Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પેટ્રાપોલ ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (આઇસીપી)નું સંયુક્તપણે ઉદ્ઘાટન

પેટ્રાપોલ ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (આઇસીપી)નું સંયુક્તપણે ઉદ્ઘાટન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શ્રી શેખ હસીનાએ આજે વીડિયો-કોન્ફરન્સિંગ મારફતે સંયુક્તપણે પેટ્રાપોલ ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ વીડિયા કોન્ફરન્સમાં કોલકાતાથી જોડાયા હતા.

ભારત-બાંગ્લાદેશ વેપાર માટે પેટ્રાપોલ-બેનાપોલ મહત્ત્વપૂર્ણ જમીન સરહદ છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચે 50 ટકાથી વધારે વેપાર પેટ્રાપોલ મારફતે થાય છે. પેટ્રાપોલ આઇસીપી મારફતે રૂ. 15,000 કરોડથી વધારેનો વેપાર થાય છે, જે ભારતના અન્ય તમામ જમીન બંદર અને જમીન કસ્ટમ સ્ટેશન પર થતા કુલ વેપારથી વધારે છે. પેટ્રાપોલ-બેનાપોલ સરહદર પરથી દર વર્ષે આશરે 15 લાખ અને 1,50,000 ટ્રકની અવરજવર થાય છે.

જ્યારે પેટ્રાપોલ આઇસીપી સુરક્ષા, ઇમિગ્રેશન, કસ્ટમ, અલગીકરણ વગેરે કામગીરી અસરકારક અને કાર્યદક્ષ રીતે કરવા ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરશે, ત્યારે વ્યક્તિઓ, ચીજવસ્તુઓ અને પરિવહન માટે સરહદ પારની કામગીરી માટે સુવિધાઓ પણ પ્રદાન કરશે.

અગરતલા (ભારત)-અખૌરા (બાંગ્લાદેશ) જમીન સરહદ પર અગરતલા આઇસીપી પછી ભારત-બાંગ્લાદેશ સરહદ પર પેટ્રાપોલ આઇસીપી બીજી આઇસીપી બનશે. તે દક્ષિણ એશિયામાં સૌથી મોટું જમીન પોર્ટ પણ બનશે.

પેટ્રાપોલ આઇસીપી કાર્યરત થવાની સાથે ક્ષમતા બમણી થશે અને સ્થાનિક વેપારી સમુદાયને વાણિજ્યિક વ્યવહારના સમય અને ખર્ચમાં મોટા ઘટાડાનો ફાયદો થશે તેવી અપેક્ષા છે. પેટ્રાપોલ આઇસીપી આર્થિક સંકલનને વેગ આપવા કાર્યરત થશે તથા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જોડાણ વધારશે.

TR