Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અફઘાનિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, હું ગઈકાલે અફઘાનિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરું છું. આતંકવાદીઓએ અફઘાનિસ્તાનની બહુસાંસ્કૃતિક એકસૂત્રતા પર હુમલો કર્યો છે. ઘાયલોના પરિજનો સાથે મારી સાંત્વાના છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે ઘવાયેલા લોકો ઝડપથી સાજા થાય. ભારત આ દુઃખદ ઘડીમાં અફઘાનિસ્તાન સરકારની સાથે છે.

 

NP/J.Khunt/GP/RP