Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ત્રીજી ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટના ઉદ્ઘાટન સમારંભ સમયે પ્રધાનમંત્રીનું નિવેદન

ત્રીજી ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટના ઉદ્ઘાટન સમારંભ સમયે પ્રધાનમંત્રીનું નિવેદન

ત્રીજી ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટના ઉદ્ઘાટન સમારંભ સમયે પ્રધાનમંત્રીનું નિવેદન

ત્રીજી ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટના ઉદ્ઘાટન સમારંભ સમયે પ્રધાનમંત્રીનું નિવેદન

ત્રીજી ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટના ઉદ્ઘાટન સમારંભ સમયે પ્રધાનમંત્રીનું નિવેદન

ત્રીજી ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટના ઉદ્ઘાટન સમારંભ સમયે પ્રધાનમંત્રીનું નિવેદન

ત્રીજી ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટના ઉદ્ઘાટન સમારંભ સમયે પ્રધાનમંત્રીનું નિવેદન

ત્રીજી ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટના ઉદ્ઘાટન સમારંભ સમયે પ્રધાનમંત્રીનું નિવેદન

ત્રીજી ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટના ઉદ્ઘાટન સમારંભ સમયે પ્રધાનમંત્રીનું નિવેદન

ત્રીજી ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટના ઉદ્ઘાટન સમારંભ સમયે પ્રધાનમંત્રીનું નિવેદન

ત્રીજી ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટના ઉદ્ઘાટન સમારંભ સમયે પ્રધાનમંત્રીનું નિવેદન

ત્રીજી ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટના ઉદ્ઘાટન સમારંભ સમયે પ્રધાનમંત્રીનું નિવેદન

ત્રીજી ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટના ઉદ્ઘાટન સમારંભ સમયે પ્રધાનમંત્રીનું નિવેદન

ત્રીજી ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટના ઉદ્ઘાટન સમારંભ સમયે પ્રધાનમંત્રીનું નિવેદન

ત્રીજી ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટના ઉદ્ઘાટન સમારંભ સમયે પ્રધાનમંત્રીનું નિવેદન

ત્રીજી ઈન્ડિયા – આફ્રિકા ફોરમ સમિટના ઉદ્ઘાટન સમારંભ સમયે પ્રધાનમંત્રીનું નિવેદન


મહારાજાઓ, આફ્રિકન યુનિયનના અધ્યક્ષ મહામાન્ય રોબર્ટ મુગાબે, આફ્રિકન યુનિયન કમિશનના અધ્યક્ષા મહોદયા ડ્લામિનિ-ઝુમા, મહાનુભાવો,

આફ્રિકાના 54 સ્વતંત્ર દેશોનાં રાષ્ટ્રધ્વજો વડે વિશ્વ સમૃદ્ધ છે. આજે, આ રાષ્ટ્રધ્વજોનાં દેદીપ્યમાન રંગોએ દિલ્હીને સમગ્ર વિશ્વમાં સૌથી વિશિષ્ટ સ્થાન અપાવ્યું છે.

આફ્રિકાથી 41 દેશો અને સરકારોનાં વડાઓ તેમજ અન્ય અગ્રણી નેતાઓ, અનેક ઉચ્ચ અધિકારીઓ, વ્યાપાર અગ્રણીઓ અને પત્રકારોએ આજે અહીં ઉપસ્થિત રહીને અમને ઘણું ઘણું સન્માન આપ્યું છે.

જ્યાંથી ઈતિહાસનો આરંભ થયો હતો, માનવતાનો વિકાસ થયો હતો અને નવી આશાઓ જાગી હતી, ત્યાંથી આવનારા અમારા મહેમાનો,

ઉત્તરનાં રણવિસ્તારો, જ્યાં સમયની રેત સરકવાની સાથે સાથે માનવ સભ્યતાનો મહિમા ફૂલ્યોફાલ્યો છે, ત્યાંથી આવનારા અમારા મહેમાનો,

દક્ષિણમાં, જ્યાં મહાત્મા ગાંધીથી આલ્બર્ટ લુથુલીથી માંડીને નેલ્સન મંડેલા સુધી અમારો અંતરાત્મા ફેલાયેલો છે, ત્યાંથી આવનારા અમારા મહેમાનો,

ઈતિહાસના અનેક કરૂણ તબક્કાઓમાંથી પસાર થઈને હવે અનેક સફળતાઓ ભણી અગ્રેસર બનેલા એટલાન્ટિક સમુદ્રના કિનારાઓથી આવતા અમારા મહેમાનો, પુનરુત્થાન પામી રહેલા પૂર્વના દરિયાકિનારાના અમારા પાડોશીઓ, આફ્રિકાના હૃદય, જ્યાં પ્રકૃતિએ ઉદાર હાથે સૌંદર્ય વેર્યું છે અને સંસ્કૃતિનો સમૃદ્ધ ખજાનો છે, ત્યાંથી આવનારા અમારા મહેમાનો અને ચમકદાર કિંમતી ઝવેરાત સમા દ્વીપસમુહ રાજ્યોનાં અમારા મહેમાનો,
ભારત તરફથી આપ સહુનું ઉષ્મા અને મૈત્રીભર્યું સ્વાગત છે. આજે, માત્ર ભારત અને આફ્રિકાની બેઠક નથી, પરંતુ આજે તો એક-તૃતિયાંશ માનવજાતિનાં સપનાં એક છત નીચે ભેગાં મળ્યાં છે. આજે, 1.25 અબજ ભારતીયો અને 1.25 અબજ આફ્રિકનોના હૃદયની ધડકનો તાલબદ્ધ થઈ છે.

આપણે વિશ્વની સૌથી જૂની સભ્યતાઓમાં સ્થાન ધરાવીએ છીએ. આપણે પ્રત્યેક, ભાષા, ધર્મ અને સંસ્કૃતિનો જીવંત ખજાના સમાન છીએ.

આપણો ઈતિહાસ સૈકાઓ અગાઉ વિચ્છેદ પામ્યો હતો. એક સમયે આપણે ભૌગોલિક રીતે જોડાયેલાં હતાં, હવે આપણે હિંદ મહાસાગરથી જોડાયેલા છીએ. સમર્થ સમુદ્રની લહેરો આપણી સમાનતા, વાણિજ્ય અને સંસ્કૃતિનાં જોડાણોને સદીઓથી પોષી રહી છે.

ભારતીયો અને આફ્રિકનોની પેઢીઓએ પોતાના ભાગ્યની શોધમાં કે પછી સંજોગોના માર્યા પરસ્પરની ભૂમિ પર પ્રવાસ ખેડ્યો છે. ગમે તેમ તોયે, આપણે એકબીજાને વધુ સમૃદ્ધ બનાવ્યાં છે અને આપણાં સંબંધો વધુ ઘનિષ્ઠ બનાવ્યાં છે.

આપણે સંસ્થાનવાદની કાળી વાદળીમાં જીવ્યા છીએ. અને, આપણે આપણા સ્વાતંત્ર્ય અને પ્રભુતા માટે લડત આપી છે. જેને આફ્રિકાના બુદ્ધિજીવીઓ માનવતાની પ્રાથમિક શરત ગણાવે છે, તે તક તેમજ ન્યાય માટે પણ લડ્યા છીએ.

આપણે વિશ્વમાં એકસાથે અવાજ ઉઠાવ્યો છે અને પરસ્પર સમૃદ્ધિ માટે ભાગીદાર બન્યા છીએ.
શાંતિ સ્થાપવા પણ આપણે વૈશ્વિક સ્તરે એકસૂર ઉચ્ચાર્યો છે અને ભૂખમરા અને રોગચાળા સામે પણ સાથે મળીને જ લડત આપી છે.

ભવિષ્ય તરફ મીટ માંડીએ તો આપણી વચ્ચે અણમોલ જોડાણ છે અને તે છે આપણા યુવાનો.
ભારતની બે-તૃતિયાંશ વસતી અને આફ્રિકાની બે-તૃતિયાંશ વસતી 35 વર્ષથી ઓછી વય ધરાવતા લોકોની છે. અને જો, યુવાનો ભવિષ્ય હોય, તો આ સદીની રચના અને ઘડતર આપણા હાથમાં છે.

મહાનુભાવો, આફ્રિકા આ માર્ગે અગ્રેસર છે.

આફ્રિકાની ઐતિહાસિક સિદ્ધિઓથી આપણે સહુ પરિચિત છીએ. હવે તેની ઉલ્લેખનીય પ્રગતિ વિશ્વભરનું ધ્યાન ખેંચી રહી છે.

આ મહાખંડ વધુ સ્થિર અને સ્થાયી બન્યો છે. આફ્રિકાના દેશોએ પોતાના વિકાસ, શાંતિ અને સલામતીની જવાબદારી લેવા ખભા મિલાવ્યા છે.

આફ્રિકનો આઝાદી પાછી મેળવવા, અતિવાદ સામે લડવા અને મહિલાઓના સશક્તિકરણ માટે ઘણું ઝઝુમ્યા છે અને તેમણે અનેક ભોગ આપ્યા છે. આફ્રિકાની સંસદમાં અત્યારે ચૂંટાયેલા મહિલા સભ્યો આશરે 20 ટકા હિસ્સો ધરાવે છે.

આ માટે ભૂમિકા ભજવનાર પ્રમુખ સિરલીફને આજે હું તેમના જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવું છું.

આફ્રિકાના આર્થિક વિકાસે પકડી છે અને તેનો વ્યાપ વિવિધતા ધરાવે છે. આફ્રિકાના પ્રયત્નો જૂની ભૂલભરેલી રીતિઓને સ્થાને પ્રાદેશિક આર્થિક સંકલનના નવાં સેતુઓ રચી રહ્યા છે.

આર્થિક સુધારા, માળખાકીય વિકાસ અને સ્ત્રોતોના સાતત્યપૂર્ણ વપરાશનાં અનેક સફળ ઉદાહરણો આપણને જોવા મળે છે. આ પ્રયત્નો ડામાડોળ અર્થતંત્રને ગતિશીલ અર્થતંત્રમાં ફેરવી રહ્યાં છે.

વર્ષ 2013માં આફ્રિકામાં ચાર લાખ નવાં વ્યવસાયો નોધાયાં હતાં અને અનેક સ્થાનોએ મોબાઈલ ટેલીફોનની પહોંચ વસતીના 95 ટકા સુધી પહોંચી છે.

આફ્રિકા હવે નવિનીકરણની વૈશ્વિક ધારા સાથે જોડાઈ ગયું છે. એમ-પેસા દ્વારા મોબાઈલ બેન્કિંગ, મેડઆફ્રિકા દ્વારા સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રે નવિનીકરણ કે એગ્રીમેનેજર અને કિલિમો સલામા દ્વારા કૃષિક્ષેત્રે નવિનીકરણ મારફતે મોબાઈલ અને ડિજિટલ ટેકનોલોજીના વપરાશથી આફ્રિકાના જનજીવનમાં પરિવર્તન આવી રહ્યું છે.

આપણે સ્વાસ્થ્ય સંભાળ, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે અસાધારણ સુધારા જોવા મળે તેવાં મજબૂત પગલાં લીધાં છે. હવે આફ્રિકામાં પ્રાથમિક શાળામાં નોંધણીનું પ્રમાણ 90 ટકાથી ઊંચું નોંધાયું છે.

અને, પોતાના અદભૂત કુદરતી સૌંદર્ય સાથે આફ્રિકાએ વન્યજીવનના સંરક્ષણ અને ઈકો-ટુરિઝમ ક્ષેત્રે પણ અનુકરણીય માપદંડો સ્થાપ્યાં છે.

આફ્રિકાના રમતજગત, કળા અને સંગીત સમગ્ર વિશ્વને ડોલાવી રહ્યા છે.

હા, આફ્રિકા, અન્ય વિકસતા દેશોની માફક જ વિકાસના પડકારોનો સામનો કરી રહ્યો છે અને વિશ્વનાં અન્ય દેશોની જેમજ તેને પણ ખાસ કરીને આતંકવાદ અને ઉગ્રવાદ સામે પોતાની સલામતિ અને સ્થિરતા અંગેની ચિંતાઓ છે.

પરંતુ મને આફ્રિકાના નેતૃત્વ પર વિશ્વાસ છે અને આફ્રિકાના લોકો આ પડકારો સામે વિજયી નીવડશે.

મહાનુભાવો,

છેલ્લા છ દાયકાઓની આપણી સ્વાતંત્ર્યની યાત્રા ઘણી ખરી સાથોસાથ ચાલી.

હાલમાં, ભારતની વિકાસ અંગેની અનેક પ્રાથમિકતાઓ અને આફ્રિકાનો પોતાના ભવિષ્ય માટેનો ઉદ્દાત્ત દ્રષ્ટિકોણ એક સમાન છે.

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અત્યારે આફ્રિકા અને ભારત, આશા અને સંભાવનાઓના બે મહત્વપૂર્ણ સ્થાનો છે.

આફ્રિકાના વિકાસમાં ભાગીદાર થવાનું ગૌરવ ભારતને મળ્યું છે. આ ભાગીદારી વ્યૂહાત્મક બાબતો અને આર્થિક લાભોથી અલિપ્ત છે. આ જોડાણ આપણે પરસ્પરનાં લાગણીઓના તાણાવાણા અને એકબીજા માટે જે ઐક્ય અનુભવીએ છીએ, તેના વડે રચાયેલું છે.

એક દાયકા કરતાં પણ ઓછા ગાળામાં આપણો વેપાર બમણાં કરતાં પણ વધુ વધીને 70 અબજ ડોલરથી પણ ઊંચો નોંધાયો છે. આફ્રિકામાં ધંધાકીય રોકાણો માટે હવે ભારત મહત્વનો સ્ત્રોત બન્યો છે. આફ્રિકાના ઉર્જા ક્ષેત્રે ભારતના અર્થતંત્રના એન્જિનના ચાલકબળ તરીકે મદદે આવ્યું છે. તેનાં સ્ત્રોતો આપણાં ઉદ્યોગોને બળ આપે છે અને આફ્રિકાની સમૃદ્ધિ દ્વારા ભારતીય ઉત્પાદનો માટે બજાર વિકસી રહ્યું છે.

વર્ષ 2008માં પ્રથમ ઈન્ડિયા – આફ્રિકા સમિટ યોજાઈ ત્યારથી અત્યાર સુધીમાં ભારતે 7.4 અબજ ડોલરનાં રાહતદરે ધિરાણો અને 1.2 અબજ ડોલરની સહાય કરી છે. આ નાણાં આફ્રિકા મહાખંડમાં 100 જેટલાં ક્ષમતા નિર્માણ સંસ્થાઓ સ્થાપવા, માળખાકીય સવલતો વિકસાવવા, જાહેર પરિવહન, પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવી ઉર્જા, સિંચાઈ, કૃષિ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્ર માટે ફાળવાયાં છે.

છેલ્લાં માત્ર ત્રણ જ વર્ષોમાં 25000 જેટલા આફ્રિકન યુવાનોને ભારતમાં તાલીમ અને શિક્ષણ અપાયાં. આપણી વચ્ચે આ નવાં 25000 જોડાણો સમાન છે.

મહાનુભાવો,

એવો પણ સમય આવ્યો હોઈ શકે જ્યારે તમારી અપેક્ષાઓ મુજબ અમે પૂરતી મદદ પૂરી પાડી ન શક્યા હોઈએ કે પછી એવા પ્રસંગો પણ હોઈ શકે જ્યારે અમારે તમારા પ્રત્યે જેટલું ધ્યાન આપવું જોઈએ એટલું આપી ન શક્યા હોઈએ. અથવા તો પછી અમે આવશ્યક ત્વરાથી વચનો પૂરાં ન કરી શક્યાં હોઈએ એવું પણ બન્યું હશે.

આમ છતાં તમે હંમેશા ભારતને અભિપ્રાયોથી મુક્ત રહીને ઉષ્માભેર આવકાર્યું છે. તમે અમારી સફળતાને વધાવી, અમારી સિદ્ધિઓમાં ગર્વ અનુભવ્યો અને વિશ્વના ફલક પર સતત અમારી પડખે ઊભા રહ્યા.

આપણી ભાગીદારી અને મિત્રતાની આ તાકાત છે.

અને, હજુ આપણે ખભે ખભા મિલાવીને આગળની મજલ કાપીશું તેમ તેમ અમારા અનુભવ અને તમારા માર્ગદર્શનનો લાભ મેળવીને આ મૈત્રીપૂર્ણ ભાગીદારીનાં સંબંધો ચાલુ રાખીશું.

વિશ્વમાં મહત્વના ભાગીદાર એવા આફ્રિકા મહાખંડને વધુને વધુ સમૃદ્ધ, સંકલિત અને સંગઠિત કરવાના તમારા લક્ષ માટે અમે અમારી સહાય વધારીશું.

અમે આફ્રિકાને કૈરોથી કેપ ટાઉન સુધી અને મારાકેશથી મોમ્બાસા સુધી જોડવામાં મદદ કરીશું, તમારી માળખાકીય સવલતો, વીજળી અને સિંચાઈ વિકસાવવામાં સહાયરૂપ બનીશું, આફ્રિકામાં તમારા સ્ત્રોતોનું મૂલ્ય વધારવામાં મદદગાર બનીશું તેમજ ઈન્ડસ્ટ્રિયલ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી પાર્કસ સ્થાપવામા સહાય કરીશું.

મહાનુભાવો,

નાઈજિરિયાના નોબેલ પારિતોષિક વિજેતા મહાન સાહિત્યકાર વોલ સોઈન્કાએ ભારપૂર્વક કહ્યું હતું કે સમગ્રલક્ષી વિકાસમાં માનવ પ્રાથમિક અસ્ક્યામત રહે છે.

આપણો અભિગમ પણ આ જ માન્યતા પર આધારિત છે, કે માનવસંપત્તિ અને સંસ્થાનોનો વિકાસ થતો હોય તે જ શ્રેષ્ઠ ભાગીદારી ગણાય. જે રાષ્ટ્રને પોતાની પસંદગી માટેનું સ્વાતંત્ર્ય અપાવવા માટે સજ્જ અને સશક્ત બનાવે અને રાષ્ટ્રને પોતાના વિકાસ માટેની જવાબદારી લેવા મદદરૂપ બને તે જ શ્રેષ્ઠ ભાગીદારી ગણાય. શ્રેષ્ઠ ભાગીદારી યુવાનો માટે પણ સોનેરી અવસરોના દરવાજા મોકળા કરે છે.

એટલે, જીવનના પ્રત્યેક તબક્કે માનવસંપત્તિનો વિકાસ, આપણી ભાગીદારીના હાર્દસમાન રહેશે. અમે અમારા દરવાજા હજુ મોકળા કરીશું, અમે આફ્રિકામાં ટેલી-એજ્યુકેશનનો વ્યાપ વધારીશું અને સંસ્થાનો સ્થાપવાનું ચાલુ રાખીશું.

ઈજિપ્તના નોબેલ વિજેતા લેખક નાગિબ મહફૌઝે કહ્યું હતું કે વિજ્ઞાન લોકોને વિચારોના માધ્યમથી જોડે છે અને ઉત્કૃષ્ટ ભવિષ્ય તરફ દોરી જાય છે.

વિજ્ઞાન લોકોને જોડી રાખે છે અને વિકાસને પ્રગતિશીલ બનાવે છે, એ વિજ્ઞાનની ક્ષમતા વિશે શ્રેષ્ઠ અભિવ્યક્તિ છે.

એટલે, ટેકનોલોજી, એ આપણી ભાગીદારીનો મજબૂત પાયો બની રહેશે.

તેનાથી આફ્રિકાના કૃષિ ક્ષેત્રના વિકાસમાં મદદ મળશે. વિશ્વની 60 ટકા કૃષિલાયક ભૂસંપત્તિ આફ્રિકા પાસે છે અને વૈશ્વિક કૃષિ ઉત્પાદનમાં આફ્રિકાનો હિસ્સો માત્ર 10 ટકા છે. કૃષિ ક્ષેત્રે વિકાસ આફ્રિકા મહાખંડને સમૃદ્ધિની નવી ક્ષિતિજો સુધી પહોંચાડશે અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષાને પણ સહાયરૂપ બનશે.

સ્વાસ્થ્ય સંભાળ અને પરવડે તેવી દવાઓના ક્ષેત્રે ભારતની વિશેષજ્ઞતા અનેક બિમારીઓ સામે લડવા માટે નવી આશા જન્માવે છે અને નવજાત શિશુઓને બચાવવા માટેની શક્યતાઓ વધારે છે. અમે ભારત અને આફ્રિકાના પરંપરાગત જ્ઞાન અને દવાઓના ખજાનાને વિકસાવવા પણ જોડાણ કરીશું.

અમે અમારી અવકાશ ક્ષેત્રની મિલ્કતો અને ટેકનોલોજી પણ ઉપલબ્ધ કરાવીશું. વિકાસ, જાહેર સેવાઓ, વહીવટ, કુદરતી આપત્તિ પ્રતિક્રિયા, સ્ત્રોતોના વહીવટ અને ગુણવત્તાસભર જીવનના પરિવર્તન માટે અમે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીશું.

અમે સમગ્ર આફ્રિકા મહાખંડને ઈ-નેટવર્કથી જોડીશું અને તેનો વ્યાપ વધારીશું. સ્વર્ગીય રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનો આ વિચાર હતો અને તેમાં આફ્રિકાના 48 દેશો પરસ્પર તેમજ ભારત સાથે જોડાશે. આ જોડાણ સમગ્ર આફ્રિકા મહાખંડમાં વર્ચ્યુઅલ યુનિવર્સિટી સ્થાપવામાં પણ મદદગાર નીવડશે.

અમે આફ્રિકામાં આંતરિક તેમજ આફ્રિકા અને વિશ્વના અન્ય દેશો વચ્ચે ડિજિટલ ક્ષેત્રના તફાવતો ઘટાડીશું.

ભવિષ્યમાં આપણી સમૃદ્ધિની મહત્ત્વપૂર્ણ ચાલકબળ બનનારી બ્લુ ઇકોનોમીના સાતત્યપૂર્ણ વિકાસ માટે અમે સહયોગ આપીશું.

હું માનું છું કે સ્વચ્છ વિકાસના માર્ગે આપણે આગળ વધી રહ્યાં છીએ, ત્યારે બ્લુ ઈકોનોમી, વિશ્વને નીલું આકાશ અને નીલો જળભંડાર ફરી પાછો અપાવવા માટે વિશાળ બ્લુ રેવોલ્યુશન (નીલી ક્રાંતિ)નો એક હિસ્સો છે.

મહાનુભાવો,

જ્યારે સૂર્યાસ્ત થાય છે, ત્યારે ભારત અને આફ્રિકાનાં હજારો ઘરોમાં અંધકાર છવાઈ જાય છે. આપણે આપણા દેશવાસીઓના ઘરોમાં અજવાળા પાથરવાની અને તેમના ભવિષ્યને સશક્ત બનાવવાની જરૂર છે.

પરંતુ, કિલિમાન્જરોના શિખર પરથી બરફ અદ્રશ્ય ન થાય, ગંગા નદીને પ્રવાહિત રાખતી ગ્લેશિયરો પાછી ન ધકેલાય અને આપણા દ્વીપસમુહો વિનાશ ન પામે તે રીતે આપણે આ કામ કરવું પડશે.

વૈશ્વિક તાપમાન માટે ભારત અને આફ્રિકા કરતાં કોઈએ ઓછી ભાગીદારી નોંધાવી નથી. આબોહવા પરિવર્તન માટે ભારતીયો અને આફ્રિકનો કરતાં વધુ સજાગ કોઈ ન હોઈ શકે.

આનું કારણ એ છે કે આપણે કુદરતની અણમોલ ભેટોના વારસદારો છીએ અને કુદરતને સૌથી વધુ સન્માન આપવાની પરંપરા ધરાવીએ છીએ તેમજ આપણાં જીવન ધરતી માતા સાથે સૌથી ઘનિષ્ઠ રીતે જોડાયેલાં રહે છે.

આપણે સહુ આબોહવા પરિવર્તનને નાથવા આપણા શ્રેષ્ઠ સંસાધનો સાથે અસાધારણ પ્રયત્નો કરી રહ્યા છીએ. ભારત વર્ષ 2022 સુધીમાં વધુ 175 ગિગાવોટ્સ જેટલી પુનરાવર્તિત ઉર્જા ક્ષમતા હાંસલ કરશે અને વર્ષ 2030 સુધીમાં ઉત્સર્જનની તીવ્રતામાં 33થી 35 ટકા ઘટાડો કરશે. અમારા પ્રયત્નોના આ માત્ર બે પાસાં રજૂ કર્યાં છે.

સ્વચ્છ ઉર્જા, પ્રાણીઓ અને વનસ્પતિઓ માટે સાતત્યપૂર્ણ નિવાસ, જાહેર પરિવહન અને પર્યાવરણનું જતન કરતી કૃષિ માટે આપણે ભારત-આફ્રિકાની ભાગીદારી વધુ મજબૂત કરી કરીશું.

પરંતુ, એ વાત પણ સાચી છે કે કેટલાકનો અતિભોગવાદ અન્ય અનેક લોકો માટે બોજો ન બનવો જોઈએ. એટલે, ડિસેમ્બરમાં જ્યારે પેરિસ ખાતે આબોહવા પરિવર્તન અંગે યુનાઈટેડ નેશન્સના કન્વેન્શનમાં વિશ્વ એકત્ર થાય, ત્યારે આપણે વ્યાપક અને સચોટ પરિણામની આશા રાખવી જોઈએ. આ માટે આપણે સહુ આપણાથી બનતું શ્રેષ્ઠ કરીશું. પરંતુ, સ્વચ્છ ઉર્જા પરવડે તેવી બને, વિકસતા દેશોને આવી ઉર્જા માટે ધિરાણ અને ટેકનોલોજી મળે અને આબોહવા પરિવર્તનની અસર ઘટાડવા સાધનો ઉપલબ્ધ થાય એ માટે યથાર્થ વૈશ્વિક જાહેર ભાગીદારી આપણને મળવી જોઈએ.

30મી નવેમ્બરના રોજ પેરિસ ખાતે સીઓપી-21ની બેઠક સમયે સૌર-ઉર્જાથી સમૃદ્ધ દેશોનું સંગઠન રચવા હું પ્રસ્તાવ મૂકીશ, મારા આ પ્રસ્તાવિત સંગઠનમાં જોડાવા માટે પણ હું તમને સહુને નિમંત્રણ પણ આપું છે. અમારું ધ્યેય સૌર ઉર્જાને જીવનનું અભિન્ન અંગ બનાવવાનું અને જોડાણ વગરનાં ગામડાં અને સમુદાયો સુધી પહોંચવાનું છે.

ભારત અને આફ્રિકા વિકાસનાં લક્ષ્યોને હાંસલ કરવા અને વ્યાપારની તકો વધારવામાં મદદરૂપ થાય તેવો વૈશ્વિક ધંધાકીય માહોલ પણ ઈચ્છે છે.

જ્યારે આપણે ડિસેમ્બરમાં નાઈરોબી ખાતે ડબલ્યુટીઓની બેઠકમાં મળીશું, ત્યારે આપણે આ મૂળભૂત ઉદ્દેશો હાંસલ ન થાય ત્યાં સુધી 2001નો દોહા ડેવલપમેન્ટ એજન્ડા સંકેલાઈ ન જાય તેનું આપણે ધ્યાન રાખવું પડશે.

આપણે ખાદ્ય સુરક્ષા માટે જાહેર જથ્થાધારણ અંગે કાયમી ઉકેલ અને વિકસતા દેશો માટે કૃષિક્ષેત્રે વિશિષ્ટ સલામતિ તંત્ર પણ મેળવવું પડશે.

મહાનુભાવો,

આ એક અત્યંત મહત્વપૂર્ણ વર્ષ છે, જેમાં આપણે આપણા ભવિષ્યનો એજન્ડા નક્કી કરી રહ્યા છીએ અને યુનાઈટેડ નેશન્સની 70મી વર્ષગાંઠ પણ ઉજવાઈ રહી છે. નજીકના ઈતિહાસમાં ભાગ્યે જ જોવા મળ્યો હોય તેવા વ્યાપ અને તેવી ઝડપ સાથે વિશ્વમાં રાજકીય, આર્થિક, ટેકનોલોજીને લગતા અને સલામતિને લગતા પરિવર્તનો થઈ રહ્યાં છે. છતાં, આપણી વૈશ્વિક સંસ્થાઓ આપણે જે સંજોગોમાં આજે છીએ તે નહીં, પરંતુ જે સંજોગો પાછળ છોડી ચૂક્યા છીએ તે જ દર્શાવ્યા કરે છે.

આ સંસ્થાઓએ આપણને ઘણી મદદ કરી છે, પંરતુ જો તેઓ બદલાયેલા વિશ્વ સાથે તાલમેળ નહીં સાધે તો તે અસંબદ્ધ બની જાય તેવું જોખમ છે. અનિશ્ચત ભવિષ્યમાં તેમનું સ્થાન કોણ લેશે તે આપણે કહી શકીએ તેમ નથી.

પરંતુ, વિશ્વ વધુ છૂટુંછવાયું બની જાય, જે પ્રવર્તમાન યુગના પડકારો સામે બાથ ભીડવા ઓછી ક્ષમતા ધરાવતું હોય તેમ પણ બને. એટલે જ ભારત, વૈશ્વિક સંસ્થાનોમાં સુધારાની હિમાયત કરે છે. આ સ્વતંત્ર રાષ્ટ્રો અને જાગૃત આકાંક્ષાઓ ધરાવતું વિશ્વ છે. આફ્રિકા વિશ્વની સૌથી મોટી આઝાદી અને વિશ્વની છઠ્ઠા ભાગની માનવવસતી ધરાવતો ખંડ છે. જો યુનાઈટેડ નેશન્સમાં ચોથા ભાગ કરતાં પણ વધુ સભ્યો આફ્રિકાના ન હોય, તો આપણાં સંસ્થાનો આપણી દુનિયાનું પ્રતિનિધિત્વ નથી કરી શકતા.

એટલે જ, ભારત અને આફ્રિકા, બંનેએ સુરક્ષા પરિષદ સહિત યુનાઈટેડ નેશન્સમાં સુધારા અંગે સાથે મળીને અવાજ ઉઠાવવો પડશે.

મહાનુભાવો,

આજે, વિશ્વના ઘણા હિસ્સાઓમાં હિંસા અને અસ્થિરતાને કારણે ભવિષ્ય જોખમાયું છે. જ્યારે આફ્રિકાની ગલીઓ અને દરિયાકિનારાઓ પર તેમજ મોલ્સ અને શાળાઓમાં ધબકતા જીવન પર આતંકનો ઓળો ઝળુંબે છે, ત્યારે તમારું દર્દ અમને અમારું દર્દ જ લાગે છે. અને, આ પડકાર સામે બાથ ભીડવાના માર્ગે આપણે હાથ મિલાવી શકીએ તેવી સંભાવના અમને દેખાય છે.

અમને એમ પણ લાગે છે કે જો આપણાં દરિયા વેપાર માટે સલામત ન રહ્યા હોય, તો આપણને સહુને નુકસાન થશે.

અને, જ્યારે રાષ્ટ્રો આંતરિક વિગ્રહમાં અટવાયેલા હશે તો આપણી આજુબાજુના દેશો પણ તેની અસરમાંથી બાકાત નહીં રહી શકે.

અને, આપણે જાણીએ છીએ કે આપણા સાયબર નેટવર્ક તકો સર્જે છે, પરંતુ તેની સાથે ભયાનક જોખમો પણ રહેલાં છે.

એટલે, જ્યારે સલામતિનો મુદ્દો આવે, ત્યારે આપણને અંતર એકબીજાથી ભિન્ન રાખી શકે તેમ નથી.

એટલે જ અમે દરિયાઈ સુરક્ષા અને હાઈડ્રોગ્રાફી ક્ષેત્રે તેમજ આતંકવાદ અને ઉગ્રવાદને નાથવા માટે અમારો સહયોગ વધારવા માંગીએ છીએ. અને, એટલે તો અમે આંતરરાષ્ટ્રીય આતંકવાદ અંગે યુનાઈટેડ નેશન્સનું વ્યાપક સંમેલન યોજાય તેવી દ્રઢતાપૂર્વક હિમાયત કરીએ છીએ.

અમે આફ્રિકાના દેશોને શાંતિ જાળવી રાખવાના પ્રયત્નો માટે પણ અમારો ટેકો આપીશું. અને, અમે ભારતમાં તેમજ આફ્રિકામાં આફ્રિકાના શાંતિદૂતોને તાલીમ પણ આપીશું. યુનાઈટેડ નેશન્સના શાંતિ જાળવી રાખવાના મિશનોમાં પણ આપણો મજબૂત અવાજ હોવો જરૂરી છે.

મહાનુભાવો,

આપણી ભાગીદારીનો એજન્ડા આપણા જીવનને પરસ્પર જોડવાથી માંડીને આપણી સમૃદ્ધિ માટે જોડાણો સુધી, આપણા દેશવાસીઓને સલામત રાખવાથી માંડીને આપણા વૈશ્વિક હિતોને નવી દિશા આપવા સુધીની આપણી આકાંક્ષાઓના વિશાળ ફલક પર ફેલાયેલો છે.

આપણી ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે હાલમાં ચાલી રહેલાં ધિરાણ કાર્યક્રમ ઉપરાંત ભારત આગામી પાંચ વર્ષોમાં 10 અબજ અમેરિકન ડોલરનાં રાહત દરે ધિરાણ આપશે.

અમે 60 કરોડ અમેરિકન ડોલરની સહાય પણ આપીશું. જેમાં 10 કરોડ અમેરિકન ડોલર ઈન્ડિયા-આફ્રિકા ડેવલપમેન્ટ ફંડ તેમજ એક કરોડ અમેરિકન ડોલર ઈન્ડિયા-આફ્રિકા હેલ્થ ફંડ તરીકે સામેલ હશે.

આ સહાય હેઠળ આવતાં પાંચ વર્ષોમાં ભારતમાં શિક્ષણ અને તાલીમ માટે 50,000 શિષ્યવૃત્તિઓ અપાશે. અને, સમગ્ર આફ્રિકામાં ઈ-નેટવર્ક વિસ્તારવા અને આફ્રિકા ખંડમાં કૌશલ્ય, તાલીમ અને શિક્ષણનો વ્યાપ વધારવા મદદ કરાશે.

મહાનુભાવો,

જો આ સદી તમામ માનવીને તક, સમાનતા અને પ્રભુતાવાળું જીવન આપનાર બનાવવી હોય, સહુએ શાંતિપૂર્વક એકબીજા સાથે ઊભા રહેવું હોય અને પ્રકૃતિ સાથે તાલમેળ સાથે જીવવું હોય તો ભારત અને આફ્રિકાએ સાથે મળીને માથું ઊંચકવું પડશે.

આપણે સાથે મળીને કામ કરીશું.

આપણાં સમાન સંઘર્ષોને યાદ કરીને અને આપણી સામુહિક આશાઓની ભરતીમાં,

આપણી સંસ્કૃતિની ભવ્યતા વડે અને આપણા ગ્રહ – ધરતીમાતા પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે,

આપણા દેશવાસીઓ માટેની પ્રતિજ્ઞા સાથે અને આપણા ભવિષ્યમાં શ્રદ્ધા સાથે,

નાનું ઘર પણ એકસો મિત્રોને સમાવી શકે છે તે આફ્રિકન કહેવતની ઉદ્દાત્તતાને ધ્યાનમાં રાખીને,

ભારતની પૌરાણિક માન્યતા – सन्तः स्वयं परहिते निहिताभियोगाः – હંમેશા મહાન આત્માઓ અન્યનું ભલું કરવાની પહેલ કરે છે, તેવા આત્મબળ સાથે,

અન્ય લોકોને સન્માન આપતા અને સ્વાતંત્ર્ય વધારતા હોય તેવા જીવન માટે મંડેલાએ આપેલી પ્રેરણાને યાદ કરીને,

આજે, આપણે સાથે મળીને પ્રતિજ્ઞા લઈ કે, આપણાં ડગલાં તાલબદ્ધ ઉઠે અને આપણો અવાજ સુમેળ સાધે.

આ કોઈ નવી યાત્રા નથી, કે નવી શરૂઆત નથી. પરંતુ, સદીઓ જૂના સંબંધો ખાતર ઉજજ્વળ ભવિષ્ય માટે નવું વચન છે.

મહારાજાઓ અને મહાનુભાવો, આજે, અહીં આપ સહુની ઉપસ્થિતિ આપણા સંકલ્પ અને પ્રતિબદ્ધતાનો મજબૂત પુરાવો છે.

તમારો આભાર! તમારો ખૂબ ખૂબ આભાર!!

AP/GP