પીએમઇન્ડિયા
તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરજી, ચીફ મિનિસ્ટર સી જોસેફ વિજયજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી એલ. મુરુગનજી, નૈનાર નાગેન્દ્રનજી, એન્નાડુ તમિલ સહાદર સહાદરિ-ગળે, વડક્કમ.
તમારા બધાની સાથે ચેન્નાઈમાં હોવું એ એક આનંદની વાત છે. તમિલનાડુ માટે આ એક ઐતિહાસિક દિવસ છે. આજના કાર્યક્રમમાં તેર હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ સામેલ છે. અમે ઘણા પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ અને નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરી રહ્યા છીએ. કેટલાક દૈનિક મુસાફરીને સરળ બનાવશે. અન્ય ઉદ્યોગ અને વેપારને મજબૂત બનાવશે. સાથે મળીને, તેઓ સમગ્ર તમિલનાડુમાં યુવાનો માટે નોકરીઓનું સર્જન કરશે. હું આ પ્રસંગે રાજ્યના લોકોને અભિનંદન આપું છું.
આજથી નવરાત્રિના પાવન પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રિનો આ પુણ્ય અવસર, અને, શિવની સાથે-સાથે શક્તિની પવિત્ર ભૂમિ તમિલનાડુ, અને આ કાર્યક્રમમાં આવ્યા પહેલા, મને જલકંડેશ્વર મંદિરમાં ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પણ મળ્યું છે. હું તમિલનાડુની તીર્થભૂમિથી, તમામ દેશવાસીઓને નવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ આપું છું.
નનબર્-ગળે,
આજે ભારત રત્ન જયપ્રકાશ નારાયણજી અને ભારત રત્ન નાનાજી દેશમુખની જન્મજયંતિ પણ છે. આ બંને વિભૂતિઓનું જીવન, આપણને રાષ્ટ્ર સેવા પ્રત્યે વધુ સમર્પણથી કામ કરવાની પ્રેરણા આપે છે. હું આ મંચ પરથી આ બંને મહાન વિભૂતિઓને નમન કરું છું.
નનબર્-ગળે,
હમણાં થોડી વાર પહેલાં, આઈઆઈટી મદ્રાસમાં, મને ત્યાંના બ્રેન રિસર્ચ સેન્ટરમાં જવાની તક મળી છે. આ ફીલ્ડમાં થનારા સંશોધન, પબ્લિક હેલ્થની ફીલ્ડમાં અનેક નવી તકો પેદા કરી શકે છે. આ મુલાકાત ઉપરાંત, મને ચેન્નાઈ મેટ્રોના વધુ એક સ્ટ્રેચને પણ જનતાને સમર્પિત કરવાની તક મળી છે.
નનબર્-ગળે,
મંદિરથી મેટ્રો સુધી, તમિલનાડુના આ અનુભવો, આ જ આજના ભારતની સ્પ્રિટ છે. ભારત પોતાની સાંસ્કૃતિક શક્તિથી પ્રેરણા લે છે, વિજ્ઞાનની પ્રગતિથી આગળ વધે છે, અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા નવી તકોનું નિર્માણ કરી રહ્યું છે. અહિયાં આપણી વિરાસત અને ભવિષ્યની આપણી આકાંક્ષાઓ, સાથે-સાથે આગળ વધી રહી છે.
નનબર્-ગળે,
કેટલાક દિવસો પહેલાં જ, આપ સૌના આશીર્વાદથી, દેશવાસીઓના પ્રેમના કારણે, હેડ ઑફ ધ ગવર્નમેન્ટ તરીકે, મેં 25 વર્ષનો એક મહત્વપૂર્ણ તબક્કો પાર કર્યો છે. ઓક્ટોબર 2001માં મેં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. અને ત્યારથી, દેશવાસીઓએ સીએમ અને પછી પીએમ તરીકે સેવા કરવાની તક આપી છે. 25 વર્ષના આ કાળખંડમાં, ડેમોક્રેસીની બે શક્તિઓમાં મારો વિશ્વાસ સતત મજબૂત થયો છે. પ્રથમ દેશના લોકો અને બીજું સહકારી લોકશાહી! હું હંમેશા રાજ્યના વિકાસથી દેશના વિકાસનો મંત્ર લઈને ચાલ્યો.
નનબર્-ગળે,
મુખ્યમંત્રી તરીકે, મેં રાજ્યોની અપેક્ષાઓને જાતે સમજી. એટલા માટે, પ્રધાનમંત્રી બન્યા પછી મેં ન માત્ર તે Aspirations ને પૂરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ કોશિશ પણ કરી, કે દરેક રાજ્ય પોતાના એસ્પિરેશનલ ગોલ્સને પૂરા કરી શકે.
નનબર્-ગળે,
મુખ્યમંત્રી રહેતા મને ઘણી વાર કરુણાનિધિજી અને અમ્મા જયલલિતાજી સાથે સંવાદ કરવાની તક મળી હતી. અને જ્યારે હું પીએમ બન્યો ત્યારે પણ, જયલલિતાજી, ઓ. પન્નીરસેલ્વમજી, ઈ. પલાનીસ્વામીજી અને એમ.કે. સ્ટાલિનજી, આ નેતાઓ સાથે કામ કરવાની તક મને મળી. સરકારો બદલાતી રહી, પરંતુ, તમિલનાડુના વિકાસ અને અહીંના લોકોની સેવાનો મારો સંકલ્પ હંમેશા અટૂટ રહ્યો. અને આજે, આ જ સંકલ્પ સાથે, અમે મુખ્યમંત્રી જોસેફ વિજયજી સાથે મળીને, તમિલનાડુના વિકાસની આ યાત્રાને આગળ વધારી રહ્યા છીએ.
નનબર્-ગળે,
આજે તમિલનાડુમાં શહેરી વિકાસ આપણી એક મોટી પ્રાથમિકતા છે. મારૂં હંમેશા એ માનવું રહ્યું છે, શહેરીકરણ એક ચેલેન્જ નહીં, પરંતુ એક તક છે. અને, એમાં જાહેર પરિવહનની ખૂબ મોટી ભૂમિકા હોય છે. ટ્રાન્સપોર્ટેશન સારું હોય, તો એનાથી લોકોની જીવન જીવવાની સરળતા વધે છે. આપણને સૌને ખબર છે, બહેતર ટ્રાન્સપોર્ટેશન માટે માત્ર રસ્તાઓ પહોળા કરવા પૂરતા નથી હોતા! આધુનિક શહેરોમાં આપણને holistic infrastructure ની જરૂર હોય છે. અને એટલા માટે…વીતેલા એક દાયકામાં, અમે આખા દેશમાં મેટ્રો નેટવર્કનો ખૂબ મોટો વિસ્તાર કર્યો છે. 2014માં, દેશના માત્ર પાંચ શહેરોમાં મેટ્રો ચાલતી હતી. આજે, દેશના 25 શહેરો શહેરોમાં Metro ની સર્વિસીસ ઓપરેટ કરવામાં આવે છે. 2014માં દેશનું મેટ્રો નેટવર્ક 250 કિમીની આસપાસ હતું, 250 કિમી. આજે આ નેટવર્ક 1100 કિમીથી વધુ થઈ ચૂક્યું છે. મને પ્રસન્નતા છે કે આજે ચેન્નાઈ મેટ્રોના આ એક્સપાન્શનથી, આ નેટવર્ક વધુ મોટું થઈ રહ્યું છે. અને આ કામ એટલા માટે કરવામાં આવ્યું છે, જેથી ચેન્નાઈમાં રહેતા સામાન્ય જન, અહીંના વર્કિંગ ફેમિલીઝ, અહીંના સ્ટુડન્ટ્સ, અને સિનિયર સિટીઝન્સ, સૌની સફર સરળ થાય, તેમની યાત્રા થોડા સમયમાં પૂરી થઈ શકે.
નનબર્-ગળે,
આપણે આપણા રાજ્યોને સશક્ત બનાવીને ભારતને સશક્ત બનાવવાનું છે. એટલા માટે જ, કેન્દ્ર સરકાર, તમિલનાડુ જેવા રાજ્યોમાં મેન્યુફેક્ચરિંગને પ્રમોટ કરી રહી છે. તમિલનાડુનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર, અહીંના લઘુ ઉદ્યોગ, એમાં કામ કરનારા દરેક વ્યક્તિ પર દરેક ભારતીયને ગર્વ છે. અને આજે કેન્દ્ર સરકારના અભિયાન, ભલે તે મેક ઈન ઈન્ડિયા હોય કે વોકલ ફોર લોકલ, તે તમિલનાડુને પણ લાભ પહોંચાડી રહ્યા છે.
નનબર્-ગળે,
આજે Components થી Technology અને Finished Products નું, દરેક રાજ્યમાં કેન્દ્ર સરકાર પૂરી પ્રોડક્ટ ચેઈનને મજબૂત કરી રહી છે, અને આ જ કોશિશોનું પરિણામ છે, આજે આપણે દુનિયાના દુનિયાના દ્વિતિય સૌથી વિશાળ મોબાઈલ ઉત્પાદક છીએ. 2014થી અત્યાર સુધી, આપણા ઈલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ, Eleven Times વધ્યા છે. આપણા ડિફેન્સ એક્સપોર્ટસ, 50 ગણી વધી છે અને આપણા એન્જિનિયરિંગ એક્સપોર્ટસે પણ નવો રેકોર્ડ બનાવ્યો છે.
નનબર્-ગળે,
મેન્યુફેક્ચરિંગની આ ગ્રોથના કારણે, દેશમાં નવજુવાનો માટે લાખો ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ જોબ્સ બની છે. અને ભારતની આ મેન્યુફેક્ચરિંગ ગ્રોથમાં, તમિલનાડુના લોકોનું ખૂબ સરાહનીય યોગદાન રહ્યું છે. આજે આપણે, advanced lubricant base oil project નો શિલાન્યાસ કરી રહ્યા છીએ. એનાથી અહીં નવી રોજગારી પણ બનશે અને દેશના ઈમ્પોર્ટસને ઓછા કરવામાં પણ ખૂબ મોટી મદદ મળશે. એક સ્ટ્રોંગ મેન્યુફેક્ચરિંગ સેક્ટર બનાવવા માટે, આપણને સારા રોડ્સ જોઈએ, રો મટીરિયલના ટ્રાન્સપોર્ટેશન માટે રેલવે અને પોર્ટ્સ જોઈએ, અને જ્યારે આવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બને છે, તો એનાથી અલગ અલગ લેવલ્સ પર ખૂબ બધા રોજગાર પણ બને છે.
જ્યારે કન્સ્ટ્રક્શન થાય છે, તો એન્જિનિયર્સને કામ મળે છે, ટેકનિશિયન્સને, વર્કર્સને, દરેક કોઈને રોજગાર મળે છે. સિમેન્ટ, સ્ટીલ અને ઈક્વિપમેન્ટ્સથી જોડાયેલી ફેક્ટરીઝમાં, નાની કંપનીઓમાં પણ રોજગારની તકો બને છે. અને જ્યારે પ્રોજેક્ટ પૂરો થઈ જાય છે, તો સારી કનેક્ટિવિટીના કારણે ઈન્ડસ્ટ્રીઝ અને સર્વિસીસને આગળ વધારવામાં મદદ મળે છે. એટલા માટે જ, આજે જે રેલ અને રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ થઈ રહ્યું છે, તે તમિલનાડુની પ્રગતિ માટે ખૂબ મહત્વપૂર્ણ થવાના છે.
આજે દેશમાં પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે, જેથી શિપિંગ સેક્ટર નવી ઊંચાઈઓ સુધી પહોંચી શકે. એમાં પણ તમિલનાડુની ખૂબ મોટી ભૂમિકા છે. આ જ દિશામાં, કેન્દ્ર સરકારે હાલમાં જ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આશરે 17000 કરોડ રૂપિયાના રોકાણ થી, થૂથુકુડીના VOC બંદરને World-Class Mega Container અને ગ્રીન એનર્જી હબના રૂપમાં વિકસાવવામાં આવી રહ્યું છે. જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થશે, ત્યારે અહીં દુનિયાના અલ્ટ્રા લાર્જ કન્ટેનર વેસલ્સ પણ સરળતાથી પહોંચી શકશે. આ આપણા તમિલનાડુને ઈન્ડસ્ટ્રી અને ટ્રાન્સપોર્ટ ના ગ્લોબલ હબમાં મદદ કરશે.
વીતેલા કેટલાક વર્ષોમાં, ઈન્ડિયન પોર્ટ્સની Speed અને Efficiency બંને બહેતર થઈ છે. સ્પીડ વધવાથી પોર્ટ્સ પર જહાજોનો ટર્ન અરાઉન્ડ ટાઈમ અડધો થઈ ગયો છે, અને એના કારણે, ભારતના પ્રોડક્ટ્સ પણ, પહેલા કરતા વધુ ઝડપથી ગ્લોબલ માર્કેટ્સ સુધી પહોંચી રહ્યા છે.
આપણી ઓશન ઈકોનોમીના વિઝનમાં, આપણા ફિશરમેનની ભૂમિકા ખૂબ મોટી છે. એટલા માટે જ, પીએમ મત્સ્ય સંપદા યોજના, અને, બીજી ઘણી યોજનાઓ દ્વારા તમિલનાડુ માટે હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. અહીં ફિશિંગ હાર્બર્સને બહેતર બનાવવામાં આવી રહ્યા છે. ફિશિંગ લેન્ડિંગ સેન્ટર્સ વિકસાવવામાં આવી રહ્યા છે. કોલ્ડ ચેઈન ફેસિલીટીઝ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. માછલીઓને તાજી રાખવા માટે ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ ખરીદવામાં પણ મદદ આપવામાં આવી છે.
નનબર્-ગળે,
માછીમાર ભાઈઓ માટે, ચેન્નાઈ ફિશિંગ હાર્બરને આધુનિક બનાવવાનું હોય કે તમિલનાડુમાં ‘Sea-weed Park’ નું વિકાસ હોય, કેન્દ્ર સરકાર એમાં પણ મદદ કરી રહી છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા હવે આપણે માછઈમારોને પણ વર્કિંગ કેપિટલ સરળતાથી મળી રહી છે. આજે દેશનું ફિશ પ્રોડક્શન પણ ઝડપથી વધ્યું છે. ગયા વર્ષે, આપણા સી-ફૂડ એક્સપોર્ટસ, ક્વાન્ટિટી અને વેલ્યુ બંને ટર્મ્સમાં, પોતાના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચ્યા છે. એનાથી આપણા ફિશરમેન ફેમિલી અને કોસ્ટલ કમ્યુનિટીના લોકોનું જીવન પણ બહેતર થયું છે.
નનબર્-ગડે,
અમે એક એવું તમિલનાડુ બનાવવા માંગીએ છીએ, જે નિરંતર નવી ઊંચાઈ સુધી પહોંચતું જાય. અને આના માટે, કેન્દ્રમાંથી જે પણ મદદ જોઈએ હશે, અમે તેના માટે પૂરી પ્રતિબદ્ધતા સાથે તમારી સાથે ઊભા છીએ. આપણે મળીને વિકસિત તમિલનાડુથી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરીએ, આ જ ભાવના સાથે, એક વાર ફરી, આપ સૌને આ પ્રોજેક્ટ્સ માટે મારી ઢગલાબંધ શુભેચ્છાઓ.
નન્નિ, વડક્કમ !!!
SM/NP/JD
Works over Rs. 13,000 crore being launched in Chennai! https://t.co/76Uo9a3UaS
— Narendra Modi (@narendramodi) October 11, 2026
It is a pleasure to be in Chennai with all of you. This is a historic day for Tamil Nadu. Today’s programme involves projects worth thirteen thousand crore rupees. We are inaugurating many completed projects and laying foundations for new ones: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 11, 2026
भारत अपनी सांस्कृतिक शक्ति से प्रेरणा लेता है, विज्ञान की प्रगति से आगे बढ़ता है और आधुनिक infrastructure के जरिए नए अवसरों का निर्माण कर रहा है। हमारी विरासत और भविष्य की हमारी आकांक्षाएं साथ-साथ आगे बढ़ रही हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 11, 2026
आधुनिक शहरों में हमें holistic infrastructure की जरूरत होती है। और इसलिए बीते एक दशक में, हमने पूरे देश में metro network का बहुत बड़ा expansion किया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 11, 2026
आज देश में port infrastructure को भी मजबूत बनाया जा रहा है, ताकि shipping sector नई ऊंचाइयों तक पहुंच सके: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 11, 2026