પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી ભારત સરકારની કેબિનેટની બેઠકમાં તમામ મોટા પોર્ટ ટ્રસ્ટ અને ડોક લેબર બોર્ડના કર્મચારીઓ/કામદારો માટે વર્ષ 2015-16 થી 2017-178ના વર્ષ માટે નવી ઉત્પાદકતા આધારિત વળતર યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
આ નવી પીએલઆર સ્કીમ વર્ષ 2015-16થી 2017-18 માટે અમલી બનશે અને તેનાથી અંદાજે 37870 જેટલા મોટા પોર્ટ ટ્રસ્ટ અને ડોક લેબર બોર્ડના કર્મચારીઓ/કામદારોને લાભ થશે. આ કારણે વાર્ષિક રૂ. 49. 58 કરોડ ખર્ચાશે.
શિપીંગ મંત્રાલયે તમામ મોટા પોર્ટ ટ્રસ્ટ અને ડોક લેબર બોર્ડના કર્મચારીઓ/કામદારો માટે વર્ષ 2015-16થી 2017-18ના ગાળા માટે નવી પ્રોડકટીવીટી આધારિત વળતરની યોજના (પીએલઆર) અમલી બનાવી છે. માસિક રૂ. 7,000ની બોનસની ગણત્રી માટે વધારેલા વેતનની પીઆરએલ ટોચમર્યાદાને ગણતરીમાં લેવાશે. પીએલઆર વાર્ષિક ધોરણે આપવામાં આવશે અને તેમાં ઓલ ઈન્ડિયા પરફોર્મન્સને 50 ટકા વેઈટેજ આપીને તથા વ્યક્તિગત પોર્ટ પરફોરર્મન્સને 50 ટકા વેઈટેજ આપીને ગણતરીમાં લેવાશે. કર્મચારીઓ/કામદારો માટેની વર્ષ 2014-15 માટેના પીએલઆરના ચડત નાણાંની ગણતરી વેતનની વધારેલી માસિક રૂ. 3500ના બદલે રૂ. માસિક રૂ. 7,000ની ટોચ મર્યાદાને આધારે હાલની સંયુક્ત ઓલ ઈન્ડિયા પરફોરર્મન્સની પધ્ધતિને આધારે કરવામાં આવશે.
વર્ષ 2014-15 માટે રૂ. 3500ના વેતનની ટોચ મર્ચાદા મુજબ મોટા પોર્ટ ટ્રસ્ટ અને ડોક લેબર બોર્ડના 41492 કર્મચારીઓ/કામદારોને રૂ. 25.93ની ચૂકવણી કરી દેવામાં આવી છે. વધારેલી રૂ. 7,000ની વેતન ટોચમર્યાદા અનુસાર કર્મચારીઓ/કામદારોને 2014-15નાં ચડત નાણાંની ચૂકવણી માટે રૂ. 25.93 કરોડ ખર્ચાશે.
તમામ મોટા પોર્ટ ટ્રસ્ટ અને ડોક લેબર બોર્ડના કર્મચારીઓ/કામદારો માટે હાલની ઉત્પાદકતા સાથે વેતનને જોડતી (પીએલઆર) યોજના મેનેજમેન્ટ અને મોટા પોર્ટ ટ્રસ્ટના લેબર ફેડરેશનો વચ્ચે વાર્ષિક ધોરણે અમલમાં મૂકવામાં આવી હતી.
નવી પીએલઆર સ્કીમથી મેનેજમેન્ટ અને લેબર ફેડરેશનો વચ્ચે બહેતર ઔદ્યોગિક સંબંધો અને કામ કરવા માટે સાનૂકુળ વાતાવરણને વેગ મળશે.
AP/JKhunt/Tr