Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નેપાળનાં પ્રધાનમંત્રીએ ટેલિફોન કરીને પ્રધાનમંત્રીને શુભેચ્છા પાઠવી


નેપાળનાં માનનિય પ્રધાનમંત્રી શ્રી કે. પી. શર્મા ઓલીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ફોન કર્યો હતો અને લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી ઓલીનો અભિનંદન બદલ આભાર માન્યો હતો તથા ભારત અને નેપાળ વચ્ચેનાં મૈત્રીપૂર્ણ સંબંધોને મજબૂત કરવા ભારતની પ્રતિબદ્ધતાને પુનઃવ્યક્ત કરી હતી.

બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સાથસહકારમાં નોંધપાત્ર પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો, બંને દેશો વચ્ચેનાં પરંપરાગત સંબંધોને વધારે ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને બંને દેશોનાં મૈત્રીપૂર્ણ સંબંધોને મજબૂત કરવાની દ્રઢતા વ્યક્ત કરી હતી, તેમણે વિવિધ પાસાઓ ધરાવતાં દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત બનાવવાની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

RP