પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સંપન્ન કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ વટહુકમ, 2015ના અમલ માટે મંજૂરી આપવામાં આવી હતી.
નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881ના પ્રસ્તાવિત સંશોધનમાં, અધિનિયમની ધારા 138 અંતર્ગત કરાનારા અપરાધોને ધ્યાનમાં રાખીને ફરિયાદ દાખલ કરવા સંબંધિ ન્યાય અધિકાર ક્ષેત્રના મુદ્દા પર સ્પષ્ટીકરણ સામેલ છે.
ચેક બાઉન્સ થવા બદલની ફરિયાદ સંબંધિત મુદ્દાના ન્યાયઅધિકાર ક્ષેત્ર અંગે સ્પષ્ટીકરણ અંતર્ગત ચેકની એક નાણાકિય સાધન તરીકે માન્યતામાં વધારો થશે. એનાથી સામાન્ય રીતે વેપાર અને વાણિજ્યને મદદ મળશે તથા બેન્કો સહિત ધિરાણ સંસ્થાઓને અનુમતિ મળશે કે તે અર્થવ્યવસ્થામાં નાણા વધારી શકે. હવે આ સંસ્થાઓને એ ભય નહીં રહે કે દેવું ચૂકવવા માટે ચેક બાઉન્સની ઘટનાથી તેમને કોઇ નુકશાન થશે.
અધિનિયમની ધારા 138 અંતર્ગત ચેક બાઉન્સ થવાના વિષયમાં ફરિયાદ ચલાવવા સંબંધિત ન્યાયઅધિકાર ક્ષેત્રને નક્કી કરવા માટે એક પર્યાપ્ત કાયદાકિય માળખું તૈયાર કરવા માટે સરકારે એ નિર્ણય લીધો છે કે આ સંબંધમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ (સુધારા) અધ્યાદેશ, 2015 દ્વારા કાયદામાં સુધારો કરવામાં આવે.
એનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ચેક બાઉન્સ થવાની ફરિયાદ ચલાવવા સંબંધિત ન્યાયઅધિકાર ક્ષેત્રને સ્પષ્ટ કરવામાં આવે જેથી ફરિયાદકર્તાના હિતોને ધ્યાનમાં રાખીને પારદર્શક કાર્યવાહી કરી શકાય. આ અધ્યાદેશ, બિલના ગણકોમાં સમાન છે કે અધિનીયમની ધારા 138 અંતર્ગત ચાલનારી ફરિયાદોના ન્યાયઅધિકાર ક્ષેત્ર નક્કી કરવાના માપદંડો સમાન છે. એમાં બે જ અંતર છે : 1. ખાતા દ્વારા ચેકની ચૂકવણી અને જમા 2. ખાતે ઉપરાંત ચેકની ચૂકવણી, એટલે કે જ્યારે ચેક આપનાર બેન્કની કોઇ પણ શાખામાં પ્રસ્તુત કરવામાં આવે. આ બંને અધ્યાદેશના ક્ષેત્રમાં રાખવામાં આવ્યા છે.
UM/J.Khunt/GP