પીએમઇન્ડિયા
જાપાનના વિદેશ મંત્રી શ્રી તોશિમિત્સુ મોતેગીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
બેઠક દરમિયાન, શ્રી મોદીએ ઇન્ડો-પેસિફિક અને તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને આગળ વધારવામાં ભારત-જાપાન સ્પેશિયલ સ્ટ્રેટેજિક એન્ડ ગ્લોબલ પાર્ટનરશિપ (ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી) ની મહત્વપૂર્ણ ભૂમિકાનો પુનરોચ્ચાર કર્યો હતો.
બંને નેતાઓએ ક્ષેત્ર અને વિશ્વના સહિયારા હિતમાં ભારત અને જાપાન વચ્ચે સહયોગને વધુ મજબૂત કરવાના મહત્વ પર ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીશ્રીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું;
“જાપાનના વિદેશ મંત્રી શ્રી તોશિમિત્સુ મોતેગીનું સ્વાગત કરીને ખૂબ જ આનંદ થયો. ઇન્ડો-પેસિફિક અને તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને આગળ વધારવામાં ભારત-જાપાન સ્પેશિયલ સ્ટ્રેટેજિક એન્ડ ગ્લોબલ પાર્ટનરશિપની મહત્વપૂર્ણ ભૂમિકાનો પુનરોચ્ચાર કર્યો. @moteging”
Delighted to receive Mr. Toshimitsu Motegi, Minister for Foreign Affairs of Japan. Reaffirmed the vital role of the India-Japan Special Strategic and Global Partnership in advancing peace, stability and prosperity across the Indo-Pacific and beyond.@moteging pic.twitter.com/39AB2xN6FD
— Narendra Modi (@narendramodi) May 26, 2026
SM/DK/JD