપરાશની સંભાવનાઓ નહીં હોય.
અમે આપણી નીતિઓ અને લોકોના માધ્યમથી આ સંભાવનાઓથી લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. ડિજિટલ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા જેવા અભિયાનો અહીંના લોકોને તૈયાર કરવાના હેતુ સાથે શરૂ કરવામાં આવ્યા છે જેને કારણે તેઓ પણ આ પ્રક્રિયાનો એક ભાગ બની શકે. તેમની ઉર્જાના સંપૂર્ણ ઉપયોગ કરવા માટે અમે સ્ટાર્ટ અપ ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું છે. અમે તાજેતરમાં જ સ્ટાર્ટ-અપની સંખ્યાના મામલે સારો એવો વધારો નોંધાયો છે. તેમાંથી કેટલાકે તાજેતરમાં જ વૈશ્વિક સ્તરે સ્થાપિત કંપનીઓને પણ પડકાર આપ્યો છે.
મિત્રો,
ભારત મોટી આઈટી ક્રાંતિના મુખ પર ઉભું છે. અમે 1.25 અરબ લોકોને ફાસ્ટ ટ્રેક સેવાઓ આપીને તેને ઝડપ આપી રહ્યાં છીએ. નવી તકનીક અને રીન્યુએબલ એનર્જી અમારો નવો મંત્ર છે. જ્યારે પણ અમે કરીએ છીએ ત્યારે એક સ્વચ્છ અને હરિત માધ્યમથી આવુ કરીશું. ઉર્જા, કુશળતા, જળ પુનર્ચક્રીકરણ, કચરાથી ઉર્જા, સ્વચ્છ ભારત અને નદીઓની સફાઈ એવા જ કેટલાક અભિયાન છે. આ પહેલ દ્વારા અમે આધુનિક ટેકનોલોજી અને માનવ સંસાધનના માધ્યમથી રોકાણ માટે એક નવા અવસર ઉપલબ્ધ કરાવ્યા છે.
અમે અસીમ યુવાઓ અને વધી રહેલા મધ્યમ વર્ગના દેશ છીએ. ભારતમાં એક વ્યાપક ઘરેલુ બજાર છે. હું કહી રહી રહ્યો છું કે ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને ડિમાન્ડના 3ડી અમારી પાયાની તાકત છે. તે ઉપરાંત ભારતના પ્રતિભાશાળી યુવા મસ્તિષ્કે જોખમ લેવાનું શરૂ કરી દીધું છે. તેઓ ઉદ્યમી બનાવા માટે થનગની રહ્યાં છે. આ પ્રકારથી અમે ડી થી ઈ બનવાની દિશામાં આગળ વધી રહ્યાં છીએ. ઈ નો મતલબ આંત્રેપ્રિન્યોરશિપ (ઉદ્યમી) છે.
મિત્રો,
ભારતીય અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટેની અનુકૂળ સ્થિતિ વિકસિત કરી દેવામાં આવી છે. હવે ભારત પ્રતિભા, ટેકનીક અને બહારના રોકાણના ઉપયોગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, આવું અગાઉ ક્યારેય થયું નહોતું. હું આપને વિશ્વાસ અપાવું છું કે સ્થિતિઓ આનાથી વધારે સારી બનશે. અમે આપની યોજનાઓ, નવાચાર અને ઉદ્યમોના સ્વાગત કરવા માટે તૈયાર રહીશું. અમે આપણી નીતિઓ અને પ્રક્રિયાઓમાં જરૂરી સુધારા કરવા માટે તૈયાર છીએ. પ્રધાનમંત્રી કેમરુનના વિઝનરી અને ગતિશીલ નેતૃત્વને જોતા હું વ્યક્તિગત રીતે બ્રિટિશ સરકાર અને ત્યાંની કંપનીઓ સાથે મળીને કામ કરવા ઉત્સુક છું.
આ શબ્દો સાથે હું આપનું ભારતમાં સ્વાગત કરું છું. હું આપને આપના સપનાંઓને હકીકતમાં બદલવા માટે વ્યક્તિગત રીતે ધ્યાન આપવાનો વિશ્વાસ અપાવું છું. આપનામાંથી અનેક લોકો ભારત સાથે સંબંધ ધરાવે છે, આપનામાંથી અનેક અગાઉ ભારત પણ આવ્યા છે. પરંતુ જે લોકો ભારત આવ્યા નથી તેમને હું કહેવા ઇચ્છું છું કેઃ
– આ સમયે ભારતમાં હોવું સારું છે,
– તે ઉપરાંત અમે ભારતમાં રોકાણને પણ સરળ બનાવી રહ્યાં છીએ,
અને
– મારું માનવું છે કે અમે મેક ઇન ઇન્ડિયાની સાથે તેને શ્રેષ્ઠ બનાવી રહ્યાં છીએ,
ધન્યવાદ, આપ સહુનો ખૂબ ખૂબ આભાર.
J.Khunt/PIB Ahmedabad
There has been a delay in my coming to this great country. But, good news is that PM Cameron & I have been in touch constantly: PM
— PMO India (@PMOIndia) November 12, 2015
There is significant potential for India and UK to further strengthen their economic ties: PM @narendramodi https://t.co/CxrNeZ6qwU
— PMO India (@PMOIndia) November 12, 2015
We have worked very aggressively to make India an easy and simple place to do business: PM @narendramodi @cityoflondon
— PMO India (@PMOIndia) November 12, 2015
We have clearly articulated that we will not resort to retrospective taxation and demonstrated this position in a number of ways: PM
— PMO India (@PMOIndia) November 12, 2015
At this point of time, it is wiser to be in India. Further, we are making it easier to invest in India: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 12, 2015