Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગ્રામિણ મહિલા સોલાર એન્જિનિયર્સ (સોલાર મામાસ) દાર-એ-સલામમાં પ્રધાનમંત્રી સમક્ષ કૌશ્લ્યતાનું પ્રદર્શન કરી રહ્યાં છે

તાન્ઝાનિયા અને અન્ય આફ્રિકન રાષ્ટ્રોનું 30 જેટલા સોલાર મામાસનું જૂથ આજે પ્રધાનમંત્રી સમક્ષ સોલાર સેન્ટર્ન્સના ફેબ્રિકેશન, રિપેર અને મેઈન્ટેનન્સ તથા ઘરવપરાશની લાઈટિંગ સિસ્ટમમાં તેમના કૌશલ્યનું પ્રદર્શન કરી રહ્યું છે. તેઓએ મધ નિષ્કર્ષણ અને ગૂંથણ કરેલી પ્રતિકૃતિ તથા `વી શેલ ઓવરકમ’ ગીત ગાયું હતું

ભારત સરકારના સમર્થિત કાર્યક્રમના અંતર્ગત બેરફૂટ કોલેજ, તિલોનિયા (રાજસ્થાન) દ્વારા સોલાર લેન્ટર્ન્સ અને ઘરવપરાશની સોલાર લાઈટોના ફેબ્રિકેશન, ઈન્સ્ટોલેશન, ઉપયોગ અને મેઈન્ટેનન્સને દક્ષિણ આફ્રિકાના રુરલ વુમન્સ સોલાર એન્જિનિયર્સ (સોલાર મામાસ)ને પ્રોત્સાહન અને તાલીમ અપાય છે. તેઓએ તાન્ઝાનિયાના ઝાન્ઝીબાર આઈસલેન્ડ અને આફ્રિકાના અન્ય રાષ્ટ્રોમાં બેરફૂટ વુમેન્સ વોકેશનલ ટ્રેનિંગ કોલેજ ઊભી કરી છે, કે જેથી સોલોર ઈલેક્ટ્રીફિકેશન સ્કિલથી (તાલીમ) તેમને વાકેફ કરાય અને તાલીમાર્થિઓને સોલાર કીટ્સ પણ અપાય છે. આ કોલેજ વિવિધ મધમાખી ઉછેર, સીવણ જેવા ઉદ્યોગસાહસિકોને પણ સહકાર આપે છે. સોલાર મામાસ તેમના સમુદાયમાં સોલાર કિટ્સ ફેબ્રિકેટ અને ઈન્સ્ટોલ પણ કરે છે તથા હવે આ સોલાર ઈલેકટ્રિફિકેશન સિસ્ટમની જાળવણી પણ કરે છે.

TR/GP