પીએમઇન્ડિયા
ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ જુલાઈ 2026માં 16મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન માટે જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઈચીની તાજેતરની ભારત મુલાકાત દરમિયાન તેમની સાથે થયેલી વિગતવાર ચર્ચાઓને યાદ કરી હતી અને ભારત અને જાપાન વચ્ચેના સંરક્ષણ સહયોગમાં જળવાયેલી સતત ગતિશીલતાની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ ભારત અને જાપાન વચ્ચેની ‘વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી‘ને વધુ મજબૂત કરવા માટેના પોતાના દ્રષ્ટિકોણની રૂપરેખા આપી હતી અને ઈન્ડો-પેસિફિક તથા તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં ભારત-જાપાન સંરક્ષણ અને સુરક્ષા સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ ખાસ કરીને ‘મેક ઈન ઈન્ડિયા‘ ના નેજા હેઠળ સહ-વિકાસ અને સહ-ઉત્પાદન માટે સંરક્ષણ ક્ષેત્રમાં ભારતીય કંપનીઓ અને સ્ટાર્ટ-અપ્સ સાથે ભાગીદારી કરવા માટે જાપાન માટે રહેલી તકોની રૂપરેખા આપી હતી.
સંરક્ષણ મંત્રી કોઈઝુમીએ પ્રધાનમંત્રીને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગમાં થયેલી પ્રગતિ વિશે માહિતગાર કર્યા હતા અને ભારત સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે જાપાન સરકારની સતત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
SM/IJ/JD
Pleased to receive Defence Minister of Japan Shinjiro Koizumi. Had an excellent conversation on deepening defence and security ties between India and Japan. Our Special Strategic and Global Partnership is an important anchor for peace, stability and prosperity in the Indo-Pacific… pic.twitter.com/jHbV6cd6fG
— Narendra Modi (@narendramodi) August 20, 2026