પીએમઇન્ડિયા
મારા સહયોગી શ્રી જે. પી. નડ્ડા, સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રી, ભારત સરકાર, શ્રી કેસેતેબિરહાન અદમાસુ, સ્વાસ્થ્ય મંત્રી, ઈથોપિયા સરકાર, ભાગીદાર દેશોના માન્ય મંત્રીગણ, ડેવલપમેન્ટ પાર્ટનર્સના પ્રતિનિધિ, સામાજીક સંગઠનો, ખાનગી ક્ષેત્ર, મીડિયા, શૈક્ષણિક જગતથી જોડાયેલા મિત્રો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વક્તાઓ તથા ગણમાન્ય પ્રતિનિધિઓ, આપણી સરકાર તથા આ આંતરરાષ્ટ્રીય શિખર સંમેલનના બધા સહ યજમાનો તરફથી હું ગ્લોબલ ‘કોલ ટુ એક્શન’ સમિટ – 2015માં આપ સૌનું સ્વાગત કરું છું.
આ એક ઐતિહાસિક અવસર છે, કેમ કે ગ્લોબલ ‘કોલ ટુ એક્શન’ સમિટ પ્રથમ વખત અમેરિકાથી બહાર આયોજીત કરાઈ રહી છે. આ શિખર સંમેલનની યજમાની કરીને મારી સરકાર, સ્વયંને ગૌરવવાન્વિત મહેસુસ કરે છે. આ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે લાંબુ અંતર કાપીને આવેલા પ્રતિનિધિઓ – હું આપ સૌનું ભારત અને નવી દિલ્હીમાં હાર્દિક સ્વાગત કરું છું. મને ખુશી છે કે આજની સવારે હું આપની સાથે છું.
ભાગીદાર દેશો દ્વારા માતૃ તેમજ શીશુ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલી ઉપલબ્ધિઓની ઉજવણી માટે આ બે દિવસીય શિખર સંમેલનની સંકલ્પના મા અને શિશુઓની ટાળી શકાય તેવા મૃત્યુ રોકવા માટે સંયુક્ત નેતૃત્વમાં ઝડપ લાવવા માટે કરવામાં આવી હતી. આ શિખર સંમેલન, જીવનની રક્ષા સાથે જોડાયેલા હસ્તક્ષેપોમાં સુધાર લાવવાની દિશામાં નવી ભાગીદારીઓ, નવાચારો અને પ્રણાલીઓની શક્તિનું પ્રદર્શન કરશે. મને પાક્કો વિશ્વાસ છે કે, આ શિખર સંમેલન એક સમાન પડકારો સામે લડવામાં ખૂબ પ્રભાવશાળી મંચ સાબિત થશે. જેનાથી આપણને ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સહાયતા મળશે.
આવતા 15 વર્ષોમાં આપણે વિશ્વને જે આકાર આપીશું, તે સમૃદ્ધ, આશાવાદી રાષ્ટ્ર તથા અસુરક્ષા અને અસંતોષ વચ્ચે ભેદ કરશે. મને આનંદ છે કે 24 દેશો ટાળી શકાય તેવા મા અને શીશુના મૃત્યુ રોકવાની પોતાની પ્રતિબદ્ધતા બદલ એકજૂથ થઈને અહિંયા ઉપસ્થિત રહ્યા છે. આ આપણા સહુ માટે ‘કોલ ટુ એક્શન’ છે જેથી આપણે આ અવસરનો લાભ લઈએ અને કંઈક મોટું વિચારીએ.
આજે આપણે સૌ કાર્યનીતિઓ પર ચર્ચા કરવા માટે અહીં એકત્ર થયા છીએ કેમકે, આપણે સહસ્ત્રાબ્દિ વિકાસલઙક્ષ્યોથી હવે સતત વિકાસલક્ષ્યોમાં દાખલ થઈ રહ્યા છીએ. આપણે સૌએ દુઃખદ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ કે, આજે પણ દુનિયાભરમાં દર વર્ષે લગભગ 289 હજાર માતાઓ અને 5 વર્ષથી નાના 6.3 મિલિયન બાળકોના મૃત્યુ થાય છે. માતાઓ અને શીશુઓની ટાળી શકાય તેવા લગભગ 70 ટકા મૃત્યુ આ શિખર સંમેલનમાં ભાગ લઈ રહેલા 24 પ્રાથમિકતાવાળા દેશોમાં થાય છે. ભારત માટે 26 મિલિયન જન્મ લેનારા બાળકો સાથે આ પડકારો ભયાવહ છે. પરંતુ સફળતા પ્રત્યે સંકલ્પબદ્ધતા પણ એટલી જ મજબૂત છે. જો કે આશા એટલી જ છે કે આમાંથી મોટાભાગના મૃત્યુ સાધારણ પરંતુ પ્રભાવશાળી અને પ્રમાણિત હસ્તક્ષેપોના માધ્યમથી રોકી શકાય છે. એ જ આ શિખર સંમેલનનો પ્રમુખ આધાર છે. એ જ આ વર્ષે જાન્યુઆરીમાં, અમેરિકાના રાષ્ટ્રપતિની યાત્રા દરમિયાન જારી કરાયેલા સંયુક્ત વક્તવ્યનું પણ મહત્વપૂર્ણ અંગ હતું. જેમાં અમે માતા અને શિશુઓના ટાળી શકાય તેવી દરેક પ્રકારના મૃત્યુને રોકવા માટે સંયુક્ત નેતૃત્વમાં ઝડપ લાવવા પર સહમતિ વ્યક્તિ કરી હતી.
જે કાર્યોને અત્યાર સુધીમાં કરવાની જરૂરિયાત છે, તે ઉપરાંત દુનિયાભરમાં માતા અને શિશુ સ્વાસ્થ્યના ક્ષેત્રોમાં ઘણી મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ હાંસલ થઈ છે. મોટા ચિત્ર પર ધ્યાન આપીએ તો આપણે જોઈશું કે વર્ષ 1990માં ભારતમાં 5 વર્ષથી નાના બાળકોનો મૃત્યુ દર 126 રહ્યો જ્યારે તેની વૈશ્વિક સરેરાશ 90 હતી. વર્ષ 2013માં ભારતમાં આ સંખ્યા ઘટીને 49 થઈ ગઈ જ્યારે તેની વૈશ્વિક સરેરાશ 46 હતી. આ પ્રકારે વૈશ્વિક સરેરાશનું અંતર, 1990માં 36 પોઈન્ટથી ઘટીને 2013માં માત્ર 3 પોઈન્ટ રહી ગયું. જેનાથી માલુમ પડે છે કે ભારતે 5 વર્ષથી નાના બાળકોના મૃત્યુ દરમાં ઘટાડો, વૈશ્વિકદરમાં આવેલા ઘટાડાની તુલનામાં વધુ ઝડપી ગતિથી પ્રાપ્ત કર્યો છે. તેનો એ અર્થ છે કે ભારતમાં જો વાર્ષિક ઘટાડાનો વર્તમાન દર જળવાઈ રહ્યો તો તે સહસ્ત્રાબ્દિ વિકાસલક્ષ્ય પ્રાપ્ત કરવાની ઘણી નજીક પહોંચી શકે છે.
આ ઉલ્લેખનીય ઉપલબ્ધિ ઉપરાંત એક અન્ય ઐતિહાસિક ઉપલબ્ધિ પોલિયો પર વિજય મેળવવાની રહી છે. ભારતને 27 માર્ચ, 2014 રોજ પોલિયો મુક્ત જાહેર કરાયું હતું. વર્ષ 2009માં દુનિયાભરમાં પોલિયોના કુલ કેસોમાંથી અડધા કેસો માટે જવાબદાર દેશથી, પોલિયો વાયરસથી મુક્ત જાહેર થવા સુધીની યાત્રાઃ બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે ભારતની ગહન પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ભારત દ્વારા પ્રાપ્ત કરાયેલી એક અન્ય પ્રમુખ ઉપલબ્ધિને પણ આજે આપ લોકો સામે રજૂ કરતાં મને પ્રસન્નતા થઈ રહી છે. ભારતે માતૃ અને નવજાત શિશુ સંબંધી ટેટનસને પણ નાબુદ કરી દીધો છે. તેની પુષ્ટી વૈશ્વિક લક્ષિત તીથિ, ડિસેમ્બર, 2015થી ઘણી પહેલા જ થઈ ગઈ છે. તેનાથી અમારામાં વિશ્વાસ જાગ્યો છે કે અમે અન્ય લક્ષ્યોને પણ લક્ષિત તારીખ પહેલા જ પ્રાપ્ત કરી શકીએ છીએ.
પોલિયો મુક્ત અને માતૃ તેમજ નવજાત શિશુ સંબંધી ટેટનસથી મુક્ત રાષ્ટ્ર બનેલું રહેવાના પ્રયાસ ચાલુ રાખવા તથા દેશમાં સંપૂર્ણ રસીકરણના કવરેજમાં ઝડપ લાવવા માટે મારી સરકારે મિશન ઈન્દ્રધનુષ નામનું અભિયાન ચલાવ્યું, જે દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનોમાનું એક છે. આ અભિયાન દરમિયાન રસીકરણથી કરથી છૂટી ગયેલા બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. તેમાં રસીકરણથી હાલના એક ટકા વાર્ષિક દરથી વધારીને પ્રતિ વર્ષ 5 ટકાથી વધુ કરવાનું લક્ષ્ય પણ નિર્ધારીત કરવામાં આવ્યું છે. તેના કારણે 2020થી 90 ટકાથી વધુ કવરેજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળશે. અન્યથા વર્તમાન ઝડપ જાળવી રાખવાથી આ લક્ષ્ય હાંસલ કરવામાં 25 વર્ષથી વધુનો સમય લાગે તેમ હતો. તેનું પહેલું ચરણ સફળતાપૂ્ર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે, ભારતમાં એકપણ બાળકનું મૃત્યુ રસીથી અટકાવી શકાય તેવી બિમારીથી ન થાય.
ભારતે શિશુ તેમજ માતૃ સ્વાસ્થ્યની બાબતો પર વૈશ્વિક પ્રયાસોની સાથે હંમેશા ભાગીદારી કરી છે. ભારત જૂન 2014માં વિશ્વ સ્વાસ્થ્ય સભામાં ગ્લોબલ એવરી ન્યુ બોન એક્શન પ્લાન (ઈએનએપી)ના પ્રારંભ બાદ નવજાત શિશુ મૃત્યુ દરમાં કમી લાવવાની વૈશ્વિક પ્રતિબદ્ધતા માટે સંકલ્પ વ્યક્ત કરનારો પ્રથમ દેશ છે. ભારતે નવજાત શિશુ મૃત્યુદર (એનએમઆર)માં કમી લાવવા અને મૃત જન્મનારા શિશુઓની સંખ્યામાં ઘટાડો લાવતા 2030 સુધી એકમના આંકડા સુધી લાવવાના લક્ષ્યની સાથે સપ્ટેમ્બર, 2014માં ઈન્ડિયા ન્યૂ બોર્ન એક્શન પ્લાન (આઈએનએપી)ની શરૂઆત કરી હતી. ભારતે કોલ ટુ એક્શનના પહેલા જ આહ્વાન પર પોતાની પ્રતિબદ્ધતા અને આરએમએનસીએચ + એ ના પ્રારંભના માધ્યમથી જવાબ આપ્યો.
માતૃ તેમજ શિશુ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં એ ઉલ્લેખનીય સફળતાઓ અમારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (એનએચએમ)ના માધ્યથી સંભવ થઈ શકી છે. પોતાના શહેરી અને ગ્રામિણ સંગઠનો સાથે આ મિશન સંભવતઃ દુનિયાના સૌથી મોટા સ્વાસ્થ્ય કાર્યક્રમોમાંથી એક છે. જેના પરિણામ સ્વરૂપ સ્વાસ્થ્ય સંબંધી નિષ્કર્ષોમાં સુધાર થયો છે. ભારતમાં પાંચ વર્ષથી નાના બાળકોના મૃત્યુના 52 ટકાના કિસ્સાઓમાં જન્મના પહેલા માસની અંદર જ નવજાત શિશુના મૃત્યુ થઈ જાય છે. એનએચએમ અંતર્ગત અમારો દ્રષ્ટિકોણ સામુદાયિક તેમજ સુવિધા, બંને સ્તરો પર નવજાત શિશુની નિરંતર દેખરેખ પર ભાર મૂકવાનો છે.
અમે ગર્ભવતી મહિલાઓનું અમારા સંસ્થાનોમાં સુરક્ષિત પ્રસવ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આવ્યા છીએ. અમે એક મહત્વાકાંક્ષી કાર્યક્રમ જનની સુરક્ષા યોજના (જેએસવાય)ની શરૂઆત કરી છે. જેના અંતર્ગત સાર્વજનિક સંસ્થાનોમાં પ્રસવ કરાવનારી ગર્ભવતી મહિલાઓને સીધા લાભ પ્રદાન કરવામાં આવ્યા. જેના પરિણામ સ્વરૂપે આજે 75 ટકાથી વધુ પ્રસવ અમારા સંસ્થાનોમાં થાય છે. જેણે માતા મૃત્યુ દરમાં ઘટાડો કરવામાં સુધી યોગદાન આપ્યું છે. અમે એ વાતથી પૂર્ણ રીતે સજાગ છીએ કે, ખિસ્સામાંથી થનારો ખર્ચ હંમેશા મહિલાઓની સમયસર સ્વાસ્થ્ય સંબંધી દેખરેખ અને સેવાઓ સુધી પહોંચના રસ્તામાં મુખ્ય અડચણ રહ્યો છે. તેના પર કાબુ મેળવવા માટે અમે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ (જેએસએસકે) નામના કાર્યક્રમની શરૂઆત કરી છે. જેના અંતર્ગત સાર્વજનિક સંસ્થાનમાં પ્રસવ કરાવનારી પ્રત્યેક મહિલાની સાથોસાથ નવજાત શિશુ પણ હોસ્પિટલ સુધી આવવા જવા માટે નિઃશુલ્ક વાહન ઉપરાંત નિઃશુલ્ક દવાઓ, નિદાન અને ખોરાકના નિશ્ચિત પ્રાવધાન સાથે નિઃશુલ્ક અને કેશલેસ સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત કરવાના હક્કદાર છે. તેનાથી સંસ્થાનોમાં પ્રસવ કરાવાની સ્થિતિમાં વધુ સુધારો લાવવામાં સહાયતા મળી છે.
ન માત્ર માતાઓને કેન્દ્રિત સ્વાસ્થ્ય સેવાઓ અપાઈ રહી છે પરંતુ, દેશભરમાં પ્રત્યેક લાભાર્થીની દેખરેખ માતા તેમજ શિશુ સ્વાસ્થ્ય દેખરેખ પ્રણાલીના માધ્યમથી કરવામાં આવી રહી છે. જે સેવા ઉપલબ્ધ કરાવવાના સ્તર પર ઈનપુટ અને આઉટપુટની દેખરેખ સુનિશ્ચિત કરે છે. આ પ્રણાલી અંતર્ગત અત્યાર સુધીમાં 92 મિલિયન માતાઓ અને 78 મિલિયન બાળકોની પહેલેથી જ નોંધણી થઈ ચૂકી છે.
સમાનતા અમારી પ્રમુખ ચિંતાઓમાંથી એક છે. અંતરરાજ્યીય શિકાર બધા ક્ષેત્રોમાં સમાન સ્વાસ્થ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા તથા સ્વાસ્થ્ય નિષ્કર્ષોમાં ઝડપથી સુધારો લાવવાની દિશામાં દેશભરમાં ખરાબ પ્રદર્શન કરનારા 184 જિલ્લાઓની ઓળખ કરવામાં આવી છે. આ ક્ષેત્રોમાં વધુ સંસાધનો લગાવવા અને ધ્યાન કેન્દ્રિત કરીને કાર્યક્રમ ચલાવવા માટે વિશેષ પ્રયાસ કરાઈ રહ્યા છે.
સ્વચ્છ ભારત અભિયાન મારી સરકારના પ્રમુખ કાર્યક્રમમાંથી એક છે. આ અભિયાન અંતર્ગત સ્વાસ્થ્ય મંત્રાલયે સ્વચ્છતા તેમજ સાફસફાઈના ઉંચા માપદંડ જાળવી રાખવા માટે સાર્વજનિક સ્વાસ્થ્ય સુવિધાઓને પ્રોત્સાહન આપવા માટે કાયાકલ્પ યોજના પ્રારંભ કરી છે. કેમ કે મને પાક્કી ખાત્રી છે કે સાફ તેમજ સ્વચ્છ વાતાવરણ સ્વચ્છ રાષ્ટ્રના નિર્માણની દિશામાં પ્રારંભિક પ્રયાસ છે. બાલિકાની રક્ષા અને તેને શિક્ષિત બનાવવા માટે અમે એક મહત્વકાંક્ષી કાર્યક્રમ ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ પ્રારંભ કર્યો છે. આપણે એ સુનિશ્ચિત કરવાની આવશ્યકતા છે કે પ્રત્યેક બાલિકા જીવીત રહે, ફુલે ફલે અને સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે.
મેં બિમારીની સ્થિતિઓને કારણે લોકોને ગરીબ થતા જોયા છે. આપણે એક એવી વ્યવસ્થાને સંસ્થાગત રૂપ આપવાની જરૂર છે, જ્યાં હાંસિયામાં ધકેલાયેલા લોકોને સમસ્ત સ્વાસ્થ્ય સેવાઓ અને નાણાકીય સંરક્ષણ પ્રાપ્ત હોય, આપણે દરેક સ્થિતિમાં પ્રયોગ કરવો જોઈએ અને એકબીજાથી શીખવું જોઈએ. ભારત પોતાની પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપવા અને અન્ય દેશો સાથે ભાગીદારી કરવા તથા માતા તેમજ શિશુ મૃત્યુ રોકવાના પોતાના સંકલ્પની દિશામાં આગળ વધવા તેમજ કિશોરોને શ્રેષ્ઠ જીવન ઉપલબ્ધ કરવવા તત્પર છે. હું આપને સાહસી ઉપાયો કરવા અને એકબીજાને આ સંકલ્પ પ્રત્યે જવાબદાર બનાવવા માટે આમંત્રિત કરું છું.
હવે જ્યારે આપણે સૌ અહીં એકત્ર છીએ તો આપણે સ્વયંને અહીં ઉપસ્થિત 24 દેશોના જ નહિં પરંતુ સમસ્ત વિશ્વને એક ખૂબ કડક સંદેશો મોકલવાની જરૂર છે. આપણી પ્રતિબદ્ધતાનો સંદેશ એ છે કે આપણે એવી પ્રત્યેક મહિલા અને પ્રત્યેક બાળક જેના જીવનની રક્ષા સંભવ હશે તેની રક્ષા કરવામાં આવશે. આપણે વિશ્વને એ આહ્વાન કરવાની આવશ્યકતા છે કે તેઓ એવા પગલાં ઉઠાવવા માટે હાથ મિલાવે કે જેનાથી આવું થઈ શકયું સુનિશ્ચિત બને. ભારત ન માત્ર પોતાના દેશમાં સંસાધન ફાળવવા માટે પ્રતિબંધ છે પરંતુ વિશ્વ અને તે બધા દેશોની સહાયતા કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. જેનો કોઈપણ પ્રકારની મદદની જરૂરિયાત છે. આ મારી વ્યક્તિગત દ્રષ્ટિ અને મારા સરકારની સશક્ત પ્રતિબદ્ધતા છે.
અહિં ઉપસ્થિત પ્રત્યેક દેશ પાસે રજૂ કરવા માટે કંઈક ને કંઈક છે, ભારત પાસે પણ તેના અનુભવોનો ખજાનો છે. ભારતે ઘણી બધી રીતે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને પોતાના અનુભવો બીજા દેશો સાથે વહેંચવામાં ખૂબ આનંદ થશે. ગયા વર્ષે મેં સાર્ક દેશોને પોલિયો મુક્ત બનાવવામાં સહાયતા આપવા માટે વચનબદ્ધતા વ્યક્ત કરી હતી. અમે એ બધા સાર્ક દેશોને પેન્ટાવેલેન્ટ રસી ઉપલબ્ધ કરાવવાની પણ પ્રતિબદ્ધતા દર્શાવી હતી. જેમની તેમને આવશ્યકતા હતી. અમારી પાસે જે પણ અનુભવ છે, અમે તેને વિશ્વ સમુદાય સાથે વહેંચીશું.
ભારતને પ્રૌદ્યોગિકિ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા અને કાર્યક્રમ કાર્યન્વયન કરવાની દિશામાં કોઈપણ દેશને સહાયતા આપવામાં પ્રસન્નતા થશે. અમે અમારી વિશેષ નવજાત શિશુ દેખરેખ એકમો (એસએનસીયુ)માં કર્મચારીઓને પ્રશિક્ષણ આપવા અને તેમને બાળકોની બિમારીઓનો સામનો કરવાની કલા શિખવીશું. સંપૂર્ણ રસીકરણના ક્ષેત્રમાં ભારતના સમૃદ્ધ અનુભવ અને ખાસ કરીને આ વર્ષે મિશન ઈન્દ્રધનુષ દરમિયાન મળેલા અનુભવને બધા દેશો સાથે વહેંચી શકાય છે. અમે સાર્ક દેશોને પહેલેથી તેની રજૂઆત કરી છે. આજે હું અહીં હાજર બધા દેશો સમક્ષ આ રજૂઆતને દહોરાવું છું. આ રજૂઆત પોલિયો નાબુદીની દિશામાં અમારી સહાયતાની રજૂઆત ઉપરાંતની હશે.
હું ફરી એક વખત આપ સૌનું આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય શિખર સંમેલનમાં હાર્દિક સ્વાગત કરું છું. મને આશા છે કે આવતા બે દિવસ વિશ્વ સમુદાયને માતા તેમજ શિશુ મૃત્યુ રોકવા સંબંધી તેમની આ યાત્રામાં નવી દિશા ઉપલબ્ધ કરાવશે.
હું નવી દિલ્હીમાં આપના સુખદ પ્રવાસની કામના કરું છું.
ખૂબ ખૂબ ધન્યવાદ.
જય હિન્દ!
AP/J.Khunt/GP
I warmly welcome you to the Global Call to Action Summit 2015: PM @narendramodi https://t.co/T9KKEq8CDZ @Call2Action2015
— PMO India (@PMOIndia) August 27, 2015
For the first time the Global Call to Action Summit is being held outside USA: PM @narendramodi https://t.co/T9KKEq8CDZ @Call2Action2015
— PMO India (@PMOIndia) August 27, 2015
This Summit will provide a highly effective platform to address common challenges that will help us achieve desired goals: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 27, 2015
I am glad to see 24 nations present here to join together in their commitment to end preventable maternal and child death: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 27, 2015
A truly historic accomplishment has been the victory over Polio: PM @narendramodi https://t.co/T9KKEq8CDZ @Call2Action2015
— PMO India (@PMOIndia) August 27, 2015
I am also happy to share with you today another major milestone achieved by India. India has eliminated maternal and neonatal tetanus: PM
— PMO India (@PMOIndia) August 27, 2015
Government has added to the world’s largest immunization drive another mission known as “Mission Indradhanush” : PM @narendramodi
— PMO India (@PMOIndia) August 27, 2015
India has always partnered with the global efforts on issues of child and maternal health: PM @narendramodi https://t.co/T9KKEq8CDZ
— PMO India (@PMOIndia) August 27, 2015
India also responded by acting on the first Call To Action through its commitment and launch of RMNCH+A: PM https://t.co/T9KKEq8CDZ
— PMO India (@PMOIndia) August 27, 2015
We launched Janani Suraksha Yojana where incentives were given for delivering in public institutions to beneficiaries directly: PM
— PMO India (@PMOIndia) August 27, 2015
One of the flagship programmes of my Government is the ‘Swacch Bharat Abhiyaan’ : PM @narendramodi #MyCleanIndia @Call2Action2015
— PMO India (@PMOIndia) August 27, 2015
I firmly believe that clean and hygienic environ is the stepping stone to a healthy nation: PM @narendramodi #MyCleanIndia @Call2Action2015
— PMO India (@PMOIndia) August 27, 2015
As we assemble here, we need to send a very strong message not only to ourselves, not only to 24 countries present here but to the world: PM
— PMO India (@PMOIndia) August 27, 2015
The message is of our commitment, that we will ensure that every woman, every child who can be saved will be saved: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 27, 2015
I hope the next two days would provide a new direction to the global community in its journey towards ending maternal and child deaths: PM
— PMO India (@PMOIndia) August 27, 2015