પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે નવી દિલ્હીમાં દ્વારકામાં એક વિશ્વ સ્તરીય અત્યાધુનિક પ્રદર્શની-કમ-સભા કેન્દ્રના નિર્માણ માટે એક રૂપિયાની મામૂલી રકમ પર બધી અડચણોથી મુક્ત દ્વારકાના સેક્ટર-25માં 89.72 હેક્ટર જમીનને ઔદ્યોગિક નીતિ તેમજ સંવર્ધન વિભાગ (ડીઆઈપીપી)ને મંત્રિમંડળના નિર્ણયના 6 અઠવાડિયાની અંદર હસ્તાંતરણ કરવા મંજૂરી આપી દીધી. આ એક ખાસ બાબત છે એટલે દિશાનિર્દેશ ડીડી અધિનિયમ, 1957ના ખંડ 21(1) તેમજ અધિનિયમના ખંડ 41(1) અંતર્ગત ડીડીએને આપી શકાય છે.
ઉપરોક્ત જમીનની માલિકી એક વિશ્વ સ્તરીય અત્યાધુનિક પ્રદર્શની-કમ-સભા કેન્દ્રના નિર્માણ માટે અદ્યોગિક નીતિ તેમજ સંવર્ધન વિભાગની પાસે રહેશે. આ અત્યાધુનિક પ્રદર્શની-કમ-સભા કેન્દ્રમાં પ્રદર્શની સભાગાર, સભા કેન્દ્ર, ભોજન કક્ષ, સભા ગૃહ, નાણાકીય કેન્દ્ર, હોટલ, ભોજન તેમજ પેય પદાર્થ (એફએન્ડબી) રિટેઈલ આઉટલેટ સેવાઓ જેવી સ્વતંત્ર તેમજ પરસ્પર રીતે લાભકારક કેટલીક સુવિધાઓ હશે. ગૈર-પીપીપી ટ્રંક માળખાગત ખર્ચનો પ્રારંભિક ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. આ પરિયોજનામાં ભાગીદારી દ્વારા કેન્દ્ર સરકારનું યોગદાન હોઈ શકે છે.
કેન્દ્રીય મંત્રિમંડળે એક પારદર્શી તેમજ પ્રતિસ્પર્ધી રીતે પરિયોજના સંરચના નિર્માણ તેમજ વિકાસ વિકલ્પો સહિત પરિયોજનાને આગળ વધારવા માટે ઔદ્યોગિક નીતિ તેમજ સંવર્ધન વિભાગના સચિવ, શહેરી વિકાસ મંત્રાલયના સચિવ, વ્યય વિભાગના સચિવ, આર્થિક બાબતોના વિભાગના સચિવ તેમજ નીતિ આયોગના સીઈઓ સાથે નિર્મિત એક સમિતિની રચનાને મંજૂરી આપી દીધી છે.
આ પરિયોજનાનો વિકાસ સાર્વજનિક – નીતિ ભાગીદારી તરીકે કરાશે અને કદાચ આવશ્યકતા પડી તો ભારત સરકારના નાણાકીય સહાયની શક્યતાનો ઉપયોગ કરાશે. ડીઆઈપીપીને જમીનનું લીજ/સબ-લીજ કરવા તથા વિભિન્ન સુવિધાઓના વિકાસ તેમજ પરિચાલન માટે ખાનગી કંપનીઓને છૂટ આપવાને પણ મંજૂરી અપાઈ છે. પરિયોજના સ્થળમાં જમીનના મિશ્રિત ઉપયોગની અનુમતિ ડીડીએ/શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ઝડપથી અપાશે.
ઈસીસી તેમજ સમર્થક ઘટકોના વિકાસથી 2021 સુધી કાર્યક્રમોની સંખ્યાના દ્રષ્ટિકોણથી એશિયાના ભાગમાં 15 ટકા સુધી વૃદ્ધિ થવાની આશા છે. એવું અનુમાન છે કે પ્રસ્તાવિત ઈસીસી સુવિધા વાર્ષિક રૂપથી 100 થી વધુ આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનીક પ્રદર્શની કાર્યક્રમો માટે માંગ ઉત્પન્ન કરશે.
AP/J.Khunt/GP