Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

’પ્રગતિ’ના માધ્યમથી પ્રધાનમંત્રી સાથે વાતચીત

’પ્રગતિ’ના માધ્યમથી પ્રધાનમંત્રી સાથે વાતચીત

’પ્રગતિ’ના માધ્યમથી પ્રધાનમંત્રી સાથે વાતચીત


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ’પ્રગતિ’ના માધ્યમથી પોતાની સાતમી વાર્તાની અધ્યક્ષતા કરી હતી. ’પ્રગતિ’ સક્રિય શાસન અને સમયબદ્ધ અમલીકરણ માટે આઈસીટી આધારિત અનેકવિધ મંચ છે.

આજે પોતાની સમીક્ષા દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી જનધન યોજના સાથે સંકળાયેલી ફરિયાદોની સમીક્ષા કરી હતી. તેમણે જનધન ખાતાઓના માધ્યમથી જનતાને ઉપલબ્ધ લાભ અંગે, ખાસ કરીને મોબાઇલ ફોનના માધ્યમથી લોકોને શિક્ષિત બનાવવા માટેની જાગરુકતા અભિયાન શરૂ કરવા અંગે નિર્દેશ આપ્યો હતો.

પ્રધાનમંત્રીએ રેલવેમાં ખાસ કરીને સફાઈ અંગેના મુદ્દાઓ અંગેની ફરિયાદોની સમીક્ષા કરી હતી અને રેલવે સ્ટેશનો અને રેલગાડીઓમાં સફાઈ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહેલા પગલાંઓ અંગે જાણકારી આપી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત બાંગ્લાદેશ સીમા પર વાડ લગાવવા સંદર્ભે થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. તેમણે ભારપૂર્વક રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલ કોઇપણ મુદ્દે સમાધાન નહીં કરવામાં આવે તેમ જણાવ્યું હતું. તેમણે બાંગ્લાદેશ સાથે જોડાયેલી સીમાવાળા પાંચ રાજ્યોના મુખ્ય સચિવોને આ પરિયોજનાને વહેલી તકે પૂર્ણ કરવા અંગે પણ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ રાજમાર્ગ, રેલવે, વિદ્યુત, કોલસા અને જન્મુ – કાશ્મીર, આસામ, અરૂણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ અને ગોવા સહિતના અનેક રાજ્યોમાં ફેલાયેલા વિમાની ક્ષેત્રોમાં પાયાની માળખાકીય પરિયોજનાઓની પ્રગતિ અંગેની છેલ્લામાં છેલ્લી જાણકારી માગી હતી. તેમને ભૂતાનમાં ત્રણ જળ વિદ્યુત પરિયોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રીએ આધારકાર્ડ રજીસ્ટ્રેશનની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે દરેક મુખ્ય સચિવોને જનધન ખાતાઓ અને આધારકાર્ડની કાર્યપ્રણાલીના માધ્યમથી સંભવ સમય મર્યાદામાં લાભ ઉપલબ્ધ કરાવવા અંગે કાર્ય કરવા જણાવ્યું જેથી ભ્રષ્ટાચારને ઘટાડી શકાય અને લોકોને વધુમાં વધુ લાભ મળી શકે.

AP/J.Khunt