પીએમઇન્ડિયા
યોર એક્સલન્સી ઉહુરુ કેન્યાટા, કેન્યાના રાષ્ટ્રપતિ;
કેબિનટ સચિવો;
વાણિજ્ય અને ઉદ્યોગના વિવિધ એસોસિએશન્સ અને ચેમ્બરના ચેરમેન;
કેન્યા અને ભારતના વેપારી સમુદાયના મિત્રો;
દેવીઓ અને સજ્જનો!
આ પ્રધાનમંત્રી તરીકે મારી પ્રથમ મુલાકાત છે અને તમને મળીને મને આનંદ થયો છે. સામાન્ય રીતે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે કેન્યા બીજું ઘર છે. એટલે એ દ્રષ્ટિએ આ મહાન દેશની મુલાકાત લેવામાં હું ખરેખર મોડો પડ્યો છું. લગભગ 35 વર્ષના લાંબા ગાળા પછી ભારતના પ્રધાનમંત્રી આ મહાન દેશની મુલાકાતે આવ્યા છે. વ્યક્તિગત સ્તરે હું કેન્યા સાથે સંપર્ક જાળવી શકતો હતો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મેં 2008માં કેન્યાની મુલાકાત લીધી હતી. અમે ગુજરાતમાં અહીંથી આવેલા પ્રતિનિધિમંડળને પણ આવકાર આપ્યો હતો.
શરૂઆતમાં મારે કેન્યાના લોકો અને નેતૃત્વને આઝાદી પછી સંપૂર્ણ વિકાસ અને સ્થિરતા બદલ શુભેચ્છા પાઠવવી જોઈએ. કેન્યાના અર્થતંત્ર અને તેના માળખાએ આફ્રિકામાં તેને પ્રભાવશાળી રાષ્ટ્ર બનાવી દીધું છે. કેન્યા એકમાત્ર વિકાસશીલ દેશ છે, જે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓના હેડક્વાર્ટર સંયુક્તપણે ધરાવે છે.
મિત્રો!
ભારત અને કેન્યા વિશિષ્ટ સંબંધ ધરાવે છે.
• અહીં 19મી અને 20મી સદીમાં હજારો ભારતીયોને રેલવે પાથરવા માટે લાવવામાં આવ્યા હતા;
• સંસ્થાનવાદ સામેની લડાઈમાં મહાત્મા ગાંધી સામાન્ય પ્રેરણારૂપ છે;
• ભારતીય બેંકો 1953થી કેન્યામાં કાર્યરત છે.
• કેરિચોના પ્રસિદ્ધ ચાના બગીચાઓ માટે પ્રથમ છોડ અમારા અસમ રાજ્યમાંથી આવ્યો હતો..
• વફાદાર નાગરિકો હોવા ઉપરાંત ભારતીયોનું જૂથ કેન્યાના પ્રવાસીઓમાં ત્રીજું સૌથી મોટું જૂથ છે..
• તમારા વિદ્વાનો અને વિદ્યાર્થીઓ ભારતને રહેવા, જીવવા, શીખવા અને કામ કરવા અતિ અનુકૂળ દેશ ગણે છે;
• સ્વાહિલી ભાષામાં ઘણા શબ્દોના મૂળ ભારતીય ભાષાઓમાં રહેલા છે તેની નવાઈ નથી;
• બંને દેશ હિંદ સમુદ્રના માર્ગે સદીઓથી દરિયાઈ સંબંધો ધરાવે છે;
• ઘણી ભારતીય કંપનીઓએ સંપૂર્ણ પૂર્વ આફ્રિકામાં કામ કરવા માટે કેન્યાને તેનો આધાર બનાવ્યો છે.
શ્રી રાષ્ટ્રપતિ, તમારી સરકારે રોજિંદા જીવનમાં સૌર ઊર્જાના ઉપયોગ પર બહુ ભાર મૂક્યો છે એ વાત હું જાણું છું. અમે પુનઃપ્રાપ્ય ઊર્જાના મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ પર કામ પણ કરી રહ્યા છીએ ભારત અને કેન્યાને સૂર્યના પર્યાપ્ત કિરણોનું વરદાન મળ્યું છે. સૌર ઊર્જા ગ્લોબલ વોર્મિંગની સમસ્યા માટે વાસ્તવિક સમાધાન છે. તે અંતરિયાળ ગામડાઓમાં વીજળીનો પુરવઠો પહોંચાડવા માટે સારો વિકલ્પ છે. આપણે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન અંતર્ગત આ મોરચે સંયુક્તપણે કામ કરવા આતુર છીએ.
તે જ રીતે બંને પક્ષને હેલ્થકેર ક્ષેત્રમાં વિશેષ રસ છે. અમને ખુશી છે કે કેન્યાના હજારો દર્દીઓ ભારતમાં સફળ સારવાર લઈને પરત ફરે છે. હું સમજું છું કે કેન્યા મેડિકેરમાં ભારતીય અનુભવનું પુનરાવર્તન કરવા ઇચ્છશે અને પ્રદેશમાં મેડિકલ હબ બનવા આતુર છે. અમે આ પ્રક્રિયામાં તેમને સમર્થન આપવા તૈયાર છીએ.
આ તો આપણા સંબંધોને વધુ મજબૂત બનાવવા અને સાથસહકાર વધારવા રહેલી સંભવિતતાના થોડા સંકેતો છે.
મિત્રો!
• આપણે ભૂતકાળમાં એકસરખી વેદાન વેઠી છે;
• અત્યારે આપણી સમસ્યાઓ એકસમાન છે;
• આપણા પડકારો અને શત્રુઓ સમાન હતા;
• અગાઉ સંસ્થાનવાદ સામે આપણે લડ્યા હતા;
• હવે ગરીબી સામે આપણે લડી રહ્યા છીએ.
એટલે આપણે ભૂતકાળમાં જેમ ખભેખભા મિલાવીને કામ કર્યું હતું, તે જ રીતે આપણે હવે હાથમાં હાથ મિલાવીને આગળ વધીશું. કેન્યાની જેમ ભારત પણ યુવા રાષ્ટ્ર છે. તમારા યુવાનોની આફ્રિકામાં માગ છે. તે જ રીતે ભારતીય કુશળ કર્મચારીઓની આખી દુનિયામાં બોલબોલા છે. અમે આ માનવીય મૂડીને સંયુક્તપણે તાલીમ આપવા અને તેમનું પોષણ કરવા સંયુક્તપણે ઘણું કામ કરી શકીએ, જે આખી દુનિયાને સેવા પ્રદાન કરી શકે છે.
અત્યારે ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે. અમે ઊંચો વૃદ્ધિદર જ ધરાવતા નથી, પણ અમે વિવિધ વૈશ્વિક સૂચકાંકોમાં પ્રગતિ કરી રહ્યા છીએ.
• અમે વર્લ્ડ બેંક દ્વારા વેપારવાણિજ્ય સરળ કરવાના લેટેસ્ટ ગ્લોબલ રેન્કિંગમાં 12 રેન્કનો કૂદકો માર્યો છે.
• ભારતનો ક્રમ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વૈશ્વિક સ્પર્ધાત્મક સૂચકાંકમાં પણ 16 સ્થાન આગળ વધ્યો છે.
મિત્રો!
છેલ્લા બે વર્ષમાં ભારત બહુ બદલાઈ ગયું છે. હવે ભારત એફડીઆઈ રોકાણકારો માટે સૌથી વધુ પસંદગીનું સ્થળ બની ગયું છે. વર્ષ 2015માં અમને અત્યાર સુધીનું સૌથી વધુ એફડીઆઈ રોકાણ મળ્યું હતું. તમારા માટે સારા સમાચાર એ છે કે ભારત કેન્યાનું સૌથી મોટું વેપાર ભાગીદાર બની ગયું છે. વળી ભારત કેન્યામાં બીજું સૌથી મોટું રોકાણકાર છે. અમને આપણી વચ્ચે વેપારી અસંતુલન દૂર કરવામાં ખુશી થશે. અમે કેન્યામાં રોકાણનું સ્તર વધારીને પણ રાજી થઈશું.
હું અહીં કેન્યાની સરકાર અને જનતાને ખાતરી આપું છે કે ભારત તમારી સાથે છે. આપણા મૈત્રીપૂર્ણ સંબંધોથી બંનેને લાભ થશે. ભારતમાં કેન્યાના વિદ્યાર્થીઓ હોય કે કેન્યામાં ભારતીય વ્યાવસાયિકો હોય – બંનેને લાભ થાય છે અને થવો જોઈએ. ખાણનું ક્ષેત્ર હોય કે મશીનનું, તમામ લાભદાયક ક્ષેત્રો છે. આપણે સંયુક્તપણે તકો શોધવી જોઈએ. મારી મુલાકાત દરમિયાન વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે.
મિત્રો! હું કેન્યાને ખાતરી આપું છું કે ભારત તમારી પ્રક્રિયાને મજબૂત કરવા અને તમારા સંસાધનોને સમૃદ્ધ કરવા કામ કરશે.
• તમે જાણતા હશો કે અમે ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન શરૂ કર્યું છે;
• ભારતને વિશ્વના ઉત્પાદનનું કેન્દ્ર બનાવવા અમે અગ્રેસર છીએ;
• તે જ રીતે તમે મેક ઇન કેન્યા લોંચ કર્યું છે;
• જે વ્યાવસાયિક અને પ્રોત્સાહનકારક તકોને પ્રોત્સાહન આપશે;
• હકીકતમાં આ બંને યોજનાઓ એકબીજાની પૂરક બની શકે છે
• કારણ કે આપણે પ્રતિબદ્ધ છીએ;
• આપણી જનતાને ભવિષ્યને ઉજ્જવળ કરવા;
• કારણ કે આપણા બંને દેશના લોકો મહેનતુ અને ખંતીલા છે;
• વળી ભારતીયોની મહેનતથી આ રાષ્ટ્રનો પાયો મજબૂત થયો છે
• ભારતીયોએ તેની સ્વતંત્રતામાં બલિદાન આપ્યું છે
• એટલે તે વધારે મહત્ત્વપૂર્ણ નથી કે આપણે
• મેક ઇન કેન્યા
• કે
• મેક ઇન ઇન્ડિયામાં પ્રદાન કરીએ.
અને મિત્રો!
મેક ઇન કેન્યા માટે અમારી પ્રતિબદ્ધતા દાખવવા;
અમે કેન્યામાં વ્યવસાયકારો પર એક માર્ગદર્શક પુસ્તકનું પ્રકાશન કર્યું છે.
આ પુસ્તક ભારતીય રોકાણકારોને અહીં રોકાણ કરવા માર્ગદર્શન આપે છે.
આ પુસ્તક હિઝ એક્સલન્સી, કેન્યાના રાષ્ટ્રપતિને ભેટ ધરવાની મને ખુશી છે
ધન્યવાદ!
AP/TR/GP
An evening for business & innovation...PM @narendramodi & President @UKenyatta meet innovators, join business summit pic.twitter.com/F9IiiMYSHH
— PMO India (@PMOIndia) July 11, 2016
You can watch the proceedings at the Kenya-India Business Forum LIVE. https://t.co/XCUFm3VO5z pic.twitter.com/CFOslgaK4N
— PMO India (@PMOIndia) July 11, 2016
India and Kenya: a very special relationship. pic.twitter.com/4AejrdoycX
— PMO India (@PMOIndia) July 11, 2016
I must compliment the people and leadership of Kenya for overall development and stability since independence: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 11, 2016
Renewable energy for a better planet. pic.twitter.com/ymKOUk29mU
— PMO India (@PMOIndia) July 11, 2016
Cooperation in healthcare, highlighted by PM @narendramodi in his speech. pic.twitter.com/n1Ar3IJf6B
— PMO India (@PMOIndia) July 11, 2016
Bettering trade and investment ties. @narendramodi @UKenyatta @PresidentKE pic.twitter.com/5XFEcnw5Qx
— PMO India (@PMOIndia) July 11, 2016
A win-win friendship, says PM @narendramodi on India-Kenya ties. pic.twitter.com/Jnoj240F3Z
— PMO India (@PMOIndia) July 11, 2016
Happy to have met Indian & Kenyan business leaders with President @UKenyatta to chalk out ways to deepen India-Kenya economic & trade ties.
— Narendra Modi (@narendramodi) July 11, 2016
Also glad to have interacted with Indian & Kenyan innovators before the business summit. pic.twitter.com/THoRzqpXi2
— Narendra Modi (@narendramodi) July 11, 2016
Expressed support to ‘Make it Kenya' initiative & said that India stands firmly with Kenya as it works to strengthen the nation’s economy.
— Narendra Modi (@narendramodi) July 11, 2016
India-Kenya friendship is a win-win situation. Earlier we fought colonialism…now is the time to fight poverty. https://t.co/OS8YLcz9a3
— Narendra Modi (@narendramodi) July 11, 2016